સુરતમાં હીરાના ક્લાસ ચલાવનારા યુવકે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.., જાણો યુવકે શા માટે આ પગલું ભર્યું…

સુરતમાં હીરાના ક્લાસ ચલાવનારા યુવકે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.., જાણો યુવકે શા માટે આ પગલું ભર્યું…

છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર હત્યા અને આત્મહત્યા જેવા કિસ્સાઓ મોટામાત્રા સામે આવી રહ્યા છે. ખાસ કરીને સુરત અમદાવાદ રાજકોટ જેવા શહેરોની અંદર છાશવારે આત્મહત્યાની ઘટના બની રહી છે. ખાસ વાત તો એ છે કે, ગઈકાલે એક હીરાના કારખાનામાં મેનેજરની નોકરી કરતા યુવકે આપઘાત કરતાં ભારે દોડધામ મચી ગઇ હતી. તેવામાં ફરી એક વખત સુરત શહેરમાંથી ૨૭ વર્ષના યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું એવી ઘટના બની છે.

૨૭ વર્ષના આ યુવકોએ અચાનક આ પ્રકારનું પગલું ભરી લેતા, ભારે અફરાતફરી મચી ગઇ હતી. યુવકનું મૃત્યુ થતાં ની સાથે જ પરિવાર ની અંદર શોક નું મોજું ફરી વળ્યું હતું. મળતી માહિતી પ્રમાણે જાણવા મળ્યું છે કે મૃત્યુ પામનાર યુવકનું નામ રાહુલભાઈ પ્રભાકર ભાઈ હતું. જ્યારે આ યુવકની ઉંમર માત્ર માત્ર ૨૭ વર્ષ હતી. જ્યારે આપણે આ યુવકના ધંધા વિશે વાત કરીએ તો તેઓ પનાસમાં હીરા બનાવવાના કારખાના માં ક્લાસ ચલાવતો હતો.

રાહુલ નામના આ યુવકે પોતાના પરિવારની સાથે પનાસ ગામ માં આવેલા મનપા આવાસ નજીક પ્રજ્ઞા નગરની અંદર રહેતો હતો. ખરેખર રાહુલે ગુરુવારના દિવસે પંખાની દુપટ્ટો બાંધીને તેની સાથે લડકી ને ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. તેમજ આ પ્રકારની ચોકાવનારી ઘટના બનતાની સાથે જ ભારે અફડા-તફડી મચી ગઇ હતી. ૨૭ વર્ષના જુવાનજોધ દીકરા એ ચોંકાવનારી રીતે આપઘાત કરતા આખો પરિવાર ભાંગી ગયો છે.

આખી ઘટનાની જાણકારી મળતાની સાથે જ પોલીસે ઘટના સ્થળ ઉપર આવી પહોંચી હતી અને, મળતી માહિતી પ્રમાણે જાણવા મળ્યું છે કે રાહુલે સાસરિયા વાળા ના કારણે કંટાળી ને ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું હોય તે પ્રકારની માહિતી મળી રહી છે. અત્યારે સાસરિયાઓના ત્રાસના કારણે આપઘાત કરનારા યુવકની સંખ્યામાં ખૂબ જ મોટો વધારો થઈ રહ્યો છે.

માહિતી મળી રહી છે કે રાહુલ નામના ૨૭ વર્ષના આ યુવકના લગ્ન થયા પછી પોતાની પત્ની સાથે તેના સાસરિયા વાળા ની બાજુના મકાન રાખીને રહેવા લાગ્યો હતો. તેમજ માહિતી મળી છે કે રાહુલને તેની પત્ની અને સાસુ કોઇને કોઇ બાબતે ત્રાસ આપી હતી. ખરેખર રાહુલે આ પ્રકારનું ચોંકાવનારુ હજુ પણ ખાસ કયા કારણે થયું છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી.

એ પ્રકારની માહિતી મળી છે કે રાહુલને તેની પત્ની અને સાસુ દ્વારા વારંવાર કોઈને કોઈ પણ વાતને લઈને ઝઘડો કરતી હતી અને તેની ઉપર ત્રાસ ગુજારતી હતી, જેના કારણે રાહુલે આ લોકોના ત્રાસથી કંટાળીને પંખાની સાથે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. એટલું જ નહીં રાહુલના પરિવારે જણાવ્યા પ્રમાણે જાણવા મળ્યું છે કે પત્ની કોઈ ને કોઈ વાતને લઈને રાહુલને ઘરની બહાર કાઢી મુકી હતી. ચાવડા પરિવાર ના લોકોનો આક્ષેપ છે કે સાસરિયાઓએ ફાંસી આપી ને રાહુલ નો જીવ લઇ લીધો હશે.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM