સુરેન્દ્રનગરમાં એક પિતાએ વ્હાલસોઈ દીકરીના લગ્ન પહેલા, હાથી પર ભવ્ય રીતે ફૂલેકુ કાઢ્યું.., જોવો વૈભવી ફોટાઓ..!

સુરેન્દ્રનગરમાં એક પિતાએ વ્હાલસોઈ દીકરીના લગ્ન પહેલા, હાથી પર ભવ્ય રીતે ફૂલેકુ કાઢ્યું.., જોવો વૈભવી ફોટાઓ..!

આજે જમાનો ખૂબ જ આધુનિક બની ગયો છે, તેવામાં ઘણી વખત ઊંચ નીચ ના ભેદભાવ લોકો કરતા આવ્યા છે. ખાસ કરીને દલિત સમુદાયના લગ્ન પ્રસંગ ની અંદર વરઘોડો નીકળે તો ઘણી વખત ઉચ્ચ જ્ઞાતિના સમુદાયના લોકો દ્વારા વિરોધ થવાના ઘણા બધા કિસ્સાઓ આપણી સામે અત્યાર સુધીમાં આવી ચૂક્યા છે. તેઓમાં સુરેન્દ્રનગર ની અંદર રહેતા દલિત સમુદાયના નટુભાઇ પરમાર ને, પોતાના લગ્ન પ્રસંગ ની અંદર વરઘોડો કાઢવાનો વસવસો રહી ગયો હતો.

પરંતુ નટુભાઈએ પોતાની વહાલસોયી દીકરી ના લગ્ન પ્રસંગે અંદર પોતાનું સપનું પૂરું કર્યું હતું. તેમજ પોતાની દીકરીના લગ્ન પ્રસંગ ની અંદર આખા ગામની અંદર ભવ્ય માં ભવ્ય ફુલેકુ કાઢવામાં આવ્યું હતું. એ પણ ઘોડી પર નહિ, પરંતુ પોતાની દીકરીને વિશાલ હાથી ઉપર બેસાડીને આખા ગામની અંદર ભવ્ય રીતે ફુલેકુ કાઢવામાં આવ્યો હતો. આ પ્રકારનો ફુલેકુ કાઢવા પાછળ નટુભાઇ પરમાર ની અંદર એક અનોખો દાખલો બેસાડવા માગતા હતા.

ખરેખર આખી વાત જાણીએ તો, સુરેન્દ્રનગર ની અંદર રહેતા દલિત સમુદાયના નટુભાઇ પરમાર નામના વ્યક્તિને, વર્ષો પહેલા પોતાના લગ્ન થયા હતા ત્યારે ઘોડી ઉપર ફુલેકુ કાઢવા નું સપનું અધૂરું રહી ગયું હતું. માહિતી મળી છે કે, તે સમયે ગામની અંદર રહેતા ઉચ્ચ જ્ઞાતિના સમુદાયના લોકોના વિરોધ ના ડરને લીધે તેઓ નું સપનું પણ અધૂરું રહ્યું હતું. સૌરાષ્ટ્રની અંદર આવેલા સુરેન્દ્રનગર પરમાર જણાવે છે કે, આજના આધુનિક જમાનાની અંદર પણ, દલિત પુરુષો ના લગ્ન પ્રસંગે અંદર ફુલેકુ કાઢવા બાબતે દર મહિનાની અંદર એક ફરિયાદ થતી હોય છે

આ પરિસ્થિતિમાં તમે બે દાયકા પહેલાંની સ્થિતિ કેવી હશે તે વિશે વિચારી શકો છો, એ સમયે હું પણ મારા લગ્ન પ્રસંગ દરમિયાન વરઘોડો કાઢવાનો વિચારતો હતો. પરંતુ મારા પરિવારના વડીલો એ તેનો ઇનકાર કરી દીધો હતો અને ત્યારે મેં નક્કી કર્યું કે મારા બાળકોને આ પ્રકારની પ્રથાનો ભોગ બનવા દેશ નહીં. નટુભાઇ પરમાર ના ઘરે, પોતાના ઘરે ૨૩ વર્ષની દીકરી ભારતી ના લગ્ન પ્રસંગનું આયોજન થયું હતું.

ત્યારે શુક્રવારના દિવસે ભારતી એ કહ્યું હતું કે, પોતાના લગ્નની અંદર ઘોડી નહીં પરંતુ હાથી ઉપર બેસીને આખા ગામની અંદર ફુલેકુ કાઢવા માંગે છે. નટુભાઇ પરમાર નિવેદનમાં જણાવે છે, આમ તો તેમાં સમાજની અંદર દીકરીઓના ફુલેકુ કાઢવાની મંજૂરી નથી. પરંતુ તે પોતાની દીકરી નું ફૂલેકું કાઢી ને સમાજની અંદર એક નવો ઉદાહરણ પુરૂં પાડવા માંગતા હતા. જેના કારણે દીકરીના લગ્ન પ્રસંગ પહેલા હાથી ઉપર બેસાડીને ભવ્ય ભવ્ય રીતે ફુલેકુ કાઢવાનું નક્કી કર્યું હતું

દીકરી નો ભવ્ય ફુલેકુ કાઢવા માટે અમદાવાદથી ખૂબ જ સુંદર હાથી મંગાવવામાં આવ્યો હતો, તેમજ ફુલેકુ કાઢ્યું હતું ત્યારે, હાથી ની ઉપર પોસ્ટર લગાવવામાં આવ્યા હતા કે, દીકરીને ભણાવો, દીકરીઓને ન્યાય આપો અને અધિકાર આપો. તેમજ હાથી ની ઉપર એક ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નો ફોટો પણ લગાવવામાં આવ્યો હતો. આવું કરીને નટુભાઇ પરમાર સમાજની અંદર એક નવો દાખલો બેસાડવા માગતા હતા.

નટુભાઇ પરમાર 2016 ની અંદર ઉના ની અંદર જ્યારે દલિતોને કોરડા મારવાની ઘટના બની હતી તે સમયે પણ ભારે ચર્ચામાં રહ્યા હતા. તે સમય દરમ્યાન તેમણે ગાયોના મૃતદેહની સાથે કલેક્ટર કચેરીની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. અને તેટલું જ નહીં પરંતુ દલિતો ના મુદ્દાઓ પર કામ કરવા માટે, અને બિમાર ગાયોની સંભાળ રાખવા માટે નવનિર્માણ ટ્રસ્ટ નામની એનજીઓ નું સ્થાપના પણ કરી હતી. તેમજ નટુભાઇ પરમારે એક પ્લાસ્ટિક નું સંગ્રહાલય પણ બનાવ્યું હતું.

આ નટુભાઇ પરમારની દીકરી ભારતી જનરલ નર્સિંગ એન્ડ મીડવાઇઝરી ની ડિગ્રી મેળવી છે. તેમજ આ દીકરી અત્યારે લીમડી જનરલ હોસ્પિટલની અંદર સ્ટાફ નર્સ તરીકે કામ કરે છે. ત્રણ ભાઈ બહેનો ની અંદર તે દીકરી સૌથી મોટી છે, જ્યારે નટુભાઇ પરમાર ના 21 અને ૧૯ વર્ષના બંને દીકરાઓ અત્યારે નર્સિંગનો અભ્યાસ કરી રહ્યા છે. મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે અને સમાજને સંદેશો ફેલાવવા માટે, નટુભાઇ પરમાર ના બંને દિકરાઓએ પોતાના પિતાને બદલે પોતાના માતાનું નામ સ્કૂલ ની અંદર રેકોર્ડમાં લખાવ્યું છે

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM