વાહ મહેશભાઈ વાહ..!, હજારો દીકરીઓના પાલક પિતા બની મહેશભાઈ સવાણીએ સમૂહ લગ્ન કરાવ્યા પછી, દીકરીઓ અને જમાઈઓ ને હનીમૂન માટે મનાલી મોકલ્યા…, જુઓ વાયરલ ફોટાઓ…

વાહ મહેશભાઈ વાહ..!, હજારો દીકરીઓના પાલક પિતા બની મહેશભાઈ સવાણીએ સમૂહ લગ્ન કરાવ્યા પછી, દીકરીઓ અને જમાઈઓ ને હનીમૂન માટે મનાલી મોકલ્યા…, જુઓ વાયરલ ફોટાઓ…

મિત્રો સુરતના મહેશભાઈ સવાણી અવારનવાર પોતાના સેવાકીય કાર્યો થકી ચર્ચામાં રહેતા હોય છે. હજારો દીકરીઓના પાલક પિતા તરીકે ઓળખાતા મહેશભાઈ સવાણી ને તો આપણે સૌ કોઈ લોકો જરૂર ઓળખતા હશો. મહેશભાઈ સવાણી હંમેશા પોતાના સેવા કાર્યોને લઈને ચર્ચામાં રહે છે. દર વર્ષે મહેશભાઈ સમાવાની દીકરીઓના સમૂહ લગ્ન કરાવે છે અને ગદ 24 અને 25 ડિસેમ્બરના રોજ પીપી સવાણી ગ્રુપ અને જાનવી લેબગ્રો દ્વારા દીકરીઓના સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું

મહેશભાઈ સવાણી આ તમામ દીકરીઓના સાવધાન કરાવ્યા હતા અને દીકરીઓના લગ્ન કરાવ્યા પછી મહેશભાઈ સવાણી એ 9 જાન્યુઆરીના રોજ દીકરીઓ અને જમાઇઓનો પહેલું ગ્રુપ મનાલી હનીમૂન માટે મોકલ્યું હતું અને મનાલીમાં રહેવા ફરવા તથા જમવાની તમામ પ્રકારની વ્યવસ્થા મહેશભાઈ સવાણી એ પોતાના હાથે પહેલેથી જ કરી નાખી હતી

જેથી ત્યાં દીકરીઓ અને જમાઈ અને પ્રકારની અગવડતા ન પડે. પહેલું ગ્રુપને સૌથી પહેલા પ્રાણી સંગ્રહાલયની પાછળ આવેલા મિતુલ ફાર્મમાં બોલાવવામાં આવ્યા હતા અને ત્યાં મહેશભાઈ સવાણીએ પ્રવાસ દરમિયાન શિડયુલ અને ત્યાંનું આયોજન કેવું છે તેની માહિતી આપી હતી

મિત્રો ત્યાર પછી તમામ લોકોને એકસરખા ટીશર્ટ પહેરવામાં આવ્યા હતા અને બપોરે 3:30 વાગ્યાની આસપાસ તમામ લોકોને રેલવે સ્ટેશન પહોંચાડવામાં આવ્યા હતા અને ત્યાંથી દીકરીઓ અને જમાઈ અને 12 દિવસ માટે મનાલી પ્રવાસના કરવામાં આવ્યા હતા. મનાલી પ્રવાસ માટે ગયેલા દીકરીઓ અને જમાયો ના ફોટાઓ પણ મહેશભાઈ સમાણીએ સોશિયલ મીડિયા ઉપર શેર કર્યા હતા

મનાલીના પ્રવાસે ગયેલા લોકો ત્યાં ખૂબ જ મોજ મસ્તી કરી રહ્યા છે અને તે લોકોએ ત્યાં બરફમાં ગરબા રમવાની પણ મોજ માણી હતી અને ઘણી બધી એક્ટિવિટી પણ કરી હતી તેમજ બરફથી એક શિવલિંગ પણ બનાવી હતી. ત્યાં આગળ પીપી સવાણી ગ્રુપ એવું પણ લખ્યું હતું

અત્યારે મહેશભાઈ સવાણીએ મોકલેલા જમાયો અને દીકરીઓના ગ્રુપે ખૂબ જ મોજ મસ્તી કરી રહ્યા છે અને તેમના ફોટાઓ પણ વિડિયો પણ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યા છે. લોકો આ કાર્યોને જોઈને મહેશભાઈ સવાણી ના મન મૂકીને વખાણ પણ કરી રહ્યા છે

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM