શા કારણે કિન્નરો ના અંતિમ સંસ્કાર અલગ રીતે કરવામાં આવે છે???, મૃતદેહની સાથે કરવામાં આવે છે આવું કામ….

આપણે એવું સાંભળતા આવ્યા છીએ કે, કિન્નરો ની દુઆ અને બદુઆ બંને ખૂબ જ અસરકારક હોય છે. કિન્નરો એ સમાજનો એક એવો સમુદાય છે કે જેને લોકો જાણે છે સમજે છે. પરંતુ તેમના અંગત જીવન વિશે લગભગ લોકોને જ ખબર હશે. જીવન વિશે બહુ ઓછા લોકો જાણતા હશે. તમને જણાવી દઈએ કે એવું માનવામાં આવે છે કે, કિન્નરો ના આશીર્વાદ મળવાથી આપણા જીવનની અંદર ખૂબ જ ખુશાલી અને રોનક આવી જાય છે. સાથે સાથે એવું પણ માનવામાં આવે છે કે, કિન્નરો ની બદુઆ આપણા જીવનમાં ઉથલપાથલ પણ મચાવી શકે છે.
આ બધી વસ્તુઓ ની પાછળ ઘણા બધા ઊંડા રહસ્યો છુપાયેલા છે. આજે આપણે આ લેખ ની અંદર બે બાબતો વિષે ચર્ચા કરીશું, પહેલી કિન્નરોના અંતિમ સંસ્કાર કેવી રીતે કરવામાં આવે છે. અને બીજો તેમના શરીરની સાથે શું કરવામાં આવે છે.???.
ખાસ કરીને વાત કરીએ તો કિન્નરો, તેમના અંગત જીવનના રસ્તો કોઈપણ બીજા વ્યક્તિની સાથે શેર કરતા નથી. તેમજ માહિતી મળી છે કે, મીડિયા એજન્સીના પત્રકારોએ ઘણા કિન્નર નો સંપર્ક કર્યો ત્યારે તેમણે કોઈપણ કિન્નરોના અંતિમ સંસ્કાર નું રહસ્ય જાહેર કર્યું નહોતું. ત્યારબાદ તે મીડિયા એજન્સીના કોઈ વ્યક્તિને, ટ્રેન મા વ્યંઢળ ને મળ્યો. અને તેમને આ વાત વિશે પૂછવામાં આવ્યું ત્યારે પહેલા તો ખૂબ જ ગુસ્સે થઈ ગયો હતો પછી, તેણે આ રહસ્ય પરથી પડદો ઉઠાવી લીધો હતો.
ખાલી કિન્નર સમુદાય અંતિમવિધિમાં સામેલ થાય છે. :- તમને જણાવી દઈએ કે જ્યારે પણ કોઇ કિન્નરને મૃત્યુ થાય છે ત્યારે, તેની અંતિમક્રિયા ની અંદર બિન કિન્નર એટલે કે સામાન્ય લોકો પ્રવેશી શકતા નથી. એવી પણ માન્યતા છે કે જો કોઈ સામાન્ય વ્યક્તિ કોઈ કિન્નર ના અંતિમ સંસ્કાર જોવે તો તે પછીના જન્મમાં બીપી કિન્નર બની શકે છે.
શબને મારવામાં આવે છે જૂતા અને ચંપલ થી :- તમને જણાવીએ કે સામાન્ય માણસને કિન્નર ની અંતિમ ક્રિયા માં પ્રવેશની મંજૂરી હોતી નથી. અને બાકીના કિન્નરો એ મૃતક કિન્નર ના શરીરને ચપ્પલ વડે માર મારે છે. આ કરવા પાછળનું કારણ એ છે કે, આમ કરવાથી આ જન્મની અંદર થયેલા તમામ પાપોમાંથી મુક્તિ મળે છે. આ સિવાય કિન્નર ના મૃત્યુ પછી, તે સમુદાયના લોકો એક અઠવાડિયા સુધી ભોજન પણ ખાતા નથી.
મૃતદેહને દફનાવવા માં આવે છે :- તમને જણાવી દઈએ કે, સામાન્ય રીતે કિન્નર સમુદાય તમામ હિંદુ રિવાજોનું પાલન કરે છે. પરંતુ તેમના અંતિમ સંસ્કાર કરતી વખતે તેમના મૃતદેહને બાળવા ને બદલે, કિન્નરોના મૃતદેહને દફનાવવામાં આવે છે. જેની પ્રક્રિયા રાતના સમયગાળા દરમિયાન કરવામાં આવે છે. કારણે સામાન્ય લોકો તેને જોઈ શકતા નથી.
શોક મનાવતા પણ નથી :– વાત કરીએ તો, આશ્ચર્યજનક વાત એ છે કે, કિન્નર સમુદાય તેમના સાથી ના મૃત્યુ નો શોક પ્રગટ કરતા નથી. તેના બદલે આ લોકો કિન્નર ના મૃત્યુ ની ઉજવણી કરે છે. એવું પણ કહેવાય રહ્યું છે કે, મૃત્યુ પછી કિનારે નરકના જીવનમાંથી મુક્તિ મળે છે. તે આવનારા જન્મમાં સામાન્ય માનવીની જેમ જન્મ લે છે. તેની સાથે સાથે તમામ કિન્નરો તેમના દેવતા ને વિનંતી કરે છે કે, આવતા જનમમાં આ મૃતકને નપુંસક ન બનાવે.
આ સાથે સાથે, મૃતક કિન્નર વ્યક્તિ એ તેમના જીવન દરમ્યાન જે પણ કમાણી કરી હોય તેનું દાન કરી દેવામાં આવે છે. સાથે સાથે આજે અમે તમને જણાવી દઈએ કે, કિન્નર સમાજ ને સમાજમાં જે પણ માન અને સન્માન મળવાનું હોય તે મળતું નથી. આ જ કારણ છે કે ઘર ઘરે પૈસા માગીને કિન્નરો પોતાના રોજિંદા ખર્ચા પૂરા કરતા હોય છે. અને તેમને ભાગ્યે જ કોઈ બીજા ક્ષેત્રમાં નોકરી મળે છે.
તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.