ગુજરાતના પ્રખર કથાકાર રમેશભાઈ ઓઝાને અંબાણી પરિવાર, આ કારણે આપે છે ખુબજ વિશેષ માન-સન્માન.., જાણો તેમની સાથે જોડાયેલી ખાસ વાતો…

ગુજરાતના પ્રખર કથાકાર રમેશભાઈ ઓઝાને અંબાણી પરિવાર, આ કારણે આપે છે ખુબજ વિશેષ માન-સન્માન.., જાણો તેમની સાથે જોડાયેલી ખાસ વાતો…

ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા એક ભાગવત કથાકાર છે અને તેમની વાણીની અંદર એટલી બધી મીઠાશ છે કે સાંભળનાર તેમની કથા સાંભળતા જ રહે છે. ગુજરાતના નહીં પરંતુ દેશ અને વિદેશમાં પણ ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના ચાહકો જોવા મળે છે. વાત કરીએ તો, ભારત દેશના સૌથી અમીર વ્યક્તિ માંથી એક એવા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશભાઈ અંબાણી પણ કોઈપણ મોટા કામ કરતા પહેલા તેના ગુરુ ની સલાહ જરૂર રહે છે.

તમને ખાસ વાત જણાવી દઈએ કે, ભારતના ધનાઢ્ય વ્યક્તિ એવા મુકેશભાઈ અંબાણી ના ગુરુ ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા છે અને તેઓ પ્રખર અને પ્રસિદ્ધ કથા વાચક છે. મુકેશ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન છે. માત્ર ભારત દેશ નહિ પરંતુ દુનિયાના સૌથી મોટા ઉદ્યોગપતિ અને અમે માણસોની યાદીમાં પણ ભારતના મુકેશ અંબાણી સામેલ છે. મુકેશ અંબાણી દરેક સેક્ટર ની અંદર ખૂબ જ આગળ પડતું યોગદાન ધરાવે છે. મુકેશ અંબાણી રિલાયન્સ જીઓ થી ટેલિકોન સેક્ટર ની અંદર પણ ખૂબ જ આગળ વધ્યા છે

ઉજોપતિ મુકેશ અંબાણી ફક્ત પોતાના ધંધા જ માટે નહીં પરંતુ ધાર્મિક રીતે પણ ઘણી તે ઓળખાઈ રહ્યા છે. એવું કહેવાય રહ્યું છે કે જીવનની અંદર મોટી સફળતા મેળવવા માટે ગુરુનું સ્થાન હોવું ખૂબ જ જરૂરી છે. તેવી જ રીતે સંપૂર્ણ અંબાણી પરિવારના એક ગુરુ એવા રમેશભાઈ ઓઝા અંબાણી પરિવારના ઘણા બધા નિર્ણયો ની અંદર મદદ કરે છે. તેમજ ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા ને પણ ખૂબ જ વધારે માન અને સન્માન આપે છે.

ભાઈશ્રી રમેશભાઈ ઓઝા એક આધ્યાત્મિક ગુરુ છે અને અંબાણી પરિવાર પણ ખૂબ જ વધારે માન સન્માન આપે છે. ભાઈ ઓઝા ગુજરાતની અંદર આવેલા પોરબંદર શહેરમાં એક આશ્રમ ચલાવે છે જેનું નામ “સાંદિપની વિદ્યા વિકેતન આશ્રમ” છે. જ્યારે ધીરુભાઈ અંબાણી પોતાની સફળતાના ખરો સર કરી રહ્યા હતા, ત્યારથી રમેશભાઈ ઓઝા અંબાણી પરિવારની સાથે છે.

કહેવાય રહ્યું છે કે અંબાણી પરિવાર ની અંદર કોઈપણ નાના મોટા નિર્ણય લેવા માટે હંમેશા ગુરુજીની સલાહ લેવામાં આવે છે . ધંધાકીય કાર્યોમાં પણ કંઈક નવી શરૂઆત કરતી વખતે પણ અવશ્ય પોતાના ગુરુજીની સલાહ લે છે. એક અહેવાલ પ્રમાણે એવી જાણકારી પણ સામે આવી રહી છે કે, મુકેશ અંબાણી અને અનિલ અંબાણી ની વચ્ચે ધંધા ને લઈને વાટાઘાટો અને સંઘર્ષ ચાલી રહ્યો હતો ત્યારે તેમના ગુરુની સલાહ લેવામાં આવી હતી

મુકેશ અંબાણી અને અનિલ અંબાણીના માતા કોકિલા બેને બંને ભાઈઓની વચ્ચે થઈ રહેલા સંઘર્ષ બાબતે દૂર કરવા માટે બોલવામાં આવ્યા હતા અને બન્ને ભાઈઓ ની વચ્ચે સુલેહ પણ કરાવવાની જવાબદારી લીધી હતી. જ્યારે ધીરુભાઈ અંબાણી પોતાના સફળતાની શિખરો અસર કરી રહ્યા હતા ત્યારથી જ આધ્યાત્મિક ગુરુ રમેશભાઈ ઓઝા પરિવારના સંરક્ષણ બનેલા હતા.

વર્ષ 1997 ની અંદર ધીરુભાઈ અંબાણીએ તેમના ઘરે કથા કરવા માટે રમેશભાઈ ઓઝા ને નિમંત્રણ આપ્યું હતું અને રામાયણ નો પાઠ નો કાર્યક્રમ એક અઠવાડિયા સુધી ચાલ્યો હતો. તે દરમિયાન રમેશભાઈ ઓઝા અને અંબાણી પરિવારની વચ્ચે સંબંધો સારા બની ગયા હતા અને ત્યારથી લઈને આજ દિન સુધી અંબાણી પરિવારના ગુરુ તરીકે અંબાણી પરિવાર ની મદદ કરી રહ્યા છે. સમયે અંબાણી પરિવારના ઘરે રમેશભાઈ ઓઝા ની રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારથી સંબંધો ખૂબ જ સારા બની ગયા હતા

આજ ના સમયની અંદર અંબાણી પરિવારના દરેક કાર્યક્રમની અંદર પણ ભાઈશ્રી રમેશભાઈ ઓઝા એક ઘરના સદસ્યની જેમ જ ઘરની અંદર હાજર રહે છે અને રમેશભાઈને અંબાણી પરિવાર ખૂબ જ વિશેષ માનસન્માન આપી રહ્યા છે. ગુજરાત રાજ્યની અંદર આવેલી જામનગર ની અંદર રિલાયન્સ પહેલી રિફાઇનરી તૈયાર કરી હતી ત્યારે તેને ઉદઘાટન પણ ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા કરવામાં આવ્યું હતું.

આજ સુધી ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા ના આશ્રમે માત્ર અંબાણી પરિવાર જ નહીં પરંતુ ભારત દેશના વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી, તેમજ ગુજરાતના અનેક નેતાઓ પણ આશ્રમ જઇ ચુક્યા છે. ઓઝાનો જન્મ ગુજરાતના એક બ્રાહ્મણ પરિવાર ની અંદર થયો હતો અને તેમની દાદી ભગવત ગીતા અને ખૂબ જ માન સન્માન આપતા હતા તેમજ તેઓ ઈચ્છતા હતા કે તેમના ઘરે દરરોજ ભગવદ્ ગીતાના પાઠ થાય. રમેશભાઈ દાદી ની ઇચ્છા પૂરી કરવા માટે દરરોજ ભાગવત ગીતાના પાઠ કરવા લાગ્યા હતા અને ધીમેધીમે આધ્યાત્મિક તરફ વળ્યા અને ગુરુ બની ગયા હતા.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM