ગરીબ બાળકને 5 લાખ રૂપિયા ભેરેલું બેગ મળતા, અસલી માલિકને બેગ પાછુ આપ્યું, સ્કુલેએ બાળકને એક એવું ઇનામ આપ્યું કે…

ગરીબ બાળકને 5 લાખ રૂપિયા ભેરેલું બેગ મળતા, અસલી માલિકને બેગ પાછુ આપ્યું, સ્કુલેએ બાળકને એક એવું ઇનામ આપ્યું કે…

આપણા પૂર્વજો પણ આપણે એવી શિખામણ આપતા હોય છે કે તમારે તમારા બાળકોને ખૂબ જ નાનપણથી જ સારામાં સારા સંસ્કાર આપો. નથી તમારું બાળક મોટું થઈને ખૂબ જ સજ્જન વ્યક્તિ બને. ખાસ કરીને જો પરિવારના સંસ્કાર સારા હોય છે તેના બાળકો ઉપર ખૂબ જ સારા સંસ્કાર જોવા મળે છે. આવી જ ઘટના બરેલી નામના એક વિસ્તારમાંથી સામે આવી છે. આ વિસ્તારમાં રહેતો એક પરિવાર જ ઈમાનદારીથી ગરીબીમાં જીવન જીવી રહ્યો છે. આપણે વાલીઓ પોતાના બાળકોને ખૂબ જ સારા સંસ્કાર આપ્યા છે.

એવા જે પરિવારના બાળક ને, રૂપિયા ભરેલી એક બેગ મળી આવ્યા ત્યારે તેમણે જે કામ કર્યુ હતું તેનાથી ઈમાનદારી હજુ પણ જીવિત હોય તેનું એક સાર્થક ઉદાહરણ બની ગયું હતું. ઘટનાની વાત કરીએ તો, ઉત્તર પ્રદેશ ની અંદર આવેલા બરેલી જીલ્લાની અંદર એક ઈમાનદારીની મિશાલ ગરીબ પરિવારમાંથી સામે આવી છે. ખાસ કરીને આજના સમયમાં ખૂબ જ ઓછા લોકો જોવા મળે છે, કે જેને પૈસાથી ભરેલું બેક જો મારી આવે તો પણ તેઓ પોતાના મૂળ માલિકને પાછા આપે.

ખરેખર દસ વર્ષના માસુમ એક છોકરાને રસ્તા ઉપર પાંચ લાખ રોકડ રકમ ભરેલી એક બેગ મળી આવી હતી. તો આ બાળકે ઈમાનદારીથી આ બેગ મળ્યા પછી, તે બેગ ના મૂળમાલિક ની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ ઘણા બધા પ્રયત્નો કર્યા છતાં પણ, તેનો મૂળ માલિક મળ્યો નહોતો. તેના કારણે આ બાળક એ પૈસાથી ભરેલી બેગ તેના માતાને આપી દીધી હતી અને તેની માતાએ પણ ઈમાનદારીનો એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

માતાને આ સમગ્ર ઘટના વિશે માહિતી મળતાની સાથે જ, તેણે પોતાના બાળકને તાત્કાલિક ધોરણે જે જગ્યા ઉપરથી બેગ મળી હતી તે જગ્યા ઉપર પાછા જવા માટે કહ્યું હતું, જેનાથી પૈસાથી ભરેલા બેગ ના અસલી માલિક ને તે બાળકને શોધે ને તે વ્યક્તિને તેના પૈસા પાછા આપી શકે. આ બાળકે પોતાના માતા ની વાત માનીને પૈસા થી ભરેલી બેગ લઈને તે જગ્યા ઉપર પાછો આવ્યો હતો, ખૂબ જ ભારે તડકા ની અંદર લાંબા સમય સુધી તે બેગ ના અસલી માલિક ની રાહ જોઈને ઉભો રહ્યો હતો. અને ત્યાં વો હોતે બેગ ના માલિક ને શોધી રહ્યો હતો.

થોડા સમય પછી તે બેગનો અસલી માલિક તેની બેગ ને શોધતો શોધતો તે જગ્યાએ પહોંચી આવ્યો હતો, અને ત્યાર પછી આ બાળકે ઈમાનદારી રાખીને તેના અસલી માલિક ની બેગ આપી દીધી હતી. આ બાળકના પિતા એક ઓટો મેકેનિક છે અને પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ સારી નથી. આમ છતાં આ બાળકે ઈમાનદારીનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ સમાજમાં પૂરું પાડ્યું હતું. આજના સમયમાં આ બાળકની કહાની સાંભળીને તેની દરેક જગ્યાએ લોકો વખાણ કરી રહ્યા છે.

આ બાળક સાબરી પબ્લિક સ્કૂલ અને છઠ્ઠા ધોરણ ની અંદર અભ્યાસ કરે છે, તેમજ આ બાળકને ઈમાનદારી ના વખાણ આસપાસના લોકો જ નહીં અને પાડોશી નહીં પરંતુ આસપાસનાં ગામડાંના લોકો પણ કરવા લાગ્યા હતા. આ બાળકે કહ્યું હતું કે તેની માતાએ બેગને ખોલીને પૈસા ને જોયા હતા પરંતુ, બેગની અંદર રોકડ રૂપિયા બંધ હોવાને કારણે તે તરત બોલી હતી કે, જે વ્યક્તિના આ પૈસા પડી ગયા હશે તેની હાલત શું થઈ હશે??, આવું વિચારીને તાત્કાલિક ધોરણે માતા એ તેના બાળકને પૈસા પાછા આપવા માટે બેગ ને લઇ ને મોકલી આપ્યો હતો.

આ બેગ ના અસલી માલિક ફીરાસત હૈદરખાન એ જણાવ્યું હતું કે, જ્યારે તે આ વિસ્તારમાં કાર માં આ વિસ્તાર માં આવ્યા હતા, તેમજ રસ્તાઓ સાંકડા આવવાને કારણે તેના રીક્ષા કરી લીધી હતી. તેમના રોકડ રૂપિયા ભરેલી બેગ ને કપડાં થી ભરેલી બેગ માં રાખી હતી. પરંતુ રસ્તામાં આવતા સમયે કપડાં થી ભરેલી બેગ નું મોઢું ખુલ્લું રહી ગયું હતું અને થી ભરેલી બેગ નીચે પડી ગઈ હતી.

થોડા આગળ જતા સમયે તેને ખબર પડી હતી, કે કપડાં થી ભરેલું બેગ ખુલ્લું રહી ગયું છે અને કોઈ જગ્યાએ રસ્તામાં પડી ગયું છે. આ ભાઈએ રસ્તામાં ખૂબ જ બેક શોધવાની કોશિશ કરી પરંતુ તેને મળી આવ્યું નહીં. તેમજ આ બાળકને ઈમાનદારીની સ્ટોરી સોશિયલ મીડિયા પર કુબેર વાયરલ થઇ રહી છે તેના કારણે દરેક લોકો તેના વખાણ કરી રહ્યા છે, તેમજ આ બાળક જે સ્કૂલ માં ભણે છે તેના મેનેજમેન્ટ દ્વારા તેના એક વર્ષની ફી પણ માફ કરી દીધી છે.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM