કોમેડીથી ગુજરાતના ઘરે ઘરે પ્રખિયાત થયેલો “ગગુડીયો” મૂળ ગુજરાતના આ ગામથી છે.., એક સમયે સુરતની અંદર દરજી કામ કરીને…

કોમેડીથી ગુજરાતના ઘરે ઘરે પ્રખિયાત થયેલો “ગગુડીયો” મૂળ ગુજરાતના આ ગામથી છે.., એક સમયે સુરતની અંદર દરજી કામ કરીને…

મિત્રો જીવનની અંદર સખત મહેનત અને સંઘર્ષ કરવાથી એકના એક દિવસ સફળતા જરૂર મળે છે.  ત્યારે આજે આપણે ગુજરાતના એવા જ એક કલાકાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.  જેમણે દિવસ રાત એક કરીને લોકોને હસાવવા માટે કોમેડી વિડીયો બનાવી રહ્યા છે.  અને લોકો તેમના વીડિયો જોઈને મંત્રમુગ્ધ બની જાય છે.  આજના સમયમાં ગુજરાતના નાના બાળકોથી લઈને વડીલો પણ આ યુવકના દિવાના છે.

આજે આપણે આ લેખની અંદર ગુજરાતના ખૂબ જ પ્રખ્યાત કોમેડી કલાકાર એવા “ગગુડીયા” વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.  મિત્રો ગગુડીયાને તમે હંમેશા સોશિયલ મીડિયા ઉપર અવારનવાર વિડીયોના માધ્યમ દ્વારા જોયો હશે.  ગગુડીયા વિશે વાત કરવામાં આવે તો તેનું સાચું નામ ભોળાભાઈ છે.  અને ભોલાભાઈ ખુબ જ સારા સારા કોમેડી વિડિયો બનાવીને સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધારે વાયરલ કરે છે.

લોકોને પણ ગગુડીયાના વિડીયો પણ ખૂબ જ વધારે પસંદ આવે છે.  ગગુડીયાના વિડીયો જોઈને લોકોનો આખા દિવસનો થાક પણ ઉતરી જાય છે.  તમને જણાવી દઈએ કે, ગુજરાતના ખૂબ જ પ્રખ્યાત કોમેડી કલાકાર એવા ગગુડીયો ઉર્ફે ભોળાભાઈ મૂળ ગુજરાતની અંદર આવેલા સાણા વાંકીયા ગામથી છે. અને તેઓ ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવે છે.

ભોલાભાઈ એક પણ ચોપડી ભણ્યા નથી, તેમજ તેમની પરિસ્થિતિ પણ ખૂબ જ નબળી હતી. વાત કરવામાં આવે તો, ભોલાભાઈ ઉર્ફે ગગુડીયો પોતાના પરિવારને આર્થિક રીતે મદદ કરવી શકે તે માટે પોતાના ગામથી સુરતની અંદર દરજી કામ કરવા માટે આવ્યા હતા.  રાત દિવસ એક કરીને તેઓ મહેનત કરીને પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ કરતા હતા.

તેઓ જ્યારે નાના હતા ત્યારે, ગામની અંદર જ્યારે પણ નાટકનું આયોજન થતું હતું.  ત્યારે તેઓ ખૂબ જ વધારે રસ ધરાવતા હતા.  તેઓએ દિવસ રાત એક કરીને ખૂબ જ વધારે મહેનત કરી છે.  અને આ સફળતા મેળવી છે.  ભોળાભાઈ રાત્રિના ભોજન પછી પોતાના મનોરંજન અને શોખ માટે હંમેશા નાટક જોવા માટે જતા હતા.  અને દિવસે તેની રુચિ નાટક ક્ષેત્ર ની અંદર વધતી ગઈ હતી.

ધીમે ધીમે ભોળાભાઈએ નાટક ક્ષેત્રની અંદર ભાગ લેવાનો શરૂ કર્યો હતો, અને ધીમે ધીમે લોકોની વચ્ચે જાણીતા બન્યા હતા. એક પણ ચોપડી ન ભણેલા ગગુડીયો આજના સમયમાં ખૂબ જ વધારે મહેનત અને અથાક સંઘર્ષથી કોમેડી વિડીયો બનાવીને આજના સમયમાં ગુજરાતના ઘરે ઘરે જાણીતા બન્યા છે.  આજે હજારોની સંખ્યામાં ગુજરાતની અંદર તેમના ચાહકો છે.

અને નાટક જોવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે છે, ભોળાભાઈ ઉર્ફે ગગુડીયો એટલા બધા પ્રખ્યાત બની ગયા છે.  કે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ, તેઓ દેશ અને વિદેશમાં પણ નાટક કરે છે, અને નાટક જોઈને લોકોનો આખા દિવસનો થાક પણ ઉતરી જાય છે.  એક સમયે ભોલાભાઈ દરજીનું કામકાજ કરીને ગુજરાન ચલાવતો ગાંગુડિયો, ખૂબ જ વધારે મહેનત કરીને આજના સમયમાં ગુજરાતના ઘરે ઘરે જાણીતા બન્યા છે.

તેમજ આજના સમયમાં લાખોમાં ચાહકો બન્યા છે, સાથે ગગુડીયો હજારો નહીં, પરંતુ લાખો રૂપિયાની અંદર તેઓ કમાઈ રહ્યા છે.  અને મોટા કલાકાર બની ગયા હોવા છતાં પણ, તેઓ હંમેશા પોતાના ગામની અંદર જ સાદુ જીવન જીવે છે.  તેમજ ભોળાભાઈ ગામમાં જ પોતાનું જીવન વિતાવવા માંગે છે.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM