470 લિટર પોતાનું દૂધ દાન કરી ચૂકી છે આ મહિલા..!, કારણ જાણી ને ચોકી જશો, અને કેવી રીતે ??

0
241

કોઈપણ નવજાત બાળક માટે માતાનું દૂધ કેટલું મહત્વપૂર્ણ છે તે વિશે દરેક વ્યક્તિને ખબર છે. દરેક વ્યક્તિ માટે માતાનું દૂધ અમૃત સમાન માનવામાં આવે છે.

પરંતુ સ્ત્રી માટે તેના પહેલા બાળકને સ્તનપાન કરાવવું ખૂબ મુશ્કેલ છે. એવી ઘણી સ્ત્રીઓ છે, જેમને તેમના નવજાત બાળકને સ્તનપાન કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, કારણ કે તેમના શરીરમાં પૂરતું દૂધ ઉત્પન્ન થતું નથી. આવી સ્થિતિમાં મહિલાઓ બજારમાંથી પાઉડર દૂધ ખરીદે છે અથવા ડેરી માંથી દૂધ ખરીદે છે.

પરંતુ આજે અમે તમને એક એવી મહિલા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે ઘણી સ્ત્રીઓ માટે રામબાણ સાબિત થઈ રહ્યું છે.

હકીકતમાં આ મહિલાનું નામ તાબીથા ફ્રોસ્ટ છે, તે યુએસએના કેલિફોર્નિયાની છે. તબિથાના કિસ્સામાં દૂધનું વધુ પ્રમાણ તેના માટે એક મોટી સમસ્યા બની ગયું હતું. તબિથાને ત્રણ બાળકો છે, તમને જાણીને આશ્ચર્ય થશે કે તેના બાળકોને પૂરતુ દૂધ આપ્યા પછી પણ, તબીથાએ લગભગ 470 લિટર સ્તન દૂધનું દાન કર્યું છે.

એક હિન્દી વેબસાઇટ અનુસાર, તાબીથા દરરોજ ત્રણ લિટરથી વધુ દૂધ આપતી હતી, ત્યારબાદ તેણે તેનો દૂધ યોગ્ય રીતે વાપરવા માટે દાન આપવાનું શરૂ કર્યું.

તબિથાની છાતીમાંથી દૂધના વધારે જથ્થા પર ડોકટરો કહે છે કે તેણીને હાઈપરલેક્ટેશન સિન્ડ્રોમ છે, જેના કારણે તેનું સ્તન સામાન્ય મહિલાઓની તુલનામાં ત્રણ ગણું વધુ દૂધનું ઉત્પાદન કરે છે. ડોક્ટરોએ જણાવ્યું કે આ એક દુર્લભ રોગ છે, જે ખૂબ જ ઓછી સ્ત્રીઓમાં જોવા મળે છે. ડોક્ટરોએ જણાવ્યું હતું કે સ્ત્રીઓને પ્રોલેક્ટીન હોર્મોન હોય છે.

તબિથાના કિસ્સામાં પ્રોલેક્ટીન હોર્મોનનું સ્તર નોંધપાત્ર રીતે વધ્યું છે. ઘણા કિસ્સાઓમાં મગજની ગાંઠો પણ પ્રોલેક્ટીન હોર્મોન વધારે હોવાનું કારણ હોઈ શકે છે.