રાજકોટમાં રાત્રે મોબાઈલ જોતી વખતે 50 વર્ષના વ્યક્તિનું અચાનક જ કરુણ મોત… 2 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી…

રાજકોટમાં રાત્રે મોબાઈલ જોતી વખતે 50 વર્ષના વ્યક્તિનું અચાનક જ કરુણ મોત… 2 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી…

ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે રાજકોટમાં બનેલી વધુ એક હાર્ટ એટેકની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં 50 વર્ષના વ્યક્તિનું અચાનક જ હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે.

મળતી માહિતી અનુસાર રાજકોટના હસન વાડી ત્રણ ગાયત્રી રોડ પર રહેતા આનંદભાઈ કાંતિભાઈ પરમાર નામના વ્યક્તિ રાત્રે 12:30 વાગ્યાની આસપાસ ઘરમાં મોબાઈલ જોઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ તેમને ગભરામણ થવા લાગી હતી અને પછી તેઓ ઉલટી કરવા લાગ્યા હતા.

પરિવારના સભ્યો કાંઈ સમજે તે પહેલા તો આનંદભાઈ બેભાન થઈને જમીન પર ઢળી પડ્યા હતા. પછી તો પરિવારના સભ્યો તાત્કાલિક આનંદભાઈને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. અહીં આનંદભાઈ ને સારવાર મળે તે પહેલા તો તેમનું મોત થઈ ગયું હતું.

ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. ત્યારબાદ પોલીસે જરૂરી કાગળિયા કર્યા બાદ વધુમાં કાર્યવાહી હાથ ધરી હતી. જાણવા મળી રહ્યું છે કે આનંદભાઈ સોરઠીયાવાડી ચોકમાં મોબાઇલની દુકાન ચલાવતા હતા.

તેમને સંતાનમાં એક દીકરો અને દીકરી છે. ઘટના બનતા જ દીકરા-દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આનંદભાઈનું મોત થતા જ પરિવાર પર શોકનું મોજુ ફરી વળ્યુ છે.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM