સાયકલ લઈને ટયુશને જવા નીકળેલા 9 વર્ષના બાળકને ટ્રેક્ટરે કચડી નાખ્યો…બાળકનું દર્દનાક મોત…

સાયકલ લઈને ટયુશને જવા નીકળેલા 9 વર્ષના બાળકને ટ્રેક્ટરે કચડી નાખ્યો…બાળકનું દર્દનાક મોત…

આજકાલ અકસ્માતના બનાવો ખૂબ જ વધી ગયા છે. ત્યારે હાલમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ઘરની બહાર માસુમ બાળકને રહેતીથી ભરેલા ટ્રેક્ટર-ટ્રોલીએ કચડી નાખ્યો હતો. આ અકસ્માતની ઘટનામાં માસુમ બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.

આ કારણોસર તેનું રિબાઈ રિબાઈને મોત થયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા દીકરાનું મૃતદેહ જોઈને માતા પિતાએ હૈયાફાટ રૂદન કર્યું હતું. આ અકસ્માતની ઘટના મુઝફફરનગરમાંથી સામે આવી રહી છે.

ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, મૃત્યુ પામેલા માસુમ બાળકનું નામ દીપક હતું અને તેની ઉંમર 9 વર્ષની હતી. મૃત્યુ પામેલો દીપક માતા પિતા નો એકનો એક દીકરો હતો. સોમવારના રોજ બપોરના સમયે દીપક ટ્યુશનમાં જવા માટે સાયકલ લઈને ઘરેથી નીકળ્યો હતો.

દિપક સાયકલ લઈને ઘરની બહાર નીકળ્યો ત્યારે રેતીથી ભરેલા ટ્રેક્ટર-ટ્રોલીએ દીપકને કચડી નાખ્યો હતો. અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા. પછી લોકો દીપકને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. અહીં હોસ્પિટલમાં હાજર ડોક્ટર દ્વારા બાળકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

દીકરાના મોત ના સમાચાર મળતા જ તેના પરિવારના સભ્યો અને સગા સંબંધીઓ હોસ્પિટલ ખાતે પહોંચે આવ્યા હતા. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે આરોપી ટ્રેક્ટર ચાલકને કસ્ટડીમાં લઈને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી હતી. આ ઘટના બનતા જ માતા પિતાએ એકનો એક લાડકવાયો દીકરો ગુમાવ્યો છે.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM