વિવેક ઓબેરોયની આ એક ભૂલને કારણે, એશ્વર્યા રાય તેનાથી થઇ ગઈ દૂર..!, અને પછી થયું આ મોટું નુકશાન…

0
219

બોલીવુડ જગતમાં કામ કરતા સિતારાઓ ના સબંધ બનવા અને તૂટવા એકદમ સામાન્ય થઇ ગયા છે. તેઓ માટે બોલીવુડ જગતમાં કામ કરતા સિતારાઓ સાથે અથવા બહારના કોઈ વ્યક્તિ સાથે પ્રેમ પડવું અથવા તેમની સાથે લગ્ન કરવા એકદમ સામાન્ય વસ્તુ છે. જ્યારે બોલીવુડમાં પ્રેમની વાત આવે છે ત્યારે એશ્વર્યા રાયનું નામ ટોચ પર લેવામાં આવે છે, હાલમાં તેણીની અભિષેક બચ્ચન સાથે લગ્ન કરીને સુખી જીવન જીવી રહી છે. જોકે એક સમય હતો જ્યારે તેના નામ સલમાન ખાન અને વિવેક ઓબેરોય સાથે જોડવામાં આવ્યા હતા.

આજના સમયમાં સલમાન ખાન અને એશ્વર્યા રાયના પ્રેમ પ્રકરણ વિશે તો બધા જ લોકો જાણે છે, પંરતુ શું તમે જાણો છો??, કે સલમાન ખાનથી અલગ થયા પછી એશ્વર્યા રાયે વિવેક ઓબેરોયના પ્રેમમાં પડી હતી. જોકે તેની પણ એક ભૂલને લીધે એશ્વર્યા તેને છોડી ચૂકી હતી. તમને જણાવી દઈએ કે હમ દિલ દે ચૂકે સનમ ફિલ્મમાં એશ્વર્યા અને સલમાન પ્રેમમાં પડ્યા હતા જોકે સલમાન ના વધારે રક્ષણાત્મક સ્વભાવને લીધે તેઓ અલગ થઈ ગયા હતા.

આજ વાતને લીધે સલમાન અને એશ્વર્યા ના પ્રેમમાં તિરાડ પડી ગઈ હતી. આ વાતને લીધે તેઓએ અલગ થવાનો નિર્ણય લીધો હતો પણ સલમાન ખાન આ વાતને માનવા તૈયાર નહોતો. જેના લીધે એશ્વર્યા રાય જે પણ સેટ પર કામ કરતી હોય ત્યાં જઈને ધમાલ મચાવતો હતો.

આ સમય દરમિયાન વિવેક ઓબેરોય તેમના કરિયરની શરૂઆત કરી રહ્યા હતા. તેઓને વર્ષ 2002માં ફિલ્મ કંપનીમાં કામ કરવાની તક મળી હતી. જેમાં તેઓએ સારો અભિનય પણ બતાવ્યો હતો. જેના પછી તેમના જીવનમાં એશ્વર્યાની એન્ટ્રી થઈ હતી અને પછી વિવેક એવી એક ભૂલ કરી બેસ્યો, જેના લીધે તેઓને ઘણું સહન કરવું પડ્યું હતું.

આ સમય દરમિયાન એશ્વર્યા અને વિવેક એકસાથે ફિલ્મ ક્યો હો ગયા ના ફિલ્મમાં જોવા મળ્યા હત અને ફિલ્મમાં કામ કરતી વખતે જ તેઓ પ્રેમમાં પડ્યા હતા. વધારામાં વિવેકે એશ્વર્યાના 30માં જન્મદિવસ વખતે તેને 30 ગિફ્ટ આપીને પ્રસન્ન કરી દીધી હતી. જોકે એશ્વર્યા અને વિવેકે ક્યારેય મીડિયા સામે પોતાના પ્રેમ વિશે વાત કરી નહોતી.

જોકે તેમની વચ્ચે સારો પ્રેમ ચાલી રહ્યો હતો અને આવામાં વિવેકે એક હોટલમાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે સલમાન ખાન મને મારી નાખવાની ધમકી આપી રહ્યો છે અને તેણે મને 42 વખત કોલ્સ કર્યા છે. જોકે આ વાત તેના કરિયર અને પ્રેમ સબંધ માટે ભૂલ સમાન સાબિત થઈ હતી. કારણ કે તેનાથી તેને આ પ્રેસ કોન્ફરન્સ જેના માટે બોલાવી હતી, તે પણ દૂર થઈ ગઈ હતી.

જોકે આ સમય દરમિયાન એશ્વર્યાએ કહ્યું હતું કે વિવેક સાથે મારે કોઈ લેવાદેવા નથી. તેની આ વાતને ધ્યાનમાં રાખીને મીડિયામાં હોબાળો મચી ગયો હતો. આ સમયે વિવેકે ફિલ્મ જગતમાં એન્ટ્રી કરી હતી, જ્યારે સલમાન એક ટોપ નો સ્ટાર બની ગયો હતો, જેના લીધે વિવેકની સલમાન સાથેની દુશ્મનીને લીધે કોઈ તેને ફિલ્મોમાં લેવા માંગતું નહોતું. જેના તેની ફિલ્મોને પૂર્ણ વિરામ લાગી ગયું હતું.