વહેલી સવારે 50 વર્ષના વ્યક્તિ ગળાફાંસો ખાઈને સુસાઈડ કરી લીધો… દીકરીની ડોલી ઉઠે તે પહેલા પિતાની અર્થી ઊઠી…

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં સુસાઇડના બનાવ ખૂબ જ વધી ગયા છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક 50 વર્ષના વ્યક્તિએ સોમવારના રોજ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના બનતા જ પરિવારની ખુશીઓમાં માતમ છવાઈ ગયો હતો.
મૃત્યુ પામેલા વ્યક્તિના દીકરીના લગ્ન 29 નવેમ્બરના રોજ થવાના હતા. દીકરીની ડોલી ઉઠે તે પહેલા પિતાની અર્થી ઉઠતા હસતો ખેલતો પરિવાર વિખરાઈ ગયો છે. વ્યક્તિએ કયા કારણોસર સુસાઇડ કર્યું તેનું કોઈ પણ કારણ સ્પષ્ટ થયું નથી.
આ સુસાઇડની ઘટના લખનઉમાંથી સામે આવી રહી છે. અહીં પારકર રોડ પર ધારાસભ્યના નિવાસની કેન્ટીનમાં કામ કરતાં જય પ્રકાશ નામના 50 વર્ષના વ્યક્તિએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે.
સોમવારના રોજ જયપ્રકાશ સવારે સાત વાગ્યાની આસપાસ ડ્યુટી પર પહોંચી ગયા હતા. પછી લગભગ એક કલાક બાદ માહિતી મળી કે જય પ્રકાશે કેન્ટીનમાં દોરડાની મદદથી ગળાફાંસો ખાઈ લીધો છે. ઘટનાની જાણ થતા જ મૃતકના પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
પરિવારના સભ્યોની હાલત રડી રડીને ખરાબ થઈ ગઈ છે. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે. જયપ્રકાશની દીકરીના 29 નવેમ્બરના રોજ લગ્ન હતા.
જય પ્રકાશ એ પોતાની દીકરીના લગ્નના કાર્ડ પણ વેચી દીધા હતા. દીકરીની ડોલી ઉઠે તે પહેલા પિતાની અર્થી ઉઠતા પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં આ ઘટનાને લઈને પોલીસ વધુમાં તપાસ કરી રહી છે.
તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.