બે બાળકોના પિતા સૈફ સાથે કરીનાને, લગ્ન કરવા તે નાની વાત નહોતી..!, પણ આ કારણે કરવા પડ્યા હતા લગ્ન

0
292

આજે સૈફ અલી ખાન અને કરીના કપૂરને સ્ટાર કપલ તરીકે ઓળખવામાં આવે છે. તેમના લગ્ન 16 ઓકટોબર 2012ના રોજ થયા હતા. જોકે લગ્નના આટલા વર્ષો પછી પણ તેઓ સાથે ખુશીથી જીવન જીવી રહ્યા છે. હાલના કરીના બીજા બાળકની માતા બની છે એટલે કે કહી શકીએ કે સૈફિના બે પુત્રોના માતાપિતા છે. આ સાથે કરીના સૈફ કરતા 10 વર્ષ નાની છે.

તમને જણાવી દઈએ કે સૈફ માટે કરીના સાથે બીજા લગ્ન હતા. હા, કરીના પહેલા સૈફ અમૃતા સિંહ સાથે લગ્ન કરી ચૂક્યો હતો. જોકે બાદમાં બંને ના છૂટાછેડા થઇ ગયા હતા. જેના પછી કરીના સૈફના જીવનમાં આવી હતી અને તેઓ લગ્ન કરવા માંગતા હતા. એક મુલાકાતમાં કરીનાએ કહ્યું હતું કે મારા સૈફ સાથે લગ્ન કરવા આસાન નહોતો, કારણ કે એ સમયે મને ઘણા લોકોએ કહ્યું હતું કે તારે સૈફ સાથે લગ્ન કરવા જોઈએ નહીં

કરિનાએ આગળ કહ્યું કે જ્યારે મે સૈફ સાથે લગ્ન કરવાનો મક્કમ નિર્ણય લઈ લીધો હતો ત્યારે ઘણા લોકો મારા વિરોધમાં હતા. તેઓ કહેતા હતા કે સૈફે પહેલાથી જ છૂટાછેડા લઈ લીધા છે અને તેમને પણ બે બાળકો છે, જે તારું ધ્યાન રાખી શકશે નહીં.

આગળ કહેતા કરીના કહે છે કે લોકો એમ પણ કહેતા હતા કે તેમની સાથે લગ્ન કરવાથી તમારી કારકિર્દી ડૂબી જશે. જોકે મે પણ મનમાં નક્કી કરી લીધું હતું કે લગ્ન કરવા તો સૈફ સાથે જ કરવા છે. જેના પછી મેં લોકોની વાતો ભૂલીને સૈફ સાથે લગ્ન કરવા તૈયાર થઈ હતી.

તે સમયે ઘણા કપલ લગ્ન કર્યા પછી પણ તેમના સબંધોને છુપાવતા હતા. જોકે સૈફ અને કરિનાએ આવું ક્યારેય કર્યું નહોતું. તેઓ આજે પણ ખુલ્લેઆમ પોતાની બધી જ વાતો લોકો સાથે શેર કરે છે. જોકે લગ્ન કર્યા પછી લોકોની બધી જ વાતો ખોટી પડી હતી. કારણ કે આજે પણ અભિનેત્રી પોતાની કારકિર્દીમાં ટોચ પર છે અને બધાનું મનોરંજન કરી રહી છે.