જાણો કેમ જગન્નાથ મંદિરમાં “કાળી રોટી” અને “ધોળી દાળનો” પ્રસાદ આપવા માં આવે છે??, વર્ષોથી ચાલતી પરંપરાને આજે પણ..

જાણો કેમ જગન્નાથ મંદિરમાં “કાળી રોટી” અને “ધોળી દાળનો” પ્રસાદ આપવા માં આવે છે??, વર્ષોથી ચાલતી પરંપરાને આજે પણ..

સમગ્ર ગુજરાત સહિત દેશ-વિદેશમાં પણ ભગવાન જગન્નાથ ના ભકતો પ્રસરેલા છે. ખાસ કરીને અમદાવાદ શહેરની અંદર આવેલા ભગવાન જગન્નાથ ધામ ની અંદર ભક્તોને કાળી રોટી અને ધોળી દાળ નો પ્રસાદ આપવામાં આવે છે. આ પ્રસાદ મેળવીને ભક્તો પોતાને ધન્ય ધન્ય અનુભવે છે. વર્ષોથી આ મંદિરની અંદર પરંપરા ચાલતી આવે છે અને તે જ પરંપરા પ્રમાણે આજે પણ મંદિરમાં પરંપરાને જાળવી રાખવામાં આવી છે.

વાત કરીએ તો, રથયાત્રા ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની સાથે સંકળાયેલો એક હિંદુ પર્વ છે. અમદાવાદ શહેરની અંદર આવેલા જગન્નાથ મંદિરનો 300 વર્ષ જુનો ઇતિહાસ રહ્યો છે. વાત કરીએ તો, જ્યારે અંગ્રેજો નું શાસન ચાલતું હતું ત્યારે પણ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળતી હતી. પરમ પૂજ્ય મહંત નરસિંહદાસજીએ ઇસ ૧૮૭૮ ની અષાઢી બીજના દિવસે રથયાત્રાનો પ્રારંભ કર્યો હતો.

ભારતભરમા ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢ સુદ બીજને દિવસે રથયાત્રા નું ભવ્ય આયોજન કરવામાં આવે છે અને ભારતમાં મુખ્ય રથયાત્રા જગન્નાથ પુરીની રથયાત્રા છે. તેમજ દેશના અનેક રાજ્યો અને અનેક શહેરોની અંદર આ દિવસે રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. ત્યાં રહેલા અમદાવાદના જગન્નાથ મંદિરે થી નીકળેલી રથયાત્રા ગુજરાતની સૌથી વધારે મોટી રથયાત્રા માંથી એક છે. ચાલુ વર્ષે અષાઢી બીજના દિવસે પરંપરા પ્રમાણે 145 ને ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે.

ભગવાન જગન્નાથની રથયાત્રા સાથે સંકળાયેલા પ્રસાદનો પણ અનેરું મહત્વ રહેલું છે. ભગવાન જગન્નાથની રથયાત્રા ની અંદર કાળી રોટી અને ધોળી દાલનો પ્રસાદ આપવામાં આવે છે. મહંત નરસિંહદાસજી ખુબજ સેવાભાવી હતા અને લોકો ભૂખ્યા ન રહે તે માટે તેઓ ખૂબ જ ધ્યાન રાખતા હતા. અમદાવાદ શહેરના જગન્નાથ મંદિરની આજુબાજુ વર્ષો પહેલાં આવેલી હતી એને આસપાસના વિસ્તારમાં ખૂબ જ વધારે મજૂરો અને ગરીબ લોકો રહેતા હતા.

ગરીબો અને મજૂર લોકોને મહંત નરસિંહદાસજી મહારાજ તે સમયે પણ ભોજન કરાવતા હતા. ભોજનમાં માલપુવા અને દૂધપાક આપવામાં આવતો હતો. ત્યારથી લઈને આજ સુધી આ પરંપરાને જાળવી રાખવામાં આવી છે. જેને લઇને કાળી રોટી અને ધોળી દાળ નો પ્રસાદ આપવામાં આવે છે અને ભગવાન જગન્નાથ મંદિરે આવતા તમામ ભક્તોને, માલપુવા તેમજ ગુંદી અને ગાંઠિયાનો પ્રસાદ આપવામાં આવે છે.

જગન્નાથ મંદિરે ભંડારામાં ભક્તોને માલપુવા અને દૂધપાક આપવામાં આવે છે અને ભક્તો પણ પ્રસાદ લઈને ધન્યતા અનુભવે છે. અમદાવાદ જગન્નાથ મંદિરના ગાદીપતિઓ નો એક જ જઈ રહ્યો છે કે ભૂખ્યાઓને ભોજન અને તરસ્યાને પાણી આપવું. આ પ્રકારની પરંપરા વર્ષોથી ચાલી આવે છે અને આજ સુધી પણ જીવંત રાખવામાં આવી છે. જગન્નાથ મહારાજના મંદિરે ભક્તોની ભારે જોવા મળે છે અને અષાઢી બીજ ના દિવસે જગન્નાથ મંદિરની સામેથી રથયાત્રાનો ભવ્ય આયોજન કરવામાં આવે છે. ભગવાનને પ્રિય માલપુવા નો પ્રસાદ લઈને ધન્યતા અનુભવે છે.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM