વડોદરામાં 100 ફૂટ ઊંડા કૂવામાં પડેલી ભેંસને બહાર કાઢતી વખતે એવી ઘટના બની કે.., જમાઈએ પોતાનો જીવ ગુમાવ્યો..!, દોરડું તૂટી જતાં…

વડોદરામાં 100 ફૂટ ઊંડા કૂવામાં પડેલી ભેંસને બહાર કાઢતી વખતે એવી ઘટના બની કે.., જમાઈએ પોતાનો જીવ ગુમાવ્યો..!, દોરડું તૂટી જતાં…

વડોદરાથી આપણી સામે એક ચોખાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં વડોદરા જિલ્લાની અંદર આવેલા ડેસર તાલુકાના વેજપુર ગામની અંદર એક ભેંસ પાડાથી બચવા માટે દોડી હતી ત્યારે અચાનક તે એક કૂવા ની અંદર ખાપકી ગઈ હતી. આ ભેંસ કુવાની ઉપર મૂકેલું પતરું તોડીને કૂવામાં કૂદી ગઈ હતી. કૂવામાંથી ભેંસને બહાર કાઢતી વખતે દોરડું તૂટી ગયું હતું અને, ને બહાર કાઢવા માટે સાસરીમાંથી આવેલા જમાઈનું ભેંસ નીચે  દબાઈ જવાના કારણે કરૂણ મોત નિપજ્યું છે.

વડોદરા ફાયર બ્રિગેડના અધિકારીઓ દ્વારા રાત્રીના સાડા ત્રણ વાગ્યાની આસપાસ ભારે જાહેર મત બાદ ભેંસ અને યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. આ બનાવ અંગે વેજપુર ગામના પંથક ની અંદર ભારે ખળભળાટ મચી ગયો છે. માહિતી મળી ગઈ છે કે ડેસર તાલુકા ની અંદર આવેલા વેજપુર વાટા ફળિયા ની અંદર રહેતા ઉદાભાઈ સનાભાઇ પરમાર ની ભેંસ તેના પાડા ને કારણે ભડકી ગઈ હતી અને દોડાદોડી કરતી હતી.

તે સમયે વિજય પુવાર ના ખુલ્લા વાડામાં અજાણી જગ્યા ઉપર આવેલા કુવા ઉપર ઢાંકેલા પતરા હોવા છતાં પણ ભેંસના વજનને કારણે સોમવારની સાંજના ચાર વાગ્યાની આસપાસ કુવાની અંદર ભેંસ ખાપકી ગઈ હતી. આરોપી કાંતિભાઈ તે સમયે ઉદાભાઈ પરમાર ની ભેંસ કુવાની અંદર પડી જતા વેજપુર ગામના લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને ભેંસને બહાર કાઢવા માટે અવનવા ઉપાયો અજમાવતા હતા.

આ દરમિયાન ઉદાભાઈ પરમાર ની પત્ની લીલાબેન ને પંચમહાલના એરલ ખાતે તેઓની દીકરી કોકિલા પરમારને ફોન કરીને આખી ઘટના વિશે જાણકારી આપી હતી અને કહ્યું હતું કે આપણી ભેંસ કૂવામાં પડી ગઈ છે. ત્યારે હેરાન ખાતે દીકરીના મકાનનો સ્લેબ ભરાતો હોવાથી તેનો ભાઈ પીન્ટુ પણ બહેનના ઘરે હાજર હતો. કૂવામાં પડેલી ભેંસને બહાર કાઢવા માટે હેરાનથી બાઈક ઉપર વેજપુર આવવા માટે તેનો ભાઈ નીકળી ગયો હતો

ત્યારે તેની સાથે બનેવી 38 વર્ષીય રાજુભાઈ પરમાર પણ વેજપુર આવી પહોંચ્યા હતા. અજાણ્યા કુવા ની અંદર બે થી ત્રણ કલાક પહેલા ભૂંડ પણ કુવાની અંદર પડી ગયું હોવાને કારણે અસહ્ય દુર્ગંધ આવતી હતી તેના કારણે ઉભું ન રહેવાય તેવી સ્થિતિ હતી. આમ છતાં જમાઈ રાજુભાઈ પરમાર કુવાની અંદરથી ભેંસ નો અવાજ આવતો હોવાને કારણે 100 ફૂટ ઊંડા જેટલા કુવાની અંદર દોરડા ની મદદથી ઉતર્યા હતા.

ભેંસના દોરડા વડે બાંધીને બહાર કાઢતી વખતે 40 ફૂટ જેટલા ઉપરથી દોડતું તૂટી ગયો હતો અને ભેંસ ફરી એક વખત કુવામાં ખાપકી ગઈ હતી. તેને કારણે ભેંસની નીચે જમાઈ રાજુભાઈ પરમાર દબાઈ ગયા હતા અને પાણી ખૂબ જ વધારે હોવાને કારણે તેઓનું અને ભેંસનું બંનેનું મોત નિપજ્યું હતું. ગામની અંદર બનેલી આ પ્રકારની કરણ ઘટનાને અંગે ગામના સરપંચે ફાયર બ્રિગેડ અરજી કાર્યોને જાણકારી આપી હતી અને 11 વાગ્યા સમયે પહેલા ભેંસનો મૃતદે બહાર કાઢ્યો હતો અને ત્યાર પછી અઢી વાગ્યાની આસપાસ રાજુભાઈ નો મૃતદેહ પણ બહાર કાઢવામાં આવ્યો હતો

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM