માંડ માંડ બચ્યા..! સુરતમાં ચાલુ ટ્રેનમાં ચડતી વખતે એક વ્યક્તિ સાથે કંઈક એવું થયું કે… વિડીયો જોઈને હૃદયના ધબકારા વધી જશે…

માંડ માંડ બચ્યા..! સુરતમાં ચાલુ ટ્રેનમાં ચડતી વખતે એક વ્યક્તિ સાથે કંઈક એવું થયું કે… વિડીયો જોઈને હૃદયના ધબકારા વધી જશે…

આજકાલ સ્પેશિયલ મીડિયા પર ઘણા એવા અકસ્માતો જોવા મળે છે જે જોઈને આપણે ચોકી જઈએ છીએ. સુરત રેલ્વે સ્ટેશન પર મુસાફરોના ધસારા વચ્ચે ઘણી વખત લોકો દોડી ને ચાલુ ટ્રેનમાં ચડવાની કોશિશ કરે છે. તેઓ સંતુલન ગુમાવતા દુર્ઘટના ઘટતી હોવાની અનેક ઘટનાઓ સામે આવતા છતાં પણ લોકો આ બાબતે બેદરકારી રાખે છે. આવી ફરી એક ઘટના સુરત રેલવે સ્ટેશન પર બની છે,

જેમાં એક મુસાફર ચાલુ ટ્રેનમાં ચડવા જતી વખતે સંતુલન ગુમાવતા પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે જગ્યામાં 10 મીટર સુધી ઢસડાયો હતો. જોકે સદનસીબે ફરજ પર હાજર RPF જવાનની સૂઝબૂઝથી મુસાફરનો જીવ બચી ગયો છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, સુરત રેલ્વે સ્ટેશન પર લાખોની સંખ્યામાં મુસાફરોની ચહલ પહલ રહે છે.

ઘણીવાર મુસાફરો ચાલુ ટ્રેનમાં ચડવાની કોશિશમાં દુર્ઘટનાને નિમંત્રણ આપે છે. ભૂતકાળમાં ઘણી આવી દુર્ઘટના સર્જાય છે અને તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તેમ છતાં લોકો ચેતવવાની જગ્યાએ વારંવાર આવી ભૂલ કરતા હોય છે, 29 મેના રોજ બપોરે આવી જ એક ઘટના ઘટી હતી જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

સુરત રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક મુસાફર પ્રાગ અશોક કુમાર ચાલુ હાવડા અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે ટ્રેનમાં ચઢતી વખતે તેનો પગ લપસી જતા તે ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેના ભાગમાં આવી ગયો હતો. તે 10 મીટર સુધી ઢસડાયો હતો,

ભગવાનની કૃપાથી એ જ પ્લેટફોર્મ પર ફરજ નિભાવી રહેલા જવાન સીતા બાલકરે મુસાફરનો જીવ બચાવી લીધો હતો. RPF જવાનની સાથે અન્ય મુસાફરોએ પણ અશોકભાઈ ને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો. મુસાફરને ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ઢસડાતા જોઈને જવાને તાત્કાલિક દોડીને અશોકકુમાર ને ખેંચીને તેનો જીવ બચાવી લીધો હતો. અશોક કુમારે જવાનો આભાર માન્યો હતો,

આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. વારંવાર રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોને અનેકવાર અપીલ કરવામાં આવે છે પરંતુ લોકો બેદરકારી રાખે છે. મુસાફરની નાની સરખી ચુકનું પરિણામ પોતે અને પોતાના પરિવારને ભોગવવું પડી શકે છે તેથી મુસાફરો એ ધ્યાનમાં લેવાની જરૂર છે કે આવી બેદરકારી ન કરવી જોઈએ.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM