પત્નીનું મૃત્યુના, એક મહિના પછી, પતિ એ બનાવડાવી હતી તેની મૂર્તિ, કારણ જાણી ચોકી જશો..

0
526

તમે ધ્યાન આપ્યું હોય તો જ્યારે બે લોકો એકબીજાના પ્રેમમાં હોય છે ત્યારે તેઓ સાથે મરવા જીવવાના વાયદા કરતા હોય પણ જ્યારે તેઓ લગ્ન કરીને આગળ વધે છે ત્યારે સમય સાથે આ નીભવેલા વાયદા પણ ભુલાઈ જાય છે. ઘણી વખત તેમની વચ્ચે લડાઈ ઝઘડા પણ થતા હોય છે. જોકે બહુ ઓછા લોકો એવા છે, જેઓ આ વાતને આખી જિંદગી યાદ રાખે છે.

આવી જ કંઇક તમિલનાડુના બિઝનેસ મેન એ કર્યું છે. હકીકતમાં આ વ્યક્તિએ તેની પત્નીના મૃત્યુ પછી તેની યાદ ના આવે અને ઘરમાં તેની ખોટ ના પડે એટલે માટે તેની પત્નીનું પૂતળું ઘરમાં બનાવીને મૂકી દીધું છે. જેના લીધે જ્યારે પણ તેને તેની પત્નીની યાદ આવે છે તો તે પૂતળાને જોઈને શાંતિ નો અનુભવ કરે છે.

આ વ્યક્તિનું નામ સેથુરમન છે, જેઓ મદુરાઇ ખાતે નિવાસ કરે છે. તેમની પત્નીનું નામ એસ. પિછાંઈમાંની છે, જેઓનું 67 વર્ષની ઉમરે હાર્ટ એટેક ના લીધે નિધન થયું હતું. તેમના નિધન પછી સેથુરમન નિરાશ થઈ ગયા હતા અને એકલા હતાશા પણ અનુભવતા હતા, જેના પછી આ હતાશા દૂર કરવા માટે તેમને પોતાની હાજરીમાં એટલે કે ઘરમાં જ પત્નીનું મૂર્તિ બનાવી લીધી હતી.

તેઓ પત્ની વિશે વાત કરતાં કહે છે કે તેણીની મારા સુખ દુઃખ ની ભાગી છે. જ્યારે મે તેને ખોઈ નાખી ત્યારે હું એકલતા અનુભવતો હતો, જેને દૂર કરવા માટે મેં ઘરમાં જ મૂર્તિ બનાવી દીધી હતી. અત્યારે હું તેની સાથે જોડાઈ શકું છું.

તમને જણાવી દઈએ કે આ પ્રતિમા બનાવવા માટે રબર, પ્લાસ્ટિક અને ફાઈબર નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાથે તેમાં કરવામાં આવેલ રંગ પણ ઘણા વર્ષો સુધી ચાલી શકે છે. આ સાથે તેને આશરે 50 વર્ષ સુધી કંઈ થતું નથી. તેઓએ પત્નીની પ્રતિમા તેમના ઘર જ રાખી છે.