મેળામાં ગયેલી 14 વર્ષની બાળકીનું પિતાની નજર સામે દર્દનાક મોત… જાણો મેળામાં એવું તો શું બન્યું હશે…

મેળામાં ગયેલી 14 વર્ષની બાળકીનું પિતાની નજર સામે દર્દનાક મોત… જાણો મેળામાં એવું તો શું બન્યું હશે…

હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક 14 વર્ષની માસુમ બાળકીને એવું દર્દનાક મોત મળ્યું કે સાંભળીને રુવાડા બેઠા થઈ જશે. મળતી માહિતી અનુસાર 14 વર્ષની બાળકી પોતાના ભાઈ અને પિતા સાથે મેળામાં ગઈ હતી. અહીં તેઓ એક ઝૂલામાં બેઠા હતા. ત્યારે બાળકીને જોરદાર કરંટ લાગ્યો હતો.

બાળકીની સાથે તેના આઠ વર્ષના ભાઈને પણ કરંટ લાગ્યો હતો. પરંતુ પિતાએ તેને યોગ્ય સમયે ત્યાંથી ખેંચી લીધો એટલે તેનો જીવ બચી ગયો હતો. પરંતુ આ ઘટનામાં 14 વર્ષની માસુમ બાળકીનું મોત થયું હતું. આ ઘટના રવિવારના રોજ રાત્રે લગભગ 12 વાગ્યાની આસપાસ ઇન્દોરમાં બની હતી.

બાળકીના પિતાનું કેવું છે કે, ઝુલામાં બેઠેલા અન્ય બાળકોને પણ વીજ કરંટ લાગ્યો હતો. ગઈકાલે અષ્ટમીના અવસર પર પવન નામનો વ્યક્તિ પોતાના પરિવાર સાથે બિજાસન માતાના દર્શન કરવા માટે ગયો હતો. દર્શન કર્યા બાદ તેઓ મેળામાં ગયા હતા અહીં પવનની પુત્રી કનક અને તેનો ભાઈ નયન ઝુલામા બેઠા હતા.

જ્યારે ઝુલો ઉભો રહ્યો ત્યારે કનક ઝુલા માંથી નીચે ઉતરતી હતી. દરમિયાન તેને વીજ કરંટ લાગ્યો હતો. જેના કારણે તેની ચીસો નીકળી ગઈ હતી. ત્યારે નયન પોતાની બહેનને પકડી લે છે એટલે તેને પણ કરંટ લાગે છે. પછી પવન કુમારે પોતાના દીકરાને નયનને ત્યાંથી ખેંચી લીધો હતો અને કનીકા બેભાન થઈને નીચે પડી ગઈ હતી.

પછી કનકને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ત્યારે અહીં હાજર ડોક્ટરે કહ્યું કે જે હોસ્પિટલમાં ICU હોય ત્યાં તેને લઈ જાવ. પછી દીકરીને એમવાય હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં રાત્રે લગભગ એક વાગ્યાની આસપાસ કનકને મૃત જાહેર કરવામાં આવી હતી. દીકરીના મોત ના સમાચાર મળ્યા બાદ પરિવારના સભ્યોએ હૈયાફાટ રુદન કર્યું હતું.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM