ઋષિ કપૂરના લગ્નમાં સ્વર્ગની અપ્સરા જેવી દેખાતી હતી નીતુ સિંહ, જોવો લગ્નના ખાસ ફોટાઓ..

0
297

તમને ખ્યાલ જ હશે કે બોલીવુડ જગતમાં દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂર હાલમાં આપણી વચ્ચે નથી. તેઓનું કેન્સરને લીધે મૃત્યુ થયું હતું, જોકે આજે પણ ચાહકોના દિલમાં ઋષિ કપૂર તેમના અભિનય અને ખુશમિજાજ સ્વભાવને કારણે રાજ કરી રહ્યા છે. તેઓને ક્યારેય ભુલાઈ શકે તેમ નથી. જોકે આજે ઘણા વર્ષો પછી અમે તમને ઋષિ કપૂર અને નીતુ સિંહના લગ્નની તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ, જે તમને ખૂબ જ પસંદ આવશે.

તમને જણાવી દઈએ કે નીતુ સિંહ અને ઋષિ કપૂર બંને 70ના દાયકામાં ટોચના સ્ટાર હતા. તેઓને તેમની ફિલ્મોને લીધે લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી હતી. જોકે આ બંને પણ ફિલ્મોમાં કામ કરતા કરતા એકબીજામાં પ્રેમમાં પડ્યા હતા અને અહીંથી જ તેમના પ્રેમની શરૂઆત થઈ હતી.

જોકે ઋષિ કપૂરે તેમના કરિયરની શરૂઆત એકદમ નાની ઉંમરે એટલે કે 18 વર્ષે શરુ કરી હતી. તેઓએ એક બાળ પાત્ર મેરા નામ જોકરમાં અભિનય કર્યો હતો.

તમને જણાવી દઈએ કે નીતુ સિંહ અને ઋષિ કપૂરે વર્ષ 1974માં આવેલી ફિલ્મ જહરીલા ઇન્સાનમાં સાથે કામ કર્યું હતું અને આ ફિલ્મ કરતી વખતે જ બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા.

તે સમયે ઋષિ કપૂર બોલીવુડના સૌથી હેન્ડસમ અભિનેતા હતા અને તેમની પાછળ લાખો છોકરીઓ પાગલ હતી. જોકે ઋષિ કપૂર નીતુ સિંહના પ્રેમમાં પડ્યા હતા. તેઓના પ્રેમની શરૂઆત 1975માં થઇ હતી અને વર્ષ 1980માં તેઓએ લગ્ન કરી લીધા હતા.

તમને જાણીને આશ્ચર્ય થશે કે ઋષિ કપૂરે પોતાની બહેનની વીંટી લઈને નીતુ કપૂરને પ્રપોઝ કર્યું હતું. તે સમય દરમિયાન બધા જ લોકો ચોંકી ગયા હતા.

જોકે તે બંનેએ એકપછી એક ઘણી ફિલ્મોમાં પોતાનો આકર્ષક અભિનય બતાવ્યો હતો અને લોકોએ તેને પસંદ કર્યો હતો. જો તેમના દ્વારા સાથે કરવામાં આવેલી ફિલ્મોની વાત કરવામાં આવે તો તેમાં રફુ ચક્કર, દુસરા આદમી, કભી-કભી, અમર અકબર એન્થની જેવી ફિલ્મોના નામ ટોચ પર આવે છે.

નીતિ સિંહે એક ઇન્ટરવ્યૂ માં કહ્યું હતું કે ઋષિ કપૂર એક સ્ટ્રિક્ટ બોયફ્રેન્ડ હતા અને તેઓ મને સાડા આઠ વાગ્યા પછી કામ કરવાની પરવાનગી આપતા નહોતા. તમને જણાવી દઈએ કે જ્યારે નીતુ અને ઋષિ એકબીજાને ડેટ કરવા સાથે જતા ત્યારે નીતુની માતા કઝીનને નીતુ સાથે મોકલતી હતી.

તમને જણાવી દઈએ નીતુ સિંહના લગ્ન માં તેમની મિત્ર રેખા પણ આવી પહોંચી હતી અને તેણે જ નીતુ સિંહને બધા જ રિવાજો શીખવ્યા હતા. આ દરમિયાન રેખા અને નીતુ બંને અપ્સરા જેવા દેખાય રહ્યા હતા.