પતિના મૃત્યુ પછી ઘર અને 2 બાળકોની જવાબદારી આ મહિલા પર આવી ગઈ.., પરિવારની પરિસ્થિતિ વિષે જાણીને રડી પડશો..!

પતિના મૃત્યુ પછી ઘર અને 2 બાળકોની જવાબદારી આ મહિલા પર આવી ગઈ.., પરિવારની પરિસ્થિતિ વિષે જાણીને રડી પડશો..!

એવું કહેવાય છે ને કે, આખો પરિવાર ઘરના મોભી ઉપર ચાલતો હોય છે.  પરંતુ જ્યારે ઘણા પરિવારની અંદર, તો ઘરના મોભીનો જ મૃત્યુ થતું હોય ત્યારે, આંખો પરિવાર વેરવિખેર થઈ જાય છે.  અને ઘણો બધો આર્થિક મુશ્કેલીમાં મુકાઈ જતો હોય છે.  જ્યારે પરિવારનો મોભી દુનિયા છોડીને ચાલ્યો જતો હોય છે.  ત્યારે તેમના પરિવારની પણ આર્થિક પરિસ્થિતિ સારી ન હોય ત્યારે, તેની પાછળના લોકોને ઘણી બધી મુશ્કેલી ભોગવવી પડતી હોય છે.

તેમજ ઘણીવાર તો રડતા રડતા દિવસો પણ કાઢવા પડતા હોય છે, આજના સમયમાં એવા ઘણા બધા પરિવાર છે કે, જેમને સામાન્ય જીવન જીવવા માટે પણ ઘણી બધી નાની મોટી મુશ્કેલીઓમાંથી અને સમસ્યાઓમાંથી પસાર થવું પડતું હોય છે.  એવામાં આજે આપણે સુરતના એક એવા પરિવાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.  જેમાં આખા પરિવારની જવાબદારી એક મહિલા ઉપર આવી ગઈ છે,

જ્યારે પરિવારના કમાવનાર અને મોભીનું નિધન થતું હોય, ત્યારે પરિવારના બીજા લોકોને પણ જીવન જીવવું ખૂબ જ મુશ્કેલ બની જતું હોય છે.  તેવું જ કંઈક સુરતની અંદર રહેતી આ મહિલાની સાથે બન્યું છે. સુરતની આ મહિલા વિશે વિસ્તૃતમાં વાત કરીએ તો, આ મહિલાનું નામ અસ્મિતાબેન છે.  જેના પતિનો કેન્સરના કારણે કરુણ મોત નિપજ્યું છે.

જ્યારે અસ્મિતાબેન ના પતિનું નિધન થતાં બે બાળકો અને આખા પરિવારની જવાબદારી તેમના ઉપર આવી ગઈ છે.  તમને જણાવી દઈએ કે અસ્મિતાબેનને બે નાનકડા બાળકો છે, અને તેમને અસ્મિતાબેન મહેનત કરીને બાળકોને ભણાવી રહ્યા છે.  એટલું જ નહીં પરિવારનું ગુજરાન ચલાવવા માટે અસ્મિતાબેન સાડી માં સ્ટોન લગાડવાનું પણ કામકાજ કરે છે.

આજના સમયમાં આ મહિલાની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી બની ગઈ છે, અને એટલું જ નહીં જ્યારથી તેના પતિ બીમાર હતા.  ત્યારથી કેન્સરની બીમારીના સારવાર માટે પણ પૈસા ઉછીના લેવા પડ્યા હતા.  અને તેમનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું, પરંતુ લાંબુ જીવી શક્યા નહીં અને તેમનું નિધન થયું હતું. પતિના નિધન બાદ ઘરની બધી જ આર્થિક જવાબદારી આ મહિલાએ ઉપાડી લીધી હતી. આજે અસ્મિતાબેન તેમના બંને બાળકોને માતા અને પિતાનો બંનેનો પ્રેમ એક સાથે આપી રહ્યા છે

અસ્મિતાબેન ના પતિ જ્યારે કેન્સરથી પીડાતા હતા, ત્યારે તેમની સારવાર કરવા માટે પણ અસ્મિતાબેને ઘણા બધા લોકોની પાસેથી મદદ લીધી હતી, અને પૈસા પણ લીધા હતા. આજના સમયમાં અસ્મિતાબેન પોતે જ મહેનત કરીને તેના બાળકોને ભરણપોષણ કરી રહ્યા છે, અને ઉછેર કરી રહ્યા છે.  માત્ર એટલું જ નહીં અસ્મિતાબેન આજના દિવસે દિવસ અને રાત એક કરીને પોતાનું ગુજરાન ચલાવવા માટે ખૂબ જ કામ કરવા માટે અને ખૂબ જ મહેનત કરવા માટે મજબુર બન્યા છે.

આજના સમયમાં ઘણા લોકોનું જીવન એવું હોય છે કે, આખી જિંદગી સુખમાં વીતી જાય છે.  અને ઘણા લોકોનું જીવન એવું હોય છે કે, તેમના જીવનની અંદર ક્યારેય સુખ નામની વસ્તુ આવતી જ નથી.  આવું જ કંઈક અસ્મિતાબેનની સાથે થયું છે.  તેમના પરિવારના મોભી એટલે કે તેના પતિનું કેન્સર ને કારણે મૃત્યુ થતાં ઘરની આખી જવાબદારી તેમના ઉપર આવી ગઈ છે. ત્યારે પોપટભાઈ ફાઉન્ડેશન દ્વારા આ મહિલાને બને એટલી મદદ કરી હતી. તેમજ જરૂરિયાતમંદ અને નિરાધાર લોકોની મદદ કરવા માટે તમે પણ આ નંબર ઉપર ફોન કરી શકો છો 7600900300

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM