વડોદરામાં કોર્ટ રૂમમાં સિનિયર વકીલનું હાર્ટ એટેક આવવાના કારણે કરુણ મોત… હસતા ખેલતા પરિવારમાં માતમ છવાયો…

વડોદરામાં કોર્ટ રૂમમાં સિનિયર વકીલનું હાર્ટ એટેક આવવાના કારણે કરુણ મોત… હસતા ખેલતા પરિવારમાં માતમ છવાયો…

ગુજરાત રાજ્યમાં હાર્ટ એટેકના બનાવો ખૂબ જ વધી ગયા છે. ત્યારે વડોદરામાં બનેલી વધુ એક હાર્ટ એટેકની ઘટના સામે આવી રહી છે. મિત્રો વડોદરા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં હાર્ટ એટેકના બનાવમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.

વડોદરામાં કોર્ટ રૂમમાં સિનિયર ધારાશાસ્ત્રીનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઘટના બનતા જ વકીલોમાં ગમગમીનો માહોલ છવાઈ ગયો હતો.

વિગતવાર વાત કરીએ તો રાજકોટ શહેરના સોમા તળાવ પાસે રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં રહેતા અને વકાલતના વ્યવસાય સાથે સંકળાયેલા 53 વર્ષના જગદીશભાઈ ભીખાજીરાવ જાધવનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. જગદીશભાઈ વડોદરાના વકીલ મંડળના સિનિયર વકીલ છે.

તેમનું કોર્ટ રૂમમાં હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું હતું. જગદીશભાઈ દરરોજની જેમ દિવાળીપુરા વિસ્તારમાં આવેલી ન્યાય મંદિર કોર્ટ ખાતે કેસના બાબતે પહોંચ્યા હતા. જગદીશભાઈ કોર્ટ રૂમમાં હાજર હતા. આ દરમિયાન અચાનક જ તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને તે ત્યાં જ ઢળી પડ્યા હતા.

ત્યારબાદ 108 ની મદદથી તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે જગદીશભાઈને મૃત જાહેર કરી રહ્યા હતા. જગદીશભાઈ ના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારજનો અને વકીલ મિત્રોમાં માતમ છવાઈ ગયો હતો.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM