ગરબાના તાલે ઘુમતા મળ્યું મોત..!, રાજકોટમાં ગરબે રમી રહેલા પટેલ યુવક સાથે અચાનક થયું એવું કે ત્યાં ને ત્યાં ઢળી પડ્યા..!, હોસ્પિટલ પહોંચે તે પહેલા તો….

ગરબાના તાલે ઘુમતા મળ્યું મોત..!, રાજકોટમાં ગરબે રમી રહેલા પટેલ યુવક સાથે અચાનક થયું એવું કે ત્યાં ને ત્યાં ઢળી પડ્યા..!, હોસ્પિટલ પહોંચે તે પહેલા તો….

અત્યારે પવિત્ર નવરાત્રી નો તહેવાર ચાલી રહ્યો છે અને મોટાભાગના લોકો ગરબાના શોખીનો હોય છે. તેમજ ગરબાના શોખીન લોકો દરરોજ રાત્રિના સમયે ગરબા રમી રહ્યા હોય છે. જ્યારે પણ આપણે ગરબા રમતા હોઈએ છીએ ત્યારે આપણે ખૂબ જ સાવચેતી ભર્યા પગલાં લેવાની ખૂબ જ જરૂર છે. માતાજીની આરાધ નાનો કરવો એટલે કે નવરાત્રી અને એક તરફ નવલા નોરતા ચાલી રહ્યા છે અને બીજી તરફ દરેક લોકો ગરબે આરાધના પણ કરી રહ્યા છે

જોકે રાજકોટના એક કારખાનેદાર ગરબે ઘૂમી રહ્યા હતા. તેમજ માતાજીની આરાધના કરી રહ્યા હતા અને અચાનક તેમની સાથે ખૂબ જ મોટી ઘટના બની ગઈ હતી. ઘટના વિશે વિગત વાર કરવામાં આવે તો, રાજકોટના એક કારખાનેદાર ગરબે રમી રહ્યા હતા અને અચાનક તેઓ ઢળી પડ્યા હતા અને તેનું મૃત્યુ થયું હતું

તાત્કાલિક ધોરણે આસપાસમાં રહેલા લોકો હોસ્પિટલ લઈ ગયા હતા અને ડોક્ટરના તારણ પ્રમાણે તેને હાર્ટ એટેક આવ્યા હોવાનું ખુલ્યું હતું. વાવડી વિસ્તારની અંદર આવેલું કારખાનું ધરાવતા પ્રવીણભાઈ મૂળજીભાઈ જેમની ઉંમર માત્ર 52 વર્ષ છે. તેઓ ધનરાજ પાર્કની અંદર પરિવાર અને સોસાયટીના સભ્યોની સાથે ગરબે રમી રહ્યા હતા અને અચાનક ગરબે રમતા રમતા ઘડી પડ્યા હતા

રાજકોટના વાવડી વિસ્તારની અંદર આવેલા 80 ફૂટ રોડ ઉપર ધનરાજપાર્ક ની અંદર અહીંયા ના સ્થાનિક લોકોએ નવરાત્રિનું આયોજન કર્યું હતું અને ત્યાંના સ્થાનિક રહેવાસી લોકો ગરબે રમી રહ્યા હતા. ત્યારે અહીંયા સાથે રહેતા પ્રવીણભાઈ પણ આ ઉજવણીમાં જોડાયા હતા અને ગરબે રમતા હતા. ગરબે રમતા રમતા સમયે પ્રવીણભાઈ અચાનકડી પડ્યા હતા અને ખેલૈયાઓએ ગરબા અટકાવીને તરત જ પ્રવીણ ભાઈને હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

અહીંયા ડોક્ટર દ્વારા તેની તપાસ કરવામાં આવી હતી અને તપાસ પછી તેને મૃત જાહેર કર્યા હતા. પરિવારના લોકોના જણાવ્યા પ્રમાણે પ્રવીણભાઈ ને વાવડીમાં જ આવેલા કોપર એસી વિસ્તારની અંદર સન પ્લાસ્ટર નામનું વાલનું કારખાનું આવેલું છે અને તેને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે તેમજ સંતાનોએ પિતાની છત્રછાયા આખા પરિવારની અંદર ભારે માતમ છવાયો છે

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM