ટ્રાફિક જામ દરમિયાન અચાનક જ જમીનમાં થયો મોટો ધડાકો, પછી તો કંઈક એવું બન્યું કે… કઠણ કાળજા વાળા લોકો જ વિડિયો જોજો…

ટ્રાફિક જામ દરમિયાન અચાનક જ જમીનમાં થયો મોટો ધડાકો, પછી તો કંઈક એવું બન્યું કે… કઠણ કાળજા વાળા લોકો જ વિડિયો જોજો…

આજકાલ સોશિયલ મીડિયા પર ઘણી એવી ઘટનાઓ સામે આવતી હોય છે જે જોઈએ આપણે ચોકી જઈએ છીએ. અચાનક જમીન ક્યાંક વિસ્ફોટ થાય તો ? સ્વાભાવિક છે કે આ વિસ્તારમાં અરાજકતા નું વાતાવરણ હશે, લોકો અહીં કહી ભાગવા લાગશે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં કંઈક આવું જ જોવા મળી રહ્યું છે.

આ એક ચોકાવનારી ઘટના છે, સામાન્ય રીતે રસ્તાઓ પર અકસ્માત થતા જોવા મળે છે. વાહનો એકબીજા સાથે અથડાતા હોય છે પરંતુ આ ઘટનાને જોતા એવું લાગે છે કે કોઈ ફિલ્મ ચાલી રહી છે. અચાનક જમીન ફાટી ગઈ છે અને તેના કારણે ચારે બાજુ ભયનો માહોલ છવાઈ ગયો છે. આ ઘટના દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગનો છે.

બન્યું એવું કે જમીનની અંદર જોરદાર બ્લાસ્ટ થયો અને પછી જમીનમાં વિસ્ફોટ થયો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે અનેક વાહનો હવામાં ઉછળ્યા હતા, મીડિયા રિપોર્ટ અનુસાર આ ભયાનક અને દર્દનાક દુર્ઘટના જમીનની અંદર ગેસની પાઇપલાઇન અચાનક ફાટવાની કારણે થઈ હતી. જેમાં એક વ્યક્તિનું મોત થયું હોવાનું અને ઘણા લોકો ઘાયલ થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

આ ઘટના બાદ તરત જ પોલીસ પ્રશાસન એક્શનમાં આવી ગયું હતું અને વિસ્તારને સંપૂર્ણ રીતે સીલ કરી દેવામાં આવ્યો હતો. આ સાથે ત્યાંની વીજળી પણ કાપી નાખવામાં આવી હતી, જેથી બીજી કોઈ મોટી અનિચ્છનીય ઘટના બનવાની શક્યતા ન રહે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે બ્લાસ્ટની સાથે જમીન ધસી ગઈ અને ઘણા વાહનો હવામાં ઉછળીને નીચે પડી ગયા. આ હૃદય દ્રાવક વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર @BernieSpofforth નામની આઈડી સાથે શેર કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે સત્તાવાળાઓ આ વાતને નકારી રહ્યા છે.

ગેસ લીક થવાથી વિસ્ફોટ થયો હતો, માત્ર 15 સેકન્ડ ના આ વિડીયો ને અત્યાર સુધીમાં બે લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. જ્યારે સેંકડો લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે, તે જ સમયે વીડિયો જોયા પછી લોકોએ અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આપી છે. કેટલાક કહી રહ્યા છે કે આ દુર્ઘટના ગેસ લીક થવાને કારણે થાય છે તો કેટલાક તેને ક્લાયમેટ ચેન્જ ની અસર કરી રહ્યા છે.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM