આ વૈધ જડીબુટ્ટીથી લોકોની સારવાર કરે છે.., કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પણ ઘૂંટણની સારવાર મોટી હોસ્પિટલ છોડી આ વૈધ પાસે..

આ વૈધ જડીબુટ્ટીથી લોકોની સારવાર કરે છે.., કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પણ ઘૂંટણની સારવાર મોટી હોસ્પિટલ છોડી આ વૈધ પાસે..

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની એ પોતાની બેટિંગથી આખી દુનિયાને પોતાની બનાવી દીધી છે. અત્યારે મહેન્દ્રસિંહ ધોનીને ઘૂંટણનો ખૂબ જ વધારે દુખાવો હોવાને કારણે તેઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ખુદ પોતાની સારવાર વિદેશ કે વિદેશોની મોટી મોટી હોસ્પિટલમાં નથી કરાવતા પરંતુ, ઝારખંડના જંગલની અંદર બનેલા એક નાનકડા આશ્રમની અંદર મહેન્દ્રસિંહ ધોની પોતાની સારવાર કરાવી રહ્યા છે.

મહેન્દ્રસિંહ ધોની જે વેધ ની પાસે આયુર્વેદિક દવા લઈ રહ્યા છે, તેની માત્ર ને માત્ર ૪૦ રૂપિયા ફી છે. પાટનગર રાજી થી 70 કિલોમીટર દૂર આવેલા લાપુંગના જંગલ વિસ્તારની અંદર રહેતા વૈદ્ય વંદનસિંહ ખેરવાર તેમની સારવાર કરી રહ્યા છે. અંદાજે મહેન્દ્રસિંહ ધોની આ વૈદ્યની પાસેથી એક મહિનાથી દવા લઈ રહ્યા છે. આ વૈદ્ય જણાવી રહ્યા છે કે દર ચાર દિવસે મહેન્દ્રસિંહ ધોની પાસે આવે છે અને જડીબુટ્ટી વાળી દવાથી તેમની સારવાર કરાવી રહ્યા છે

વૈદ્ય એ વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે મહેન્દ્રસિંહ ધોની પહેલી વખત તેમની પાસે આવ્યા હતા ત્યારે આ વૈદ્ય તેમને ઓળખી શક્યા નહોતા. આ સાથે જ લોકોએ તેમની સાથે પરિચય કરાવ્યો હતો અને તેમણે એસ હતો કે આમને તો ટીવી ઉપર ઘણી વખત બેટ ઘુમાવતા જોયા છે. ધોની જ્યારે પણ જગ્યા ઉપર જાય છે ત્યાં મોટી માત્રામાં ભીડ ઉમટી જાય છે. તેનાથી વૈદ્ય તેમને આશ્રમ ની અંદર લઈ જાય છે અને સારવાર કરે છે.

જણાવ્યું હતું કે કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ઘણી ઊંડાણપૂર્વક તેમની પીડા જણાવી હતી અને બંને ઘૂંટણ માં ખૂબ જ વધારે દુખાવો થાય છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે તેમને ઘુટણ ની અંદર ખૂબ જ વધારે કેલ્શિયમની કમી છે અને સારવાર માટે તેને જડીબુટ્ટી વાળી દવા દર ચાર દિવસે આપવામાં આવે છે. વૈદ્ય વંદને જણાવ્યું હતું કે તેઓ માત્ર 20 રૂપિયા જ ફી લે છે. સાથે જરૂર પડે તો દવા અલગથી વીસ રૂપિયા લે છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ધોની એક ઈમાનદાર દર્દીની જેમ તેમના 40 રૂપિયા પોતે જાતે જ આપી દે છે અને 26 જુનને તેમની પાસે દવા લેવા માટે આવ્યા હતા. આ વૈદ્ય એ પણ દાવો કર્યો હતો કે ધોની ના માતા પિતા પણ અહીં દવા લઈ ચૂક્યા છે અને મહેન્દ્રસિંહ ધોનીના બંને ઘુટણ ની અંદર દુખાવો છે. તેઓ છેલ્લા ત્રણ મહિનાથી દવા લઈ રહ્યા છે અને તેઓ દાવો કર્યો છે કે માતા-પિતાને જવાથી ખૂબ જ વધારે ફાયદો થયો હતો અને ધોની પણ તેમની પાસે દવા લેવા માટે આવે છે

વૈદ્ય વંદન એ વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે પણ મહેન્દ્રસિંહ ધોની પોતાની સારવાર કરવા માટે આવે છે ત્યારે લોકો તેમની સાથે ફોટા પડાવવા માટે મોટી માત્રામાં ભીડ ઉમટી જાય છે. જ્યારે પણ તેઓ અહીં આવે છે ત્યારે ગાડીની બહાર નીકળી શકતા. તેઓને ગાડી સુધી દવા પહોંચાડવામાં આવે છે અને અમુક વખત તેઓ પણ ગાડીમાંથી બહાર આવીને ગામના લોકોની સાથે ફોટા પડાવે છે

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM