મેહુલ બોઘરાનો જન્મ ગુજરાતના આ ગામમાં થયો હતો..!, જાણો પરિવારમાં કોણ કોણ છે??, અત્યારે મેહુલ બોઘરા ક્યાં રહે છે અને કેવી રીતે ચાલે છે ઘરનું ગુજરાત ??

મેહુલ બોઘરાનો જન્મ ગુજરાતના આ ગામમાં થયો હતો..!, જાણો પરિવારમાં કોણ કોણ છે??, અત્યારે મેહુલ બોઘરા ક્યાં રહે છે અને કેવી રીતે ચાલે છે ઘરનું ગુજરાત ??

ગુજરાત રાજ્યની અંદર એક વ્યક્તિનું નામ ખૂબ જ ચર્ચામાં છે. આ વ્યક્તિ એટલે કે સુરતના એડવોકેટ મેહુલ બોઘરા. સુરતની અંદર હાલમાં થોડા દિવસો પહેલા ટીઆરબી જવાના સુપરવાઇઝર દ્વારા હુમલાનો ભોગ બનેલા એડવોકેટ સારવાર પછી ઘરે આવ્યા હતા. આજના સમયમાં મેહુલ બોઘરા ને ગુજરાતની જનતા તરફથી સમર્થન મળી રહ્યું છે. સોશિયલ મીડિયામાં પણ તેમની તરફેણમાં ખૂબ જ મોટું સમર્થન મળી રહ્યું છે, સવારે ઉભો થાય છે કે મેહુલ બોઘરાં કોણ છે??, અને તેમના જીવન વિશે એવી ઘણી બધી વાતો આજે જાણવા જઈ રહ્યા છીએ

આજના સમયમાં મેહુલ બોઘરા આખા ગુજરાત રાજ્યની અંદર ખૂબ જ પ્રખ્યાત છે અને છેલ્લા બે વર્ષોથી હપ્તાખોરીની સામે લડી રહ્યા છે. આ સમગ્ર ઘટના અંગે તેઓ અવારનવાર સોશિયલ મીડિયા ઉપર વીડિયોના માધ્યમથી શેર કરતા હોય છે. મેહુલ બોઘરા નો જન્મ અમરેલી જિલ્લાની અંદર આવેલા જાફરાબાદ તાલુકાની અંદર આવેલા પીસડી ગામની અંદર થયો હતો. સામાન્ય પરિવારમાંથી આવતા મેહુલના પરિવારની અંદર તેમની પત્ની ક્રિષ્નાબેન તેના પિતા મનસુખભાઈ અને માતા શારદાબેન છે અને તેનો ભાઈ મનોજ પણ છે

મેહુલ બોઘરા સંયુક્ત પરિવારની સાથે સુરતની અંદર આવેલા યોગીચોક વિસ્તારમાં રહે છે અને તેમનો પરિવાર પરિવાર 2002 થી ગામડેથી સુરત આવ્યો હતો. પોતાના બાળપણના સંઘર્ષની વાત કરવામાં આવે તો તેઓએ જણાવ્યું હતું કે, માતા પિતા ખેત મજૂરી કરીને ગુજરાત ચલાવતા હતા અને સંઘર્ષ અને શક્તિ બને મારા માતા પિતા પાસેથી અને પરિવારની પાસેથી શીખવા મળે છે.

મેહુલ બોઘરા આગળ જણાવે છે કે મારી ઉંમર જ્યારે બે થી ત્રણ વર્ષની હશે ત્યારે મને ન્યુમોનિયા થયો હતો, ખૂબ જ ગંભીર બીમારી કહેવાતી હતી. ગામની અંદર રખડીને 500 રૂપિયા એકઠા કરીને મારો ઈલાજ મારા માતા પિતાએ કરાવ્યો હતો. અને ત્યારથી મેં સંઘર્ષ શીખ્યો હતો. નિમોનિયા થયો એટલે તરત જ મને 46 જેટલા ઇન્જેક્શન લાગ્યા હતા.

મેહુલ બોઘરા એ આગળ જણાવ્યું હતું કે હું જ્યારે ચોથા ધોરણની અંદર અભ્યાસ કરતો હતો ત્યારે ગામની અંદર, એક જજનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને એ જોઈને મને થયું હતું કે, આ તો ખૂબ મજા પડે. થોડીક મહેનત કરો અને કંઈક બનો એટલે તમારું પણ આવું સ્વાગત થાય. સમાજમાં પણ સારામાં સારો સંદેશ ઉભો થાય. નક્કી કર્યું હતું કે જજ જ બનવું છે. પરંતુ વકીલ બનીને ફિલ્ડમાં આવ્યો ત્યારે મને ખબર પડી કે દેશની અંદર ઘણા બધા પ્રશ્નો છે.

બે માનો ખૂબ જ વધી ગયા છે અને ભ્રષ્ટાચારીઓની સામે અવાજ ઉઠાવો પડશે અને રસ્તા ઉપર આવીને ઉઠાવો પડશે. આ આવાજ કોર્ટ સુધી પહોંચાડવા પડશે એટલે મેં નક્કી કર્યું હતું, કે હવે વકીલ જ રહેવું છે. એક થી ચાર ધોરણ સુધીનો અભ્યાસ મેહુલે પોતાના ગામની સ્કૂલમાં જ કર્યો હતો. ત્યાર પછી કોલેજ સુધીનો અભ્યાસ તેને સુરતમાં પૂરો કર્યો છે અને વકીલાત ની ડીગ્રી એમ એસ યુનિવર્સિટી વડોદરા થી લીધી છે

અત્યારે સમાજ સેવાની સાથે સાથે હું વકીલાત પણ કરું છું. સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટમાં પણ મારા કેસ ચાલે છે. મેન પ્રોસિડિંગ ક્રિમિનલ છે એમાંથી જ મારું ઘરનું ગુજરાત ચાલે છે અને એવા ઘણા કિસ્સાઓ છે, જ્યારે સમાજસેવાની અંદર મેં મારા પોતાના ખિસ્સામાંથી રૂપિયા વાપર્યા હોય અને આજ સુધી ફંડ ફાળા ઉઘરાવ્યા નથી

મારા મોટાભાઈ ઓનલાઇન નો બિઝનેસ કરે છે અને મારા પિતા જમીન બ્રોક્રેજ નું કામકાજ કરે છે. ધીરે ધીરે મને ખૂબ સારા અનુભવ પણ મળ્યા છે અને મારા ઘણા પોલીસ મિત્રો પણ છે. પોલીસ અધિકારીની સાથે બેસીને ચા પાણી પણ કરીએ છીએ. વર્ષ 2016 થી હું વકીલાત કરું છું. વર્ષ 2020 થી સોશિયલ મીડિયા ઉપર મેં લાઈવ કરવાનું શરૂ કર્યું છે. 17 ઓગસ્ટની જ વાત છે, જ્યારે તેઓ હજીરા થી પસાર થતા હતા અને ગાડી ઉભી રાખીને ટ્રાફિક કર્મચારીઓની પાસે આવ્યા હતા.

અને તેઓએ મારી સાથે સેલ્ફી પણ લીધી હતી અને કહ્યું હતું કે મેહુલભાઈ તમે જે કરી રહ્યા છો તે ખૂબ જ સારા કામ કરી રહ્યા છો. અમે પણ તમારી સાથે જ છીએ, તમે તમારી લડત ચાલુ રાખજો જે વ્યક્તિ ઈમાનદાર છે તેમને તો ઈમાનદાર જ વ્યક્તિ પસંદ આવે. મારી સાથે ઘટના બની છે તે મારી જિંદગીનો સૌથી કડવો અને ખરાબ અનુભવ છે. આજ દિન સુધી મેં ઘણા બધા લાઈવ વિડિયો કર્યા છે પરંતુ મેં આવી કોઈ ભાવના નથી રાખી કે કોઈ લાઈવ થયું હોય તો કોઈને મેં સબક શીખવાડ્યો હોય,

ઘણી વખત મારી સામે ઘણી બધી પાર્ટીઓ ની ઓફર પણ આવતી હોય છે અને એનાથી કંઈ ફરક પણ પડતો નથી, કારણકે મારો અત્યારે કોઈ પોલિટિકલ વિચાર નથી જે જનતા માટે અવાજ ઉઠાવુ છુ એ જનતા જ મારું રાજકારણનું ભવિષ્ય નક્કી કરશે. જ્યારે જનતાને એવું લાગશે કે મેહુલ બોઘરા ની પાસે પાવર છે અને અવાજ છે અને બોલીશ પણ શકે છે અને જનતાને થશે કે તે અમારા નેતા પણ બની શકે છે ત્યારે હું નેતા બનીશ. અત્યારે કોઈ પણ પ્રકારનો વિચાર નથી

મેહુલ બોઘરા એ રાજકારણ વિશે જણાવ્યું હતું કે દરેક વ્યક્તિ જે રાજકારણી હોય છે તેના દેશને રાજ્ય અને જાહેર જનતા વિશેના વિચારો શરૂઆતમાં ખૂબ જ સારા હોય છે, અને નિસ્વાર્થ ભાવે જાહેર જનતાની માટે કામકાજ પણ કરે છે એવા રાજકારણીઓ ખૂબ જ ઓછા છે. અત્યારે મને કોઈ પણ પ્રકારના રાજકારણમાં રસ નથી કેમકે એ સડો છે અને સડાને દૂર કરીને પછી જ કંઈક થાય એ વાત સાચી છે. મેહુલ બોઘરા એ પોતાના વિઝન વિશે વાત કરતા જણાવ્યું હતું કે આ દેશની અંદર જનતા જ્યારે પણ કોઈ પણ કામકાજ માટે કોઈ પણ સરકારી કચેરીમાં જાય,

તેનું કામ નીતિ નિયમ મુજબ યોગ્ય રીતે થવું જોઈએ. પરંતુ અત્યારે દરેક જગ્યા ઉપર ભ્રષ્ટાચાર નામનો સડો છે અને તે અત્યારે નીકળી જવો જોઈએ. જે અધિકારીઓ પોલીસ સ્ટેશન કે સરકારી કર્મચારીઓની અંદર મનમાની ચલાવી રહ્યા છે. કાયદાથી ઉપર પોતાની જાતને સમજી બેઠા છે અને તાનાશાહી જેવું વર્તન કરે છે એમની તાનાશાહી પણ બંધ થવી જોઈએ

મેહુલ બોઘરા વધુમાં જણાવે છે કે , લોકડાઉન્ન માં સ્કૂલ અને સંચાલકોની સામે બાથ ભીડી હતી. ગરીબ બાળકોના લિવિંગ સર્ટી અટકાવીને રાખ્યા હતા અને મેં એક પણ રૂપિયો ફ્રી ભર્યા વગર આવ્યા હતા. એક સમયે તલાટી દ્વારા યોગ્ય કામ થતું ન હતું ત્યારે ટેલિફોનિક રીતે સમજાવીને એક ભાઈનું જ કામ તરત કરાવી આપ્યું હતું. આજના સમયમાં કરપ્શન બધી જગ્યા ઉપર છે અને ફાઈટ આપણે બધી જગ્યાએ આપીએ છીએ. હમણાં સરદાર માર્કેટની પાસે જે આપતા હોળી ચાલી રહી હતી એ પણ સદંતર બંધ કરાવી હતી

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM