લગ્ન થઇ ને દીકરી હજુ સાસરે પણ નહોતી પહોચી ને… પિતાનું થયું નિધન…, પિયર આવીને પિતાને આપી મુખાગ્ની…

લગ્ન થઇ ને દીકરી હજુ સાસરે પણ નહોતી પહોચી ને… પિતાનું થયું નિધન…, પિયર આવીને પિતાને આપી મુખાગ્ની…

દીકરીને સૌથી વાલા તેના પિતા હોય છે, અને પિતા પણ પોતાની વહાલસોયી દીકરી ને ખુબ જ પ્રેમ કરતા હોય છે. ગમે તેવો કઠણ બાપ પોતાની વ્હાલસોઈ દીકરી ને વળાવતી વખતે એક વખત જરૂર રડવા લાગે છે. તેવામાં ઘણી વખત એવા સમાચાર સામે આવતા હોય છે જેને જોઈને આપણે બે ઘડી વિચારવા લાગીએ છીએ. પુત્રીના લગ્નના દિવસે જ, બીમાર પિતા નું મૃત્યુ થતા પિતાની અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે, પુત્રીના લગ્ન કરીને તેને વળાવી દેવામાં આવી હતી.

જે પછી પુત્ર પોતાના સાસરે જાય છે અને સાસરે થી પિયર પાછી આવી ને, બીજી બે બહેનો ની સાથે પિતાની પિતાને અગ્નિદાહ આપે છે. આ કરૂણ ઘટના વાલીયા તાલુકાના ગીજરમ ગામે બની હતી. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે, લગ્ન હતા અને તે જ દિવસે પિતાના મૃત્યુ થવું તે કેટલું દુઃખ ભર્યું છે. અને તે જ દિવસે પિતાએ પોતાની વિદાય લેતા દીકરીને કેટલું દુઃખ લાગ્યું હશે તે આપણે સૌ જાણીએ છીએ.

ખરેખર વાત કરીએ તો ભરૂચ તાલુકા ની અંદર આવેલા વાલીયા તાલુકા ના ગીઝરમ ગામ ના વતની અને જે એસ હાઈસ્કુલ અંદર આચાર્ય તરીકે પોતાના સેવા આપી રહ્યા હતા, તેઓ નિવૃત્ત થઈ ગયા હતા, એનું નામ છે જશવંતસિંહ માંગરોલા. જશવંતસિંહ ને ત્રણ દીકરી છે. કોમલ રોશની અને ડોક્ટર શિવાની, તેમાંથી ડોક્ટર શિવાની ના લગ્ન મંગળવારના રોજ નક્કી કર્યા હતા.

તમને જણાવી દઈએ કે, આવા દીકરીના લગ્ન પ્રસંગે, દરેક લોકો ખુશખુશાલ હતા. તે સમયે જસવંતસિંહની તબિયત લથડતા, તેમની દિકરીના લગ્નની વિદાય પહેલા જ તેના પિતાનો સ્વર્ગવાસ થઈ ગયો હતો. આવી કરૂણ ઘટના ભગવાન કોઈના ઘરે ન બનાવે તે માટે પ્રાર્થના. પિતાની અંતિમ ઇચ્છા મુજબ, દિલ ઉપર ભાર આપીને પરિવારજનોએ દીકરી ની વિદાય કરી હતી. જે બાદ દીકરી સાસરે ગઈ. અને તરત જ તેમના પિતાને અગ્નિદાહ આપવા માટે ત્રણે દીકરીઓ ભેગા થઈને ઘરે આવ્યા હતા.

શિવાની દીકરી સાસરે ગયા અને તરત તેમના પિતાને, અગ્નિદાહ આપવા માટે પિયર પાછી આવી હતી. તેમજ ત્રણ દીકરીઓ એ ભેગા મળીને આની અંતિમવિધીમાં હાજર રહીને મુખાગ્નિ આપી હતી. આશિક કુટુંબ રાજપૂત સમાજ માટે પ્રેરણારૂપ સાબિત થયું છે. તમને જણાવી દઇએ કે આ સમગ્ર ઘટના ભરૂચ જીલ્લાની અંદર આવેલું વાલીયા તાલુકાના ગિઝરમ ગામના છે

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM