પાણીથી ભરેલા ખાડામાં ડૂબી જવાના કારણે એક જ પરિવારના 3 માસુમ બાળકોના કરુણ મોત… 3 બાળકોની અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું…

પાણીથી ભરેલા ખાડામાં ડૂબી જવાના કારણે એક જ પરિવારના 3 માસુમ બાળકોના કરુણ મોત… 3 બાળકોની અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું…

હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક જ પરિવારના ત્રણ બાળકોને એક સાથે એવું દર્દનાક મોત મળ્યો કે પરિવારના સભ્યો રડી રડીને અડધા થઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર પાણીથી ભરેલા ખાડામાં ડૂબી જવાના કારણે પરિવારના 3 બાળકોના રિબાઈ રિબાઈને મોત થયા છે.

બાળકો પાણીથી ભરેલા એક ખાડા પાસે માટી કાઢવા માટે ગયા હતા. આ દરમિયાન પગ લપસતા એક પછી એક કરીને ત્રણેય બાળકો પાણીથી ભરેલા ખાડામાં પડી ગયા હતા અને ત્રણેયનું પાણીમાં ડૂબી જવાના કારણે મોત થયું હતું.

ઘટના બનતા જ આસપાસના લોકો અને બાળકના પરિવારના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ દુઃખદ ઘટના બિહારમાંથી સામે આવી રહી છે. આ ઘટનામાં બે સગા ભાઈ-બહેન અને એક પિતરાઈ બહેનનું મોત થયું છે. ઘટનામાં 11 વર્ષની સોની કુમારી, 10 વર્ષની આદિત્ય કુમાર અને 12 વર્ષની લાડલી કુમારી નામ બાળકીએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

ત્રણેય બાળકો પાણીમાં ડૂબી રહ્યા હતા. ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા લોકોએ ત્રણેય બાળકોને પાણીમાં ડૂબતા જોયા હતા. આ દરમિયાન તે લોકોએ ઘટનાની જાણ ગામના લોકોને કરી હતી. પછી ગામના લોકોએ એકઠા થઈને બાળકોને પાણીથી ભરેલા ખાડામાંથી બહાર કાઢ્યા હતા.

પરંતુ ત્યાં સુધીમાં તો ઘણું મોડું થઈ ગયું હતું અને ત્રણેય બાળકોનું મોત થયું હતું. ત્રણેય બાળકોના મોતના સમાચાર મળતા જ પરિવારના સભ્યોએ હૈયા ફાટક રૂદન કર્યું હતું. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સાથે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે જરૂરી તપાસ કર્યા બાદ વધુમાં કાર્યવાહી હાથ ધરી હતી.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM