સુરતમાં હીરાના કારખાનાના મેનેજરે ઝેરી દવા ગટગટાવી જીવન ટુંકાવ્યું.., આપઘાત પાછળ હીરાના વેપારી…

સુરતમાં હીરાના કારખાનાના મેનેજરે ઝેરી દવા ગટગટાવી જીવન ટુંકાવ્યું.., આપઘાત પાછળ હીરાના વેપારી…

સુરત જેવા મોટા શહેરોની અંદર છાશવારે કંઈકને કંઈક ઘટના બનતી હોય છે. એવામાં સિંગાપુર વિસ્તારની અંદર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં હીરા દલાલે આપઘાત કરી લેતા ભારે દોડધામ મચી ગઇ છે. મૃતક યુવકની ઓળખ મુકેશ સોજીત્રા તરીકે થઈ છે. મૃત્યુ પામેલા મુકેશભાઈ ના ભાઈ કિશોરભાઈ સોજીત્રાએ પોલીસ સ્ટેશનની અંદર એક પોલીસકર્મી સહિત બે લોકોની સામે ફરિયાદ નોંધાવી છે. તેમ જ તેમના ભાઈએ ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા હતા

અક્ષર કરતા જણાવ્યું હતું કે વિપુલ મોરડીયા અને પરબતભાઈ જે મહિધરપુરા પોલીસ સ્ટેશનની અંદર ફરજ બજાવે છે અને તેઓ અન્ય લોકોની મદદથી મારા ભાઈ મુકેશ ને આત્મહત્યા કરવા માટે મજબૂર કર્યો હતો. ફરિયાદ પ્રમાણે જાણવા મળ્યું છે કે મુકેશ ઉર્ફે મગન સોજીત્રા તેમની ઉંમર માત્ર ૪૮ વર્ષ છે અને તેઓ મધ્ય પુરા ની અંદર આવેલા નંદુડોશીની વાડી એ એનું કારખાનું ધરાવતા વિપુલભાઈ મોરિયા ની ઓફિસમાં મેનેજર તરીકે નોકરી કરતા હતા.

તે વખતે મારા ભાઈ મુકેશ ની ઉપર ચોરીનો ખોટો આક્ષેપ મૂકીને પોલીસમાં અરજી કરાઈ હતી. તેમજ પોલીસ કર્મી પરબતભાઈ એ હીરા ના બદલે ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા આપી જવા માટે અને મારી ને ખોટી રીતે પૈસા આપવા બદલ દબાણ કરવામાં આવતો હતો અને માનસિક રીતે ત્રાસ આપવામાં આવતો હતો. જેને કારણે મુકેશે આપઘાત કરવાનો પ્રયાસ કરતા સારવાર માટે તાત્કાલિક ધોરણે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. મુકેશ નું હોસ્પિટલની અંદર જ ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. જેને કારણે પરિવારે આખરે પોલીસની મદદ માગી છે

મુકેશ મૃત્યુ થતાં ની સાથે જ પરિવાર હોસ્પિટલ પહોંચી ગયો હતો અને પોસ્ટમોર્ટમ કરાવતાં ભારે ગંભીર ઈજાના નિશાન મળી આવ્યા હતા તેને કારણે પરિવારે હોબાળો મચાવ્યો હતો. કિશોરભાઈ ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે, 20 તારીખ ના રોજ હું નોકરી કરતો હતો અને મુકેશ ની પત્ની નો ફોન આવ્યો હતો કે. મુકેશ આત્મહત્યા કરવાની કોશિશ કરી છે તેને કારણે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. જ્યારે મેં હોસ્પિટલની અંદર જઈને જોયું ત્યારે મુકેશ હિમાંશી વિભાગમાં હતો અને ત્યાં હાજર ડોક્ટર દ્વારા જણાવ્યું હતું કે, તેની હાલત ખુબ જ નાજુક છે.

મારા ભાઈ મુકેશ ની ઉપર વિપુલ મોરડીયા નામના યુવકે હીરાનું કારખાનું ચલાવે છે તેણે હીરાની ચોરીનો ગંભીર આક્ષેપ લગાવ્યો હતો અને પૈસાની ઉઘરાણી કરતા હતા. તેનાથી મારા ભાઈ મુકેશને 23 તારીખ અને 24 તારીખની 10:00 આસપાસ મહિધરપુરા પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. અને અઢી વાગ્યાની આસપાસ કેટલાક લોકો ઘરે મુકવા આવ્યા હતા. પોલીસ સ્ટેશનની અંદર મુકેશને પરબત અને એના ત્રણ અન્ય પોલીસ કર્મીઓ દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો હતો અને હીરાના બદલે મસમોટી રકમ વસુલવામાં આવતા હતા.

આ સમગ્ર ઘટનાને લઇને તેમના મોટા પપ્પા નો દીકરો શાંતિભાઈ સોજીત્રાએ મોબાઇલ થી શાંતિભાઈ ના મોબાઈલ ઉપર થયેલી વાતચીત રેકોર્ડ કરી હતી અને મુકેશ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પોલીસ દ્વારા હીરાની ચોરીનો આક્ષેપ કરીને ખુબ જ માર્યો છે અને પૈસા માટે વિપુલ દબાણ કરે છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે મૃત્યુ થયા પછી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને તેના શરીર ઉપર મારવાના નિશાનો મળી આવતા પોલીસ દ્વારા મારવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના બાબતે પોલીસે પોલીસ કર્મી પરબત અને હીરાના કારખાના વિપુલ સહિત પાંચ લોકોની સામે પોલીસ ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM