મહિલા ભોપાલ થી રાજકોટ યુવક ને મળવા આવી…, પછી હોટલના રૂમ માંથી યુવક ના સોનાના દાગીના અને રોકડ રકમ લઇ ને છટકી ગઈ….

મહિલા ભોપાલ થી રાજકોટ યુવક ને મળવા આવી…, પછી હોટલના રૂમ માંથી યુવક ના સોનાના દાગીના અને રોકડ રકમ લઇ ને છટકી ગઈ….

પ્રેમ ખૂબ જ આંધળો હોઈ છે. અને લુટેરી દુલ્હન અને લૂંટેરી યુવતીઓ ના કિસ્સાઓ અવાર નવાર તમે સાંભળ્યા હશે. આવો જ એક કિસ્સો રાજકોટ થી સામે આવ્યો છે. રાજકોટના રજપુત પરા વિસ્તારમાં આવેલી હોટેલના સિટીઇન ના રૂમમાંથી ભોપાલથી મળવા આવેલી મહિલા,

એક વ્યક્તિના સોનાના દાગીના અને રોકડ રકમ લઈને ભાગી જવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટનાની જાણ થતાં રાજકોટ શહેરના ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસ ઘટના સ્થળે હાજર થઈ હતી. મહિલા રૂમમાં આવતી હોય ત્યાં સીસીટીવી કેમેરા પણ સામે આવ્યા છે.

તમને જણાવી દઈએ કે રાજકોટ શહેરની ક્રાઇમ બ્રાંચ તથા લોકલ પોલીસની અલગ અલગ ટીમ આરોપીને પકડવા માટે પાછળ પડી છે. જીઆરપીની મદદ લઈને આરોપી ઉર્વશી રામકિશન યાદવ ને ટ્રેન માથી તમામ મુદ્દામાલ સાથે થાનગઢ રેલવે સ્ટેશન પાસેથી પકડી પાડવામાં આવી હતી.

મળતી વિગતવાર માહીતી પ્રમાણે રાજકોટ શહેરના રાજપૂત પરા વિસ્તારમાં આવેલી હોટેલ સીટી ઈન માં રમેશભાઈ ધામેચા નામના એક પુરુષે એક મિટિંગનું આયોજન કર્યું હતું. આ મીટિંગ દરમિયાન તેઓ બાથરૂમ કરવા માટે બાથરૂમમાં ગયા ત્યારે, રૂમની અંદર ભોપાલની ઉર્વશી નામ ની મહિલા હાજર હતી.

રમેશ ધામેચા એ ઘરેણા અને રૂપિયા જે જગ્યાએ ઉતાર્યા હતા ત્યાંથી ઉર્વશી લઇને ફરાર થઇ ગઇ હતી. આ પછી પોલીસને જાણ કરતા રાજકોટ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી.

રમેશ ધામેચા નામના યુવકે પોલીસને જણાવ્યા પ્રમાણે સોનાના ઘરેણાં અને રોકડ રકમ લઈને મહિલા ભાગી ગઈ હતી. આ પછી પોલીસે હોટલના સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી. મહિલા કોણ છે અને ક્યાંથી આવી છે અને તેના મોબાઇલ નંબરના આધારે તેને પકડવાની કામગીરી હાથ ધરી હતી. તમે જણાવી દઈએ કે સમગ્ર મામલો બપોરના ૧.25 થી બે વાગ્યાની વચ્ચે બનાવ્યો હોવાનું સામે આવ્યું છે

Deshimoj TEAM