રાજકોટમાં 26 વર્ષની મહિલાએ ગળાફાંસો ખાઈને સુસાઈડ કરી લીધું… હજુ તો 20 દિવસ પહેલા જ મહિલાએ…

રાજકોટમાં 26 વર્ષની મહિલાએ ગળાફાંસો ખાઈને સુસાઈડ કરી લીધું… હજુ તો 20 દિવસ પહેલા જ મહિલાએ…

રાજકોટમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી રહી છે. રાજકોટ ગોંડલ હાઇવે પર શાપર-વેરાવળની શ્રીજી સોસાયટી ખાતે શેરી નંબર ત્રણ માં આવેલ બીલીપત્ર એપાર્ટમેન્ટમાં 302 નંબરના ફ્લેટમાં રહેતી એક 26 વર્ષની મહિલાનું મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યું છે.

આ ઘટના બનતા જ ભારે ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી અનુસાર પડોશીને ફ્લેટમાંથી ખૂબ જ દુર્ગંધ આવતા તેમને આ ઘટનાની જાણ પોલીસને કરી હતી જાણવા મળી રહ્યું છે કે મહિલાએ લગભગ ત્રણ દિવસ પહેલા આ પગલું ભર્યું હશે.

આજથી બે દિવસ પહેલા મહિલાઓનું મૃતદેહ ફ્લેટમાંથી મળી આવ્યું હતું. મૃત્યુ પામેલી મહિલાનું નામ કાજલબેન ભીખાભાઈ કોટડીયા હતું અને તેમની ઉંમર 26 વર્ષની હતી. છેલ્લા આઠ વર્ષથી કાજલબેન રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર ઓમ નગર સર્કલ પાસે આવેલી લાઈફ લાઈન હોસ્પિટલમાં નોકરી કરતા હતા.

20 દિવસ પહેલા તેમને એક પ્લેટ ખરીદ્યો હતો. 15 તારીખ ના રોજ કાજલબેન ઘરે એકલા હતા. પછી ત્રણ ચાર દિવસ બાદ આસપાસના લોકોને ફ્લેટમાંથી ખૂબ જ દુર્ગંધ આવવા લાગી હતી. પછી તપાસ કરી ત્યારે જાણ થઈ કે કાજલબેને ગળાફાંસો ખાધો છે. ત્યારબાદ ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી હતી.

જ્યારે પોલીસે રૂમની તપાસ કરી ત્યારે ઘરમાંથી કાજલબેન નું મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યું હતું. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે. દીકરીના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. કાજલબેન એ કયા કારણોસર સુસાઇડ કર્યું તેની કોઈ પણ માહિતી સામે આવી નથી.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM