આ બ્લડગ્રુપના માણસોને, સૌથી વધારે કરડે છે મચ્છર.., જાણીલો, તમારું બ્લડગ્રુપ તો નથી ને..?

0
317

સામાન્ય રીતે ચોમાસામાં ઘરની બહાર નીકળતાની સાથે જ મચ્છરો પોતાનો આતંક ફેલાવવા લાગે છે. જેના લીધે હાફ સ્લીવ્ઝ કપડાં પહેરીને બહાર જવું વધુ મુશ્કેલ બને છે. એવું કહેવામાં આવે છે કે જ્યાં ગંદકી હોય છે ત્યાં મચ્છરો વધુ પ્રમાણમાં ફેલાય છે. જોકે ચોમાસામાં લાખો પ્રયત્નો કર્યા પછી પણ મચ્છરોથી છૂટકારો મેળવવો મુશ્કેલ થઈ જાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે મચ્છર કેટલાક લોકોને વધુ પરેશાન કરે છે. આની પાછળ ઘણા વૈજ્ઞાનિકો કારણો પણ જવાબદાર માનવામાં આવ્યા છે.

હાલમાં વૈજ્ઞાનિકોએ દાવો કરે છે કે માત્ર સ્ત્રી મચ્છર મનુષ્યને કરડે છે. આનું કારણ સ્ત્રીના પ્રજનન સાથે સંબંધિત છે. હકીકતમાં સ્ત્રી મચ્છર માનવ રક્તમાં હાજર પોષક તત્ત્વો લીધા પછી જ ઇંડા આપે છે. આજ કારણ છે કે ફક્ત સ્ત્રી મચ્છર અનેક પ્રયત્નો કર્યા પછી પણ વ્યક્તિથી દૂર થઈ શકતા નથી અને તેઓ વારંવાર કરડતા હોય છે.

તમને જણાવી દઈએ કે કાર્બન ડાયોક્સાઇડની ગંધ પણ મચ્છરોને મનુષ્ય તરફ ઝડપથી આકર્ષિત કરે છે. માદા મચ્છર તેના ‘સેન્સિંગ ઇન્દ્રિયો’ થી આ ગંધ શોધી કાઢે છે. જેના લીધે શ્વાસ બહાર કાઢતી વખતે માનવ શરીરમાંથી બહાર નીકળેલા સીઓ 2 ગેસને કારણે મચ્છર કેટલાક લોકોને વધુ કરડે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે મચ્છર 150 ફૂટના અંતરથી પણ તેની ગંધ સરળતાથી શોધી શકે છે.

સંશોધનકારોએ દાવો કર્યો છે કે અમુક ગંધ મચ્છરોને વધુ ઝડપથી આકર્ષિત કરે છે. માનવ ત્વચામાં રહેતા બેક્ટેરિયાથી મુક્ત થતાં યુરિક એસિડ, લેક્ટિક એસિડ અને એમોનિયાની ગંધ પણ મચ્છરોને મનુષ્યની વધુ નજીક બનાવે છે. શરીરના ઊંચા તાપમાને લીધે આ તત્વો વ્યક્તિને મળતા પરસેવામાં વધુ આવે છે. જેના લીધે જ્યારે વ્યક્તિને પરસેવો આવે છે ત્યારે મચ્છર ઝડપથી તેને આકર્ષિત કરે છે.

જાપાનના સંશોધનકારોએ સાબિત કર્યું છે કે મચ્છર બીજા બ્લડ ગ્રુપના લોકો કરતા ઓ બ્લડ ગ્રુપના લોકોને વધારે કરડે છે. આ બ્લડ ગ્રુપના લોકો મચ્છર માટે ચુંબકની જેમ કાર્ય કરે છે. જ્યારે મચ્છર સામાન્ય રીતે બી બ્લડ ગ્રુપના લોકોને ડંખ મારતા હોય છે.

મચ્છરો થી કઈ રીતે બચી શકાય : મિત્રો મચ્છરો થી બચવા માટે ખાસ કરી ને કપડા પહેરવા થી મચ્છરો થી બચી શકાય છે. જે થી આખું શરીર ઢંકાઈ જાય, અને શરીર નો કોઈ ભાગ બહાર નાં દેખાઈ. રાત્રે સુતી વખતે તમારે પંખો અને એસી લગાવી ને સુવું, અને ખાસ કરી ને મચ્છર દાની ની અંદર સુઈ જવું. રાત્રે સુતી વખતે લસણ ની કળી રાખવા થી, તેની તીખી સુગંધ થી મચ્છર દુર રહે છે.