પેરાશૂટનું દોરડુ તૂટતા પતિ-પત્ની પડયા દીવના દરિયામાં…., કાળજું કઠણ હોઈ તો જ જોજો આ વિડીયો..!

પેરાશૂટનું દોરડુ તૂટતા પતિ-પત્ની પડયા દીવના દરિયામાં…., કાળજું કઠણ હોઈ તો જ જોજો આ વિડીયો..!

આ વર્ષની દિવાળી પર અસંખ્ય લોકો ફરવા જી રહ્યા છે અને વેકેશનની પુરતી મજા માણી રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રનું દીવ સ્થાનિક પ્રવાસીઓ અને વિદેશીઓ માટે હંમેશા પસંદગીનું સ્થળ રહ્યું છે. તેમાં પણ દિવાળી અને વેકેશનના દિવસોમાં અહીં પ્રવાસીઓની સંખ્યા બમણાથી ત્રણ ગણી થઇ જાય છે.

અહીં પ્રવાસીઓ માટે બીચથી માંડીને અનેક આકર્ષણો પણ ઉપલબ્ધ છે. પરંતુ આ રાઈડ ક્યારેક જોખમી બને છે તેનું ઉદાહરણ આપતો કિસ્સો બહાર આવ્યો છે. દીવ ફરવા ગયેલું એક દંપતી નાગવા નીચ ઉપર પેરાસેઇલિંગની મજા માણી રહ્યું હતું તે દરમિયાન જ અચાનક દોરડું તૂટી જતા બંને દરિયામાં પડ્યા હતા. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા અને મીડિયામાં ખૂબ ઝડપથી વાઈરલ થઇ રહ્યો છે.

વાઈરલ વિડીયોમાં જોઈ શકાય છે કે નાગવા બીચના પામ એડવેન્ચર પર એક દંપતી પેરાસેઇલિંગની મજા માણી રહ્યું છે. દોરડાનો એક છેડો બોટ સાથે અને બીજો છેડો બલૂન સાથે બાંધેલો હતો. પહેલી એક મિનીટ સુધી કોઈ વાંધો આવતો નથી પરંતુ ત્યારબાદ અચાનક દોરડું તૂટી જાય છે.

અને સહેલાણીઓનો સંપર્ક કપાય જાય છે અને તેઓ નીચે આવવા લાગે છે. આ જોઇને બોટમાં પણ હલચલ મચી ગઈ હતી. બોટમાં બેઠેલા યુવકના ભાઈએ રાડારાડ કરી મૂકી હતી. જોકે, બોટ ઓપરેટરને લાઈફજેકેટ અંગે ખબર હોવાથી તેણે ધરપત આપી હતી. વિડીયોમાં તે કહેતો જોવા મળે છે કે, ‘કંઈ નહીં થાય..’

જોકે, દરિયામાં પડેલા બંને વ્યક્તિઓ પાસે લાઈફજેકેટ હોવાના કારણે તેઓ ડૂબ્યા ન હતા કે કોઈ ઈજા પણ થઇ ન હતી. મહામહેનતે તેઓ ત્યાંથી દરિયાકિનારે પહોંચ્યા હતા. જોકે, કિનારે આવીને તેમણે હોબાળો મચાવી મૂક્યો હતો અને રાઈડના કર્મચારીઓ પર આક્ષેપો કર્યા હતા.

મીડિયા અહેવાલો જણાવે છે કે,દીવ ટૂરિઝમના અધિકારીઓએ ભૂલ સ્વીકારવાના બદલે દંપતીને જ ધમકાવ્યું હતું તો વિવાદ વધતા તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ફરિયાદો કરી હતી.આ બનાવ રવિવારે બપોરે એક વાગ્યાની આસપાસ બન્યો હતો. આ દંપતી દ્વારકાનું રહેવાસી છે.

જેમાં મહિલા સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. તેમણે ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, મહત્તમ ઊંચાઈએ પહોંચી ગયા પછી અચાનક દોરડું ખેંચાવા લાગ્યું અને બીજી મિનિટે તેઓ દરિયામાં હતા. પતિએ કહ્યું, ‘લાઈફજેકેટ હતા એટલે અમે બચી શક્યા પરંતુ મારી પત્ની સૂનમૂન થઇ ગઈ હતી અને કેટલીક ક્ષણો સુધી બોલી શકી ન હતી.

અમે મદદ માગી અને થોડી ક્ષણો પછી એક બોટ અમારી સુધી પહોંચીને અમને બચાવી લીધા હતા.’ પ્રવાસન સ્થળોએ આવી મોટી રાઈડમાં આમ તો સુરક્ષાની કાળજી રાખવામાં આવે છે તેમ છતાં આવા ગંભીર અકસ્માતો બનતા રહે છે. જે અવારનવાર બહાર આવતા રહે છે. જોકે, દીવમાં આ પ્રકારનો સંભવતઃ પ્રથમ કિસ્સો સામે આવ્યો છે.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM