અમદાવાદની સાબરમતી નદીએ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું, ગાંડીતુર સાબરમતીમાં એવા મોજા આવ્યા કે… જુઓ વાયરલ વિડિયો….

અમદાવાદની સાબરમતી નદીએ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું, ગાંડીતુર સાબરમતીમાં એવા મોજા આવ્યા કે… જુઓ વાયરલ વિડિયો….

ગુજરાત રાજ્યમાં વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ છે, ત્યારે અમદાવાદમાં આજે પણ હળવો વરસાદી યથાવત છે. ગઈકાલે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. જેને પગલે અનેક વિસ્તારોમાં મોટું નુકસાન થયું હતું, કમોસમી વરસાદને કારણે ખેડૂતો પણ ચિંતાતુર થયા હતા.

વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં આજે પણ ઘણા વિસ્તારોમાં હળવેથી ભારે વરસાદ ચાલુ છે. ત્યારે ગઈકાલે ભારે વરસાદથી અમદાવાદની સાબરમતી નદી ગાંડીતૂર થઈ હતી, અને તોફાની સ્વરૂપ ધારણ કર્યું હતું. રવિવારે સાંજે અચાનક જ વીજળીના કડાકા ભડાકા સાથે અમદાવાદ શહેર પર મેઘરાજા તૂટી પડ્યા હતા. સાથે જ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વરસાદ નોંધાયો હતો,

આંકડા પર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 91 તાલુકામાં સામાન્યથી લઈને અઢી ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ 2.5 ઈંચ બેચરાજી આગળ છે, જ્યારે દાતા અને અમદાવાદ શહેરમાં 2.14 ઇંચ વરસાદ નોંધાયો હતો. સાથે સાથે જોટાણા,બાવળા, કલોલ, વડાલી, સિહોર, નડિયાદ, કડી અને પેટલાદ સહિતના ઘણા તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

રવિવારની સાંજથી જ શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે અમદાવાદના ઘણા વિસ્તારોમાં તારાજી સર્જાઈ હતી. સાંજના છ વાગેથી શરૂ થયેલો વરસાદ રાતના 11:30 વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો. જેના કારણે આઈ. પી.એલ ની ફાઇનલ પણ બીજા દિવસે ધકેલાઈ હતી, આ સાથે જ રાણીપના મેટ્રો સ્ટેશન પર ભારે પવનને કારણે ડ્રોમ ફ્રેમ મેટલ ડિરેક્ટર તૂટી પડ્યું હતું.

ટર્મિનલ માં પાણી ભરાયા હતા, કરા સાથે ભારે વરસાદ પડતા અમદાવાદની સાબરમતી નદી ગાંડીતૂર થઈ હતી. ભારે પવનને કારણે સાબરમતી નદીમાં દરિયા જેવા મોજા ઉછળતા હતા, જાણે મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવી રીતે સાબરમતીમાં પાણી ખખળી રહ્યું હતું. કલાકો સુધી સતત વરસાદ વરસતા સાબરમતીમાં પાણીનું લેવલ વધી ગયું હતું, જેને પગલે વાસણા બેરેજના બે દરવાજા ખોલવા પડ્યા હતા.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM