રાજકોટમાં પ્રેમી પોતાની પ્રેમિકાનું ગળું દબાવીને તેનો જીવ લઈ લીધો, પછી પ્રેમીએ કંઈક એવું કર્યું કે… ઘટના સાંભળીને ટાંટિયા ધ્રુજવા લાગશે…

રાજકોટમાં પ્રેમી પોતાની પ્રેમિકાનું ગળું દબાવીને તેનો જીવ લઈ લીધો, પછી પ્રેમીએ કંઈક એવું કર્યું કે… ઘટના સાંભળીને ટાંટિયા ધ્રુજવા લાગશે…

રાજકોટમાં ગુનાહિત પ્રવૃત્તિઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે રાજકોટ જિલ્લાના પડધરીમાં ગત 9 તારીખના રોજ સળગેલી હાલતમાં એક માનવ કંકાલ મળી આવ્યું હતું. પછી તો પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આ ઘટનાનો ભેદ ઉકેલવાની કામગીરી શરૂ કરી દીધી હતી.

ત્યારે પોલીસને આ કેસને લઈને એક મોટી સફળતા મળી છે. ઘટનાને લઈને રાજકોટ ગ્રામ્ય પોલીસે રાજકોટની પાર્ક ઇન હોટલના મેનેજરની ધરપકડ કરી છે. જાણવા મળી રહ્યું છે કે, હોટલના મેનેજર મેહુલ ચોટલીયા નામના વ્યક્તિએ અલ્પા મકવાણા નામની મહિલાનું ગળું દબાવીને તેનો જીવ લઈ લીધો હતો.

ત્યારબાદ તેના મૃતદેહને એક સૂટકેશમાં ભરીને પછી તે સુટકેશ સળગાવી દીધી હતી. પોલીસી સીસીટીવી ફૂટેજ ના આધારે 15,000 થી પણ વધુ ગાડીઓ અંગે તપાસ કરી ત્યારે આ ઘટનાનો ભેદ ઉકેલાયો છે. મળતી માહિતી અનુસાર આરોપી યુવક અને મૃત્યુ પામેલી યુવતી બંને છેલ્લા દોઢ વર્ષથી પતિ-પત્નીની જેમ સાથે રહેતા હતા.

ઘરકંકાસ્ટથી કંટાળીને યુવકે યુવતીનું ગળું દબાવીને તેનો જીવ લઈ લીધો છે તેવું કહેવામાં આવી રહ્યું છે. પોલીસ જ્યારે સીસીટીવી ફૂટેજના આધારે ગાડીઓની તપાસ કરી રહી હતી. ત્યારે કાળા કલરની હોન્ડા કંપનીની એક કાર અંગે પોલીસે તપાસ કરી ત્યારે ગાડીનો માલિક જુદો નીકળ્યો અને કાર પણ કોઈ અલગ વ્યક્તિ ચલાવી રહ્યો હતો.

કાર ચલાવનાર બીજું કોઈ નહીં પરંતુ આરોપી મેહુલ ચોટલીયા હતો. પછી તો પોલીસે મેહુલને બોલાવીને તેની પૂછપરછ કરી હતી. આ દરમિયાન મેહુલે પોતાનો ગુનો કબુલ કર્યો હતો.

મેહુલે જણાવ્યું કે, તેના અગાઉ લગ્ન થયા હતા અને પછી છૂટાછેડા થયા બાદ દોઢ વર્ષથી તે અમદાવાદની અલ્પા મકવાણા નામની જ્યોતિ સાથે રહેતો હતો. પોતાના પિતાનું સ્ટેટસ મૂકવું, બહેન સાથે મળવું, વાતચીત કરવી તે અલ્પાને પસંદ ન હતું એટલે બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM