દિલ્હીમાં અમે દરેક વ્યક્તિની સારવાર મફત કરી દીધી, ગુજરાતમાં પણ દરેક લોકોને મફત સારવાર આપીશું: અરવિંદ કેજરીવાલ

દિલ્હીમાં અમે દરેક વ્યક્તિની સારવાર મફત કરી દીધી, ગુજરાતમાં પણ દરેક લોકોને મફત સારવાર આપીશું: અરવિંદ કેજરીવાલ

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી શ્રી આજે બે દિવસની ગુજરાતી મુલાકાત આવી પહોંચ્યા છે અને અરવિંદ કેજરી તેમજ ભાગવત માનજી આજે બપોરે ગાંધીધામ એરપોર્ટ ઉપર પહોંચ્યા છે અને અરવિંદ કેજરીવાલજીએ તેમજ પંજાબના મુખ્યમંત્રી પાર્ટીના નેશનલ જોઈન્ટ કેન્દ્ર સરકાર ઈશુદાન ગઢવી અને કાર્યકર્તાઓ દ્વારા ઉષ્મા ભર્યું સ્વાગત કર્યું હતું.

આમ આજની પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજીએ ગાંધીધામની જાહેર સભામાં હજારો સંખ્યાની અંદર લોકોને સંબોધન આપતા જણાવ્યું હતું કે, મને જણાવવામાં આવ્યું છે કે અહીંયા જે પણ મેદાન છે ત્યાં દર્શ શનિવારે ગરીબ લોકો પોતાની દુકાન લગાવે છે અને એક મોટું બજાર ભરાય છે તેમજ આજે તેઓએ આમ આદમી પાર્ટીના કાર્યક્રમ માટે મેદાન ખાલી કરીને આપ્યું છે.

સાથે અરવિંદ કેજરીવાલજી એ વધુમાં જણાવ્યું હતું કે હું તે તમામ લોકોનો હૃદય પૂર્વક આભાર માનું છું. ગરીબોનો આશીર્વાદ મળે અને એનો અર્થ એ છે કે ભગવાનનો આશીર્વાદ મળે. હું ગઈ વખતે ગુજરાત આવ્યો ત્યારે એક વ્યક્તિને મળ્યો હતો અને મને મળવા માટે આવ્યો હતો. હું જાહેર સભામાં જાઉં છું અને જ્યાં હોટલમાં રોકાવું છું અને જુદા જુદા લોકોને મળતો રહું છું એ વ્યક્તિ એ મને જણાવ્યું હતું કે ગુજરાતની અંદર મોંઘવારી ઘણી બધી વધી રહી છે અને તે વ્યક્તિ તેની સાથે તેનું વીજળીનું બિલ પણ લઈને આવ્યો હતો

અમારી સરકાર બન્યા પછી અમે 18 વર્ષથી ઉપરની દરેક મહિલાઓના ખાતામાં આધાર મહિને ₹1,000 ની સન્માન રાશિને આપીશું અને જો એક જ પરિવારની અંદર ત્રણ મહિલાઓ હોય તો તે પરિવારને દર મહિને 3000 રૂપિયા મળશે. હું હમણાં સુરત આવ્યો હતો અને એક દીકરી મારી પાસે આવી હતી તેમજ રડી રહી હતી તેમજ મેં જેવી તેવી મારા ગામમાંથી 12 ધોરણ સુધી ભણી લીધું છે અને મારા પિતાની પાસે નજીકની કોલેજમાં આવવા જવા માટે પૈસા નથી

ગત વખતે હું જ્યારે ગુજરાત આવ્યો હતો ત્યારે એક છોકરો મને મળવા આવ્યો હતો, ત્યારે તેઓએ મને જણાવ્યું હતું કે હું મારા વિસ્તારના નેતાઓને મળવા ગયો હતો અને તે મારી પાસે નોકરી નથી અને મને નોકરી આપો તેવા મને સવાલો અને જવાબો આપ્યા હતા. તેમજ લોકોએ તેને કહ્યું હતું કે તને કોઈ કામ આવડતું નથી અને તારી પાસે નોકરી નથી આ લોકોએ 27 વર્ષથી એટલો બધો અહંકાર આવી ગયો છે કે તેઓ આપણા બાળકોને પણ ખૂબ જ ખરાબ રીતે ઘુક્કરી રહ્યા છે. દિલ્હીમાં પાંચ વર્ષની અંદર 12 લાખથી પણ વધારે બાળકોને નોકરીઓ આપી છે.

જેમ અત્યારે ગુજરાતની સરકારી શાળાઓ ખરાબ છે તેમ જ પહેલા દિલ્હીની અંદર પણ સરકારી શાળાઓનો ગંભી હાલતમાં હતો તેમજ અમારી સરકાર બન્યા પછી દિલ્હીની તમામ સરકારી શાળાઓને શાનદાર બનાવી દીધી હતી અને દિલ્હીની સરકારી શાળાઓના પરિણામ પણ ખૂબ સારા એવા આવી રહ્યા છે અને દિલ્હીમાં મજૂર બાળકો તેમજ તાલુકો ના બાળકો મોચીના બાળકો ગરીબોના બાળકો ડોક્ટર એન્જિનિયર બની રહ્યા છે

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM