રાજકોટમાં 3 વર્ષના દીકરાની માતાએ એસિડ પીને સુસાઈડ કરી લીધું… જાણો શું છે સુસાઇડ પાછળનું કારણ…

રાજકોટમાં 3 વર્ષના દીકરાની માતાએ એસિડ પીને સુસાઈડ કરી લીધું… જાણો શું છે સુસાઇડ પાછળનું કારણ…

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી સુસાઇડની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે રાજકોટમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી રહી છે. રાજકોટના કોઠારીયા રોડ પર માધવ રેસીડેન્સી-6માં રહેતી મહિલાએ એસિડ પીને સુસાઇડ કરી લીધું છે.

મહિલાએ ગત 18 તારીખના રોજ પોતાના ઘરે એસિડ પી લીધું હતું. ત્યારબાદ તેને સારવાર માટે સૌપ્રથમ ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને ત્યાંથી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પરંતુ સારવાર કારગત ન નિવડતા મહિલાનું મોત થયું હતું.

આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઈ હતી. મહિલાના મોતના સમાચાર મળતા જ આજીડેમ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુમાં તપાસ શરૂ કરી દીધી હતી. ત્યારબાદ મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું હતું.

સુસાઇડ કરનાર મહિલા નું નામ મોહિનીબેન પાર્થભાઈ વિરડીયા હતું. મહિમા બેનના લગ્ન પાંચ વર્ષ પહેલા પાર્થ નામના યુવક સાથે થયા હતા. મહિમા બેનનું મોત થતા ત્રણ વર્ષના દીકરાએ માતાની છત્રછાયા ગુમાવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, મહિમાબેન જન્મથી સ્નાયુની બીમારીથી પીડિત હતા. જેના કારણે તેમને આ પગલું ભર્યું હોય તેવું કહેવામાં આવી રહ્યું છે.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM