કાનજીભાઈ ભાલાળા જેવો સમાજ સેવાની સાથે સાથે “ધી વરાછા બેંકના” સંસ્થાપક પણ છે.., જાણો કાનજીભાઈ ને બેંક શરૂ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો??

કાનજીભાઈ ભાલાળા જેવો સમાજ સેવાની સાથે સાથે “ધી વરાછા બેંકના” સંસ્થાપક પણ છે.., જાણો કાનજીભાઈ ને બેંક શરૂ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો??

ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરત થી ભાગ્યે જ કોઈ અજાણ હશે, સુરતની અંદર 1990 ના દાયકામાં પણ હીરાનો ધંધો ધમધમતો હતો. કારખાના ના માલિકો દલાલ અને વેપારીઓએ પોતાની સાથે જોખમ સાથે જ રાખવું પડતું હતું અને આવા જ એક વેપારી એટલે કે કાનજીભાઈ ભાલાળા.., જોખમ હોય તેવા સામાન્ય સુરક્ષા માટે તેમને પણ બેંકની અંદર લોકર રાખવું પડતું હતું અને તે માટે એક જરૂરી ખાતું ખોલાવવું પડતું હતું

કાનજીભાઈ ભાલાળા એ બે ત્રણ મહિના સુધી બેંકના ચક્કર લગાવ્યા બાદ પણ કોઈ લોકો ખાતું ખોલી શક્યું નહોતું. ત્યાર પછી સમાજસેવી એવા માવજીભાઈ માવાણીયા બેંક મેનેજરને ખાસ અપીલ કરી હતી અને તેમણે રસ આવ્યો હતો પરંતુ તે દિવસે પણ સાંજે 4:00 વાગ્યા સુધી બેંકની બ્રાન્ચમાં બેસવા છતાં પણ તેમનું ખાતું ખોલી શક્યું નહોતું.

બીજા દિવસે ફરી એક વખત બેંકની અંદર રાહ જોવી પડી હતી, વાત કરીએ તો 1993 ની તો કાનજીભાઈ તે સમયને યાદ કરતા જણાવે છે કે, બેંકની અંદર બેઠા બેઠા તેમને વિચાર આવ્યો હતો કે બેંકની અંદર ખાતું ખોલાવવા જેવી સામાન્ય પ્રોસેસ ની અંદર પણ લોકોને આટલી બધી તકલીફો પડે છે, અને આટલા બધા કલાકો પણ બગાડવા પડે છે તો એક એવી બેન્ક શરૂ કરીએ,

તો તે જગ્યા ઉપર કોઈપણ કામ માટે પાંચ મિનિટથી પણ વધારે રાહ જોવી પડે નહીં.., બસ ત્યારથી જ ધી વરાછા કો-ઓપરેટીવ બેંકની કામગીરી શરૂ થઈ ગઈ હતી. 1995 માં બેંક શરૂ થઈ ગઈ હતી અને અઢી દાયકા ની અંદર આ બેંક સરખી રીતે કાર્યરત પણ થઈ ગઈ હતી. ધીમે ધીમે આ બેંકે ઉત્તર પ્રગતિ શરૂ કરી હતી અને ગુજરાતની ટોપ ટેન બેંકની અંદર તેઓ સામેલ થયા હતા.

આજના સમયમાં વરાછા બેંક એક ખૂબ જ ઉત્કૃષ્ટ ઉદાહરણરૂપ સાબિત થઈ છે જ્યારે સહકારી બેંકોની કાર્યપદ્ધતિ અને ઘણા બધા કોભાંડોની સામે ઘણી વખત સવાલો ઉઠી રહ્યા છે. સૌથી ઝડપી સેવા અને અત્યંત ટેકનોલોજી ના ઉપયોગ ની અંદર અગ્રણી હોવાના નાતે ગ્રાહકોનો પણ ભરોસો જીતવામાં આ બેંક ખૂબ જ મોખરે રહી છે.

બેંક શરૂ કરવાનો વિચાર જ્યારે આવ્યો ત્યારે કાનજીભાઈએ સમાજના બીજા આગેવાનોને વાત કરી હતી અને બેંક ખોલવાની પ્રોસેસની સમગ્ર માહિતી અને બેન્કિંગ ક્ષેત્રનો બહોળો અનુભવ ધરાવતા એવા સમાજના ટ્રસ્ટી ટીબી ધકાચા પાસેથી તેઓને માર્ગદર્શન મળી આવ્યું હતું. સમાજના અગ્રણી સાથે મળીને 3000 જેટલા ગ્રાહકો પણ શોધ્યા. તે લોકોએ એક એક હજાર રૂપિયાના શેર લઈને 30 લાખ રૂપિયા જેટલી મૂડી સાથે મંજૂરી માટે અરજી સહિતની પ્રોસેસ કરી હતી

બેંક ખોલવાની મંજૂરી મળતાની સાથે જ લંબે હનુમાન રોડ સ્થિત આવેલા એફિલ ટાવર ની અંદર તેઓએ પોતાની પહેલી બ્રાન્ચ શરૂ કરી હતી. આજના સમયમાં અંકલેશ્વર નવસારી સુરત અમદાવાદ અને રાજ્યના ઘણી બધી જગ્યાઓ પર બેંકની 23 જેટલી શાખાઓ આવેલી છે અને બેંકની અંદર ખાતું ખોલાવવા માટે હેરાન થઈ ચૂકેલા કાનજીભાઈ આજે બેંકના મેનેજર ડિરેક્ટર છે

કોરોના નો મુશ્કેલ સમય ચાલતો હતો ત્યારે રાજા બેંકે સરકારની આત્મા નિર્બળ યોજના હેઠળ સૌથી વધુ લોન આપી હતી અને નોટબંધી બાદ બેંકની કામગીરીને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંકે માત્ર વરાછા બેંકને જ નવી શાખાઓ ખોલવા માટેની ઘણી બધી સારામા સારી મંજૂરી આપી હતી. આજના સમયમાં બેંકની પાસે પાંચ લાખથી પણ વધુ ખાતેદારો છે અને ગ્રાહકો કોઈ કામ માટે જરૂરી તમામ ડોક્યુમેન્ટ લઈને આવતો હોય તો તે કામ પૂરું થવામાં પાંચ મિનિટથી પણ વધારે સમય લાગતો નથી

જ્યારે પણ દેશની અંદર બેન્કિંગને લખી નવી ટેકનોલોજી લોન્ચ થાય ત્યારે વરાછા બેંકમાં તત્કાલ લાગુ કરી દેવામાં આવે છે અને કર્મચારીઓને પણ સારામાં સારી ટ્રેનીંગ આપવામાં આવે છે. 1995 માં ક્લાર્ક તરીકે વરાછા બેંકની સાથે જોડાયેલા વિઠ્ઠલભાઈ ધાનાણી આજે ખુદ મેનેજર પદ ઉપર પહોંચી ગયા છે. પહેલા બેંકના વિવિધ ફોર્મ અંગ્રેજીમાં આવતા જે ભરવામાં ઘણી વખત તકલીફો પડતી હતી તેના કારણે બેન્ક કર્મચારીઓએ તેમના ફોર્મ ભરતા શીખવ્યું હતું અને સાથે સાથે ગુજરાતી ભાષામાં પણ ફોર્મ ભરવાનું શરૂ કરવામાં આવ્યું હતું

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM