જન્મદિવસની પાર્ટીમાંથી ઘરે જતા 24 વર્ષના યુવકનું અકસ્માતમાં કમકમાટીભર્યું મોત… પરિવારે જુવાનજોધ દીકરો ગુમાવ્યો…

જન્મદિવસની પાર્ટીમાંથી ઘરે જતા 24 વર્ષના યુવકનું અકસ્માતમાં કમકમાટીભર્યું મોત… પરિવારે જુવાનજોધ દીકરો ગુમાવ્યો…

ગુજરાત સહિત સમગ્ર દેશભરના વિવિધ વિસ્તારોમાં અકસ્માતના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે હાલમાં બનેલી એક હૈયુ હચમચાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક યુવક અકસ્માતની ઘટનાનો શિકાર બન્યો હતો.

અકસ્માતની ઘટનામાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ કારણોસર તેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન કરુણ મોત થયું હતું. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે હોસ્પિટલ ખાતે પહોંચી આવી હતી. ત્યારબાદ મૃત્યુ પામેલા વ્યક્તિના મૃતદેહને કબજે લઈને જરૂરી કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

આ અકસ્માતની ઘટના ઉત્તર પ્રદેશના બાલિયા માંથી સામે આવી રહે છે. ઘટનામાં મૃત્યુ પામેલા યુવકનું નામ આદિત્ય કુમાર સિંહ હતું અને તેની ઉંમર 24 વર્ષની હતી. મૃત્યુ પામેલો આદિત્ય કુમાર સિંહ મણીયાર પોલીસ સ્ટેશન વિસ્તારના પૂર્વ વડા શ્યામ બિહારીને સિંહનો પુત્ર હતો.

રવિવારના રોજ રાત્રિના સમયે આદિત્ય સિંહ કોઈના જન્મદિવસ માં હાજરી આપવા માટે ગયું હતું. અહીં હાજરી આપીને તે પોતાના ગામ તરફ આવી રહ્યો હતો. ત્યારે રસ્તામાં તેને ભયંકર અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટનામાં આદિત્ય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.

ઘટના બન્યા બાદ તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. અહીં હોસ્પિટલમાં સારવાર દરમિયાન આજરોજ આદિત્યનું મોત થયું હતું. આદિત્યાનું મોત થતા જ તેના પરિવાર પર શોકનું મોજું ફરી વળ્યું હતું. ઘટનાને લઈને પોલીસ વધુમાં તપાસ કરી રહી છે.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM