આને કહેવાય કિસ્મત.., આ રીતે રાકેશ ઝુનઝુનવાલા 1 દિવસ માં કમાયા 6000 કરોડ…

આને કહેવાય કિસ્મત.., આ રીતે રાકેશ ઝુનઝુનવાલા 1 દિવસ માં કમાયા 6000 કરોડ…

કહેવાય છે કે ભારતના દિગ્ગજ રોકાણકાર રાકેશ જુનજુનવાલા જે કોઈપણ શેર અને કંપનીમાં રોકાણ કરે છે. તે કંપની આવનારા દિવસોમાં ખૂબ જ વધારે પ્રોફિટ કરવા લાગે છે. હાલમાં જ રાકેશ ઝુનઝુનવાલા એ એક કંપની સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સ નો શેર ગુરુવારે શેરબજાર માં લિસ્ટ થયો હતો. માહિતી મળી છે કે શેર નું લિસ્ટિંગ ખૂબ જ નબળું થયું હતું. બજાર બંધ થવા સુધી ની અંદર આ શેરનો ભાવ રિકવર થઇ ગયો હતો.

ખાસ વાત તો એ છે કે આ શેર માં રાકેશ ઝુનઝુનવાલા એ ખાલી એક જ દિવસની અંદર ૬૦૦૦ કરોડનો ફાયદો થયો હતો. તમને જણાવી દઈએ કે રાકેશભાઈ દેશના ખૂબ જ મોટા દિગ્ગજ રોકાણકાર છે. સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સ ના શેરો નું શુક્રવારના દિવસે નબળું લિસ્ટીંગ થયું હતું.

તમને જણાવી દઇએ કે આ કંપનીના ઇસ્યુ કીમત ૯૦૦ રૂપિયા લેખે નેશનલ સ્ટોક એક્સચેન્જ ની અંદર આ શેરનો ભાવ ૬.૧૧ રૂપિયા ના ઘટાડાની સાથે ૮૪૫ રૂપે ખુલી ગયો હતો. વાત જ્યારે બોમ્બે સ્ટોક એકસચેન્જને કરવામાં આવે ત્યારે ૫.૭૦ ટકા નીચે ૮૪૮ રૂપિયે આ શેર ખૂલ્યો હતો.

ખાસ વાત તો એ છે કે જ્યારે કંપની ઈશ્યૂ કરતી વખતે સેબીને માહિતી આપી હતી કે, આ કંપનીની અંદર રાકેશ જુનજુનવાલા પણ ૧૪ ટકા હિસ્સેદારી ધરાવવાના છે. જો આપણે સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સ ના શેરના ભાવની વાત કરીએ તો એક દિવસના ઊંચા ગયેલા આ ભાવને કારણે ૯૪૦ ના લેખે રાકેશ ઝુનઝુનવાલા એ ૬૦૦૦ કરોડ રૂપિયા ની કમાણી કરી છે.આવું કહી શકાય.

રાકેશ ઝુનઝુનવાલા એ જણાવ્યું હતું કે ઇન્સ્યોરન્સ એ ભારત માં ઉભરતો ઉદ્યોગ છે. તમને જણાવીએ કે રીટેલ ઇન્શોરાન્સ સેક્ટર માં સ્ટાર હેલ્થ બજાર માં હિસ્સો ૩૧ ટકા છે. તમને જણાવી દઈએ કે સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સ આઇપીઓ 30 નવેમ્બરના રોજ ખૂલ્યો હતો. ૨ ડિસેમ્બર ના રોજ બંધ થયો હતો. જ્યારે માહિતી આપીએ કે આ કંપનીનો ઇશ્યૂ પ્રાઈઝ ૮૭૦ થી 900 રૂપિયા જેટલો રાખવામાં આવ્યો હતો.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM