શિક્ષક અને વિદ્યાર્થીઓ એકબીજાને ગળે વળગીને ધૃષ્કેને ધૃષ્કે રડી પડ્યા… વાયરલ વિડિયો જોઈને આંખોમાં આંસુ આવી જશે…

હાલમાં સોશિયલ મીડિયામાં ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે જેને જોઈને આપણને પણ રડવું આવી જાય છે. સોશિયલ મીડિયાની દુનિયામાં દરરોજ આશ્ચર્યજનક વિડીયો સામે આવતા હોય છે. હાલમાં આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને તમારી આંખો ભીની થઈ જશે.
શિક્ષકો આપણા બધાના જીવનમાં મહત્વની ભૂમિકા ભજવે છે અને તેઓ આપણને ઉજવળ માર્ગ બતાવે છે. એવું કહેવાય છે કે માતા-પિતા પછી આપણા બધાના જીવનમાં શિક્ષકોનું બહુ મોટું યોગદાન હોય છે. આજે અમે તમને એક એવા શિક્ષકનો વિડીયો બતાવવા જઈ રહ્યા છીએ જે જોઈને તમે પણ ઈમોશનલ થઈ જશો.
આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, વીડિયો જોયા પછી લોકો કહી રહ્યા છે કે આવા શિક્ષકો હોવા જોઈએ. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક બાળક શિક્ષકને ગળે લગાડીને રડી રહ્યો છે.શિક્ષક પણ આ બાળકને ખૂબ જ પ્રેમથી ગળે લગાડ્યો છે, આ ક્ષણ ખરેખર હૃદય દ્રાવક છે.
View this post on Instagram
વીડિયોમાં તમે જોઈ શકો છો કે અન્ય બાળકો પણ તેમના શિક્ષક માટે રડી રહ્યા છે. આ વિડીયોમાં એક શિક્ષક તેના વિદ્યાર્થીઓ સાથે કેવો સંબંધ બાંધ્યો છે તે દેખાય છે અને શિક્ષકના ચહેરા પર પણ આછું સ્મિત જોઈ શકાય છે. આ વિડીયો એક ઈન્સટ્રાગ્રામ યુઝરે શેર કર્યો છે અને વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે.
વિડીયો પર લોકોની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે, એક યુઝરે લખ્યું કે આ વિડીયોથી આંખોમાં આંસુ આવી ગયા છે. અન્ય એક યુઝરે લખ્યું કે આપણી પાસે પણ એવા શિક્ષક હોત જેમના માટે આપણે રડીએ. એક યુઝરે લખ્યું કે તે એક અદભુત શિક્ષક છે, વિડીયો પર ઘણા લોકોને પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે જે હૃદયને સ્પર્શી જાય તેવી છે.
તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.