ભારતમાં 3 પાંખિયા વાળા, અને વિદેશમાં કેમ 4 પાંખિયા વાળા પંખાનો ઉપયોગ થાય છે??, જાણો તેની પાછળનું કારણ..

0
476

આજના આધુનિક સમયમાં પણ દરેક ઘરમાં પંખાનો ઉપયોગ કરવામાં આવે છે. હા, ભારત દેશની જેમ વિદેશોમાં પણ પંખાનો જ ઉપયોગ કરવામાં આવે છે. જોકે તમે એક વાત નોટિસ કરી હોય તો અમુક જગ્યાએ પંખાના ત્રણ તો ક્યાંક ચાર પાંખિયા હોય છે. આ વાત દરેકને નોટિસ તો કરી હશે પણ તેના વિશે વધારે વિચારવાનો પ્રયાસ કર્યો નહીં હોય. આવી સ્થિતિમાં આજે અમે તમને તેના વિશે વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ.

તમે ભારત દેશમાં મોટેભાગે ત્રણ પાંખિયા વાળા પંખાનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે તમને જણાવી દઈએ કે ફોરેન કે પછી ઠંડા પ્રદેશોમાં ચાર પાંખિયાવાળા પંખાનો ઉપયોગ થાય છે. જોકે તેના વિશે કોઈને ખબર નથી. તો ચાલો આપણે તેના વિશે સમજીએ.

તમને જણાવી દઈએ કે અમેરિકા સહિત વિવિધ ફોરેન દેશમાં ચાર પાંખિયા વાળા પંખાનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે અહીં દરેક ઘરમાં એસી લાગેલી હોય છે, જેના લીધે પંખાનો ઉપયોગ તેઓ એસીના સપ્લીમેન્ટ તરીકે કરે છે. તમને કહી દઈએ કે જ્યારે તમે ચાર પાંખિયા વાળા પંખાનો ઉપયોગ કરો છો તો ત્યારે તે એસીની હવા આખા રૂમમાં ફેલાવે છે. આ સાથે તે ત્રણ પાંખિયા વાળા પંખાની તુલનામાં ધીમે ફરે છે. જેના લીધે આખા ઘરમાં એસી ની હવા પહોંચી શકે છે.

આ સાથે ભારત દેશમાં ત્રણ પાંખિયા વાળા પંખાનો ઉપયોગ કરે છે. તેની પાછળનું કારણ એ છે કે આ પંખા ઉનાળામાં સારી રીતે ચાલે છે અને હવા આપે છે. આ સાથે તે વજન અને કિંમત બંને બાબતે યોગ્ય હોય છે. જેના લીધે દરેક ભારતીય ની પહેલી પસંદ ત્રણ પાંખિયા વાળા પંખા છે.

આ સિવાય ત્રણ પાંખિયા વાળા પંખા આખા રૂમમાં હવા ફેલાવે છે. જો રૂમ નાનો હોય તો પંખો શરુ કરતાંની સાથે જ રૂમમાં ઠંડક છવાઇ જાય છે. જેના લીધે તેનો ઉપયોગ ભારતીય દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવે છે. વળી તેની કિંમત પણ ચાર પાંખિયાવાળા પંખા કરતા સસ્તી હોય છે.