ભારે લખણ ખોટા..! ગુરુગ્રામમાં ચાલુ ગાડીએ નબીરાઓ પુશ્પ મારતા સ્થાનિક પોલીસ દોડતી થઈ, બાદમાં શીખવ્યો એવો પાઠ કે…જુઓ વિડિયો…

ભારે લખણ ખોટા..! ગુરુગ્રામમાં ચાલુ ગાડીએ નબીરાઓ પુશ્પ મારતા સ્થાનિક પોલીસ દોડતી થઈ, બાદમાં શીખવ્યો એવો પાઠ કે…જુઓ વિડિયો…

સોશિયલ મીડિયા પર ઘણીવાર આપણે સ્ટંટના વિડીયો જોયા હશે, વીડિયો જોઈને આપણું હૃદય પણ ધ્રુજી ઉઠે છે. સોશિયલ મીડિયા પર અવારનવાર બાઈક અને કારમાં સ્ટંટ કરતા વિડીયો વાયરલ થતા હોય છે. તેમજ છેલ્લા કેટલાક સમયથી હથિયાર સાથે રોડ પર ફરતા લોકોના વિડીયો પણ સામે આવી રહ્યા છે. આવા સ્ટંટ કરનારા પોતે તો અકસ્માત નો ભોગ બને જ છે,

સાથે અન્ય વાહન ચાલકોને પણ મોતના મુખમાં ધકેલી દે છે. ત્યારે રાજધાની દિલ્હીને અડીને આવેલા ગુરુગ્રામથી એક વિડીયો વાયરલ થયો છે. જેમાં એક યુવક કારની છત પર બેસીને પુશઅપ મારી રહ્યો છે, જ્યારે અન્ય યુવકો કારની બારીમાંથી લટકીને બૂમો પાડી રહ્યા છે. વિડીયો વાયરલ થયા બાદ ગુરુગ્રામ પોલીસે કાર માલિકને 6 હજાર 500 નો દંડ પણ ફટકાર્યો છે.

સાથે જ પોલીસે આ યુવાનોની શોધ ખોળ હાથ ધરી છે, કહેવામાં આવી રહ્યું છે કે આ વિડીયો ગુરુગ્રામના સાયબર હબ વિસ્તારનો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક અલ્ટો કારની છત પર બેસીને દારૂ પી રહ્યો છે, જ્યારે અન્ય યુવકો કારની બારીમાંથી લટકીને બૂમો પાડી રહ્યા છે. એક યુવક કારની છત પર પુશઅપ લગાવી રહ્યો છે,

યુવાનો એટલા નશામાં છે કે તેઓને પોતાનો કે અન્ય રાહદારીઓના જીવની પરવા નથી. આ દરમિયાન માર્ગ અકસ્માત પણ થઈ શકે છે, પરંતુ કારમાં બેઠેલા યુવકોને માત્ર પોતાની મસ્તીમાં લાગેલા છે. પાછળ કાર ચલાવી રહેલા કેટલાક લોકોએ તેમનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે જે પોલીસ સુધી પહોંચ્યો અને પોલીસની ટીમે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે.

વીડિયોના આધારે પોલીસે પ્રથમ અજાણ્યા લોકો સામે ગુનો નોંધ્યો અને કારની નંબર પ્લેટ ના આધારે કાર માલિકને 6 હજાર 500 રૂપિયાનો મેમો ફટકાવ્યો છે. તો પોલીસે આ યુવકો ની શોધ ખોળ પણ હાથ ધરી છે, ગુરુગ્રામ માં નબીરાના સ્ટંટ નો વિડીયો વાયરલ થયા બાદ ક્રાઈમ બ્રાન્ચ ના એ.સી.પી વરુણ દહિયાનું નિવેદન સામે આવ્યું છે.

તેઓએ જણાવ્યું કે આ વાયરલ થયેલો વિડિયો બે દિવસ પહેલાનો છે, પોલીસને સોશિયલ મીડિયાના માધ્યમથી આ ઘટનાની જાણ થઈ હતી. ટ્રાફિક પોલીસની સ્ટંટ કરનાર આરોપી વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે, હરેશ નામના વ્યક્તિએ આ કારમાં સ્ટંટ કર્યો હતો.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM