આને કહેવાય હો બાકી દેશી જુગાડ…! નાના એવા બાળકને બાઈકની પાછળ એવી જગ્યાએ બેસાડ્યો કે… વીડિયો જોઈને ખડખડાટ હસી પડશો…

આને કહેવાય હો બાકી દેશી જુગાડ…! નાના એવા બાળકને બાઈકની પાછળ એવી જગ્યાએ બેસાડ્યો કે… વીડિયો જોઈને ખડખડાટ હસી પડશો…

આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા ફની વિડીયો વાયરલ થતા હોય છે જેને જોઈને આપણને નવાઈ લાગે છે. અમુક લોકો તો એવા દેશી જુગાડ કરતા હોય છે જેને જોઈને આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ. હાલમાં સોશિયલ મીડિયા પર આવો જ એક દેશી જુગાડ નો વિડીયો વાયરલ થયો છે જેને જોઈને બોલીવુડ કલાકારો પણ તેને સોશિયલ મીડિયા પર શેર કરતા રોકી શક્યા નથી.

વાસ્તવમાં એક પિતા તેના નાના પુત્રને દૂધના ડબ્બામાં બેસાડે છે અને બાઈક લઈને રસ્તા પર નીકળી જાય છે. બાળક પણ તેની મસ્તીભરી મુસાફરી નો આનંદ માણી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ ફની વીડિયો જોઈને તમને પણ નવાઈ લાગશે.

આ ફની વિડીયો બોલિવૂડ એક્ટર રિતેશ દેશમુખે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે દૂધવાળા એ દૂધનુ કન્ટેનર બાઈક ની બાજુમાં બાંધ્યું છે અને તે કન્ટેનરમાં નાના બાળકને બેસાડી ખુશીથી રસ્તા પર નીકળી ગયો છે.

આવો રમુજી નજારો તમે કદાચ જ ભાગ્ય જોયો હશે, આ ફની વીડિયો શેર કરતી વખતે રિતેશ દેશમુખે કેપ્શન માં લખ્યું છે ‘જુગાડું બાપ’. માત્ર 15 સેકન્ડનો આ વિડીયો અત્યાર સુધીમાં લાખો વખત જોવામાં આવ્યો છે અને વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

એક યુઝરે લખ્યું કે ‘વોટ એન આઈડિયા’, જ્યારે બીજા યુઝરે લખ્યું છે ભારતમાં કંઈ પણ થઈ શકે છે. એ જ રીતે અન્ય એક યુઝરે લખ્યું છે કે બાળક વિચારતું હશે કે મારા સંજોગો એવા છે કે હું કંઈ કરી શકતો નથી. જ્યારે એકે લખ્યું કે આ જુગાડ ખૂબ જ અદભુત છે પરંતુ તેમાં જોખમ પણ છે.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM