હાથ કપાયેલો છે તેવું દેખાડીને, યુવક માગતો હતો રસ્તા પર ભીખ.., જાહેર રસ્તા ઉપર ભાંડો ફૂટતા થયું એવું કે.., વીડિયો જોઈને તમારો બાટલો ફાટી જશે..

હાથ કપાયેલો છે તેવું દેખાડીને, યુવક માગતો હતો રસ્તા પર ભીખ.., જાહેર રસ્તા ઉપર ભાંડો ફૂટતા થયું એવું કે.., વીડિયો જોઈને તમારો બાટલો ફાટી જશે..

આપણી આસપાસ એવા ઘણા બધા લોકો હોય છે કે જે પોતાનું પેટ ભરવા માટે કંઈક ને કંઈક કામકાજ કરવા માટે તૈયાર થઈ જતા હોય છે. જ્યારે કેટલાક લોકો આપણી વચ્ચે એવા પણ હોઈ શકે જેને કાંઈ પણ પ્રકારનું કામકાજ કરવું નથી. અને માત્ર ભીખ માંગીને પૈસા કમાઈને પેટ ભરી લેવું છે. રોડ હોય કે રસ્તા હોય કે મોહલ્લા હોય, શહેરના ચાર રસ્તા ઉપર સિગ્નલ ઉપર ભીખ માગતા લોકો તમે જોયા જ હશે. એમાંથી ઘણા બધા લોકો હોય એવા હોઈ છે કે, જે શારીરિક રીતે દિવ્યાંગ હોઈ છે.

આવા લોકો શરીરની દિવ્યાંકતાને કારણે ભીખ માંગવા ઉપર મજબૂર બની જતા હોય છે. તેમની આવી પરિસ્થિતિને જોઈને લોકો ને તેમના ઉપર દયા આવે છે અને લોકો તેને રૂપિયાની મદદ કરે છે. આ ઉપરાંત કેટલાક લોકો ભોજન પણ આવા લોકોને આપતા હોય છે. જોકે સોશિયલ મીડિયા ઉપર આજકાલિક એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જેને જોઈને તમે પણ આવા લોકોને મદદ કરતા પહેલા ૨ મિનિટ વિચારતા થઈ જશો.

ત્યારે આપણે આપણી સામે શરીર રીતે ખોડખાપણ વાળા વ્યક્તિને જોઈએ છીએ ત્યારે તેની ઉપર ખૂબ જ વધારે દયા આવી જાય છે, આપણું હૃદય પણ પીગળી જતું હોય છે. આ વિડીયો જોઈને તમને કોઈ આવા વ્યક્તિને ભીખ આપવાનું પણ મન નહીં થાય. કારણ કે આ વીડિયોની અંદર એક વ્યક્તિ પોતાનો હાથ નથી એવું કહીને ભીગ માંગતો હતો અને આ વ્યક્તિ અપંગ છે જ નહીં.

આ વ્યક્તિ પોતાને એક હાથ નથી તેવું જણાવીને ભીખ માંગી રહ્યો હતો. આ વ્યક્તિએ પોતાના હાથને એવી રીતે છુપાવ્યો હતો કે કોઈપણ વ્યક્તિને એવું લાગે કે આ વ્યક્તિને ખરેખર એક હાથ કપાઈ ગયો છે. આ વિડિયો છે મધ્યપ્રદેશની અંદર આવેલા ઇન્દોર શહેરનો. આ વિડીયો ખુબજ પહેલાનો છે પરંતુ અમે તમને ચેતવણી આપવા માટે ફરી એક વખત વિડીયો બતાવવા જઈ રહ્યા છીએ.

મધ્યપ્રદેશની અંદર આવેલા ઈન્દોર ની અંદર 25 વર્ષના જુવાન જોધ યુવાને ભીખ માંગવા માટે એક અલગ પ્રકારની તરકીબ અપનાવી હતી. આ યુવકે દિવ્યાંગ બનીને ચાર રસ્તા ઉપર ભીખ માંગી રહ્યો હતો અને તેને જોઈને ટ્રાફિક પોલીસને તેની ઉપર શંકા ગઈ હતી. જેના કારણે તેણે ચેક કર્યું તો ખરેખર જાણવા મળ્યું હતું કે આ યુવક, દિવ્યાંગ છે જ નહીં. તેના બંને હાથ સહી સલામત છે.

ટ્રાફિક પોલીસ દ્વારા જ્યારે આ યુવકની ચકાસણી કરવામાં આવી હતી ત્યારે, તેનો હાથ પકડ્યો અને તે હાથ છોડાવીને આ યુવક ત્યાંથી ભાગી ગયો હતો. પરંતુ ટ્રાફિક પોલીસે તેને દોડીને પકડી લીધો હતો અને તેની પોલ ખુલ્લી પડી હતી. આ વીડિયોની અંદર તેની પુલ ખુલી ગઈ છે અને તે વ્યક્તિ બંને હાથ જોડીને પોલીસ કર્મી ની સામે હાજરી કરી રહ્યો છે. તેણે કરેલી કરતૂતો ઉપર માફી માગવા લાગ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM