રાજકોટની પ્રસિદ્ધ પટેલ વિહાર રેસ્ટોરન્ટના માલિકે ઘરે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું.., આપઘાત કરવા પાછળનું કારણ જાણશો તો..

રાજકોટની પ્રસિદ્ધ પટેલ વિહાર રેસ્ટોરન્ટના માલિકે ઘરે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું.., આપઘાત કરવા પાછળનું કારણ જાણશો તો..

આજે દિવસેને દિવસે આત્મહત્યા ના કિસ્સાઓ દિવસે અને દિવસે વધી રહ્યા છે. ખાસ વાત છે કે આજના લોકો ઘણી વખત માનસિક ત્રાસમાં આવીને પણ આપઘાત જેવું મોટું પગલું ભરી લેતા હોય છે. આવી જ એક ચકાવારી ઘટના રાજકોટ શહેરમાંથી આપણી સામે આવી રહી છે. ખરેખર રાજકોટ શહેરની અંદર અત્યારે દિવસેને દિવસે આપઘાતના કિસ્સાઓ માં નોંધપાત્ર રીતે વધારો થઈ રહ્યો છે. માહિતી મળી રહી છે કે રાજકોટ શહેરની અંદર આવેલા પટેલ વિહાર રેસ્ટોરન્ટ ના માલિક એવા હસમુખભાઈ પંચાણીએ વહેલી સવારે પોતાના જ ઘરની અંદર ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવી લીધાની ઘટના સામે આવી છે.

આ ઘટના વિશે વિગતવાર માહિતી મેળવીએ તો, આખી ઘટના બાબતે માલવયા નગર પોલીસ તરફથી તપાસનો ધમ ધમાલ શરૂ કરી દેવામાં આવ્યો છે. કોરોનાની મહામારી બાદ દિવસે જીવન ટૂંકાવવાની ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ઘણી વખત લોકો આર્થિક મુશ્કેલીઓને કારણે કા તો ઘણી વખત પારિવારિક ઝઘડાઓને કારણે, કા તો ઘણી વખત ધારેલું કામ પૂરું ન થવાને કારણે પણ વ્યક્તિઓ આપઘાત જેવું મોટું પગલું ભરી લેતા પણ અચકાતા નથી

માહિતી મળી રહી છે કે રાજકોટ શહેરની અંદર આવેલી પ્રખ્યાત એવી પટેલ વિહાર રેસ્ટોરન્ટના માલિકે આપઘાત કરી લેતા આસપાસના વિસ્તારની અંદર ભારે ખળભળાટ મચી ગયો છે. રાજકોટ શહેરની અંદર આવેલા માલવિયા નગર પોલીસ સ્ટેશન દ્વારા આખી ઘટનાને લઈને તપાસ શરૂ કરી છે. રાજકોટ શહેરની અંદર આવેલા આનંદ બંગલા ચોક ઉપર કૃષ્ણનગર મેઇન રોડ ઉપર આવેલા આકાશ સ્ક્વેર નામના એપાર્ટમેન્ટ ની અંદર રહેતા હસમુખભાઈ પંચાણી એ પોતાના ફ્લેટ ની અંદર ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતા.

ઘટના વિશે વિગતવાર માહિતી મળી રહી છે કે આ દંપતી એક સાથે રોમની અંદર સુતા હતા અને વહેલી સવારે હસમુખભાઈ ના પત્ની ની ઊંઘ ઊડી જતા તેઓએ પતિને પોતાની સાથે જોયા નહોતા અને તેને કારણે તેઓ તપાસ માટે હોલમાં ગયા હતા. હોલમાં જતા જ પત્ની એ પોતાના પતિ હસમુખભાઈ ને ઘરે પાછો ખાધેલી હાલતમાં જોઈ લીધા હતા.

આખી ઘટના બન્યા પછી તાત્કાલિક ધોરણે પરિવારના લોકોને જાણકારી આપવામાં આવી હતી અને પરિવારના લોકો ભેગા થયા હતા. તેમજ ઘટનાને લઈને પોલીસને પણ જાણકારી આપવામાં આવ્યો હતો અને માલવિયા નગર પોલીસનો કાફલો ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો. માલવિયા નગર પોલીસ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી કર્યા પછી લાશને પોસ્ટમોર્ટમ માટે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી.

પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂરી થયા પછી મૃતક ની લાશને પરિવાર ના લોકોને સોંપી દીધી હતી. માહિતી મળી રહી છે કે મૃતક પોતે ત્રણ ભાઈ અને બે બહેનોની અંદર વચેટ હોવાનું પણ જાણકારીમાં સામે આવ્યું છે. મૃત્યુ પામેલા યુવકને સંતાનમાં ત્રણ દીકરા હોવાની પણ જાણકારી સામે આવી છે. લાંબા સમયથી ભાઈઓ ભાગ અને આર્થિક રીતે મુશ્કેલીનો સામનો આને લીધે મૃતક ખૂબ જ વધારે ચિંતામાં રહેતો હતો. જેને લઈને આ પ્રકારનો પગલું ભર્યું હોવાની પણ માહિતી સામે આવી છે

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM