શ્રાવણ માસમાં શા માટે ન કરવું જોઈએ દારૂ અને નોન-વેજનું સેવન.??, જાણો તેની પાછળનું વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણ…

અત્યારે વિધિવત રીતે ભગવાન ભોળાનાથની ઉપાસના કરવા માટે પવિત્ર શ્રાવણ સારામાં સારો અને શ્રેષ્ઠ સમય શરૂ થઈ ચૂક્યો છે. ધાર્મિક માન્યતા પ્રમાણે આ મહિનાની અંદર ભગવાન શિવની પૂજા કરવાથી ખૂબ જ સારામાં સારું અને વિશેષ ફળ મળે છે. ઉપરાંત આ શ્રાવણ મહિનાની અંદર ડુંગળી મસાહારી અથવા તો દારૂ જેવી ઘણી બધી તામસીક વસ્તુઓનું સેવન કરવું વર્જિત છે. તેમની પાછળ ધાર્મિક કારણની સાથે સાથે રસપ્રદ વૈજ્ઞાનિક કારણ પણ જોડાયેલું છે.
શ્રાવણ માસના પવિત્ર મહિનામાં માસ અને માછલી ખાવાની મનાઈ છે. એવું માનવામાં આવે છે કે શ્રાવણ મહિનાની અંદર આવી બધી વસ્તુ ખાવાથી પાપ થાય છે. સાથે સાથે આ માન્યતા ની પાછળ વૈજ્ઞાનિક કારણ પણ આપવામાં આવ્યા છે. પત્રિકા ડોટ કોમ ના એક અહેવાલ પ્રમાણે જાણવા મળી રહ્યું છે કે નોઈડા ના એક નિવાસી વરિષ્ઠ ચિકિત્સક, ડોક્ટર એન કે શર્માનું કહેવું છે કે શ્રાવણ મહિનાની અંદર નોનવેજ ખાવું ટા ળવું જોઈએ.
તમને જણાવી દઈએ કે, અત્યારે વરસાદની મોસમ છે અને તેની અંદર ઘણા બધા જીવજંતુઓ હોય છે તેમજ ઘણા બધા પ્રાણીઓ તેમને ખાય છે. જેના કારણે તેઓ તેમના શરીરની અંદર પહોંચે છે અને જો કોઈ વ્યક્તિ એનું સેવન કરે છે તો પછી તે રોગો ને લોકો પોતાના શરીરની અંદર આમંત્રણ કરે છે. આ કારણે ડોક્ટર પણ શ્રાવણ મહિનાની અંદર તેનું સેવન કરવાની મનાઈ ફરમાવે છે
ગર્ભવતી માદા નું ભોજન કરવું માનવામાં આવે છે અતી ભારે પાપ :– આ સિવાય એવો માનવામાં આવે છે કે વરસાદી ઋતુઓએ પ્રાણીઓના પ્રજનન માટે ઉત્કૃષ્ટ સમય હોય છે અને હિન્દુ ધર્મની અંદર ગર્ભવતી માતાની હત્યા કરવી એ પાપ સમાન માનવામાં આવે છે. વળી ડોક્ટરના જણાવ્યા પ્રમાણે ગર્ભવતી માદા ને ખાવું એ મનુષ્યના હાલ સમસ્યા પણ થઈ શકે છે આ કારણે શ્રાવણ મહિનાની અંદર નોનવેજ ફૂડ પણ વર્જિત છે
દારૂનું સેવન કરવાથી માનવ શરીર થઈ શકે છે બીમાર :- આ પ્રકારની સીઝન ની અંદર નોનવેજ સિવાય દારૂ પીવાની પણ મનાય છે. જોકે આખા વર્ષ દરમિયાન દારૂ પીવાની મનાઈ હોય છે પરંતુ શ્રાવણ મહિનાની અંદર દારૂ પીવાની સખત મનાઈ હોય છે. વરસાદની મોસમમાં તાપમાનની ખુબ જ વધારે વધઘટ થતી હોય છે વળી આ પ્રકારની સીઝનની અંદર ભેજનું પ્રમાણ પણ ખૂબ જ વધારે વાતાવરણ ની અંદર હોય છે.
તબીબોના મતે આલ્કોહોલના સેવનથી શરીરનું તાપમાન નોંધપાત્ર રીતે વધી જાય છે અને વરસાદની અંદર તેની સ્વાસ્થ્ય ઉપર ખૂબ જ ખરાબ અસર પડી રહી છે. વરસાદી વાતાવરણની અંદર હવામાનમાં આલ્કોહોલ પીવાથી પાચન ક્રિયા હૃદયના રોગો તેમાં શરીરનો દુખાવો કે તાવ જેવી ઘણી બધી બીમારીઓ પણ થઈ શકે છે
તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.