અંબાલાલ પટેલ ની “જવાદ” વાવાઝોડા અંગે મોટી આગાહી…, આ તારીખે ગુજરાતમાં પડશે વરસાદ….

અંબાલાલ પટેલ ની “જવાદ” વાવાઝોડા અંગે મોટી આગાહી…, આ તારીખે ગુજરાતમાં પડશે વરસાદ….

ગુજરાતી અંદર અત્યારે ઠંડા શિયાળા ની વચ્ચે અતિભારે અને મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે. થાઈલેન્ડ ઉત્પન્ન થયેલા હવાના હળવા દબાણને કારણે જવાદ નામનું વાવાઝોડું પેદા થયું છે. જે અંદમાન નિકોબાર ટાપુ પાસે પહોંચી ગયું છે. તારીખ 4 ના રોજ ઓરિસ્સા આંધ્રપ્રદેશ ની અંદર આવેલા દરિયા કાંઠા એ વાવાઝોડું ટકરાશે. ત્યારબાદ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ ની વચ્ચે ગુજરાતના આવા જઈ શકે છે.

આ સમગ્ર વાવાઝોડાને પગલે ગુજરાતની અંદર અતિભારે થી મધ્યમ વરસાદ ની આગાહી ગુજરાતના જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આપી દીધી છે. વધુમાં હવામાન વિભાગે ગુજરાત માટે વાવાઝોડાને લીધે કુદરતી આફતના રેસ્ક્યુ માટે એંડીઆરએફ અને એસડીઆરએફ ની ટીમો તેનાત કરી દીધી છે.

માહિતી મળી છે કે ભારતના હવામાન વિભાગે ટ્વિટ કરીને માહિતી આપી છે કે ભારતની અંદર એક મોટું વાવાઝોડું આવવા જઈ રહ્યું છે. જેને લીધે ઘણા બધા રાજ્યો ની અંદર પોતાનો કહેર બતાવી શકે છે. એમ જ મોટા પ્રમાણમાં નુકસાનનો પણ સામનો કરવો પડી શકે છે.

આ વર્ષે ગુજરાતની અંદર વરસાદ ખુબજ નુકસાનકારક કરી ચૂક્યો છે. જેને લીધે જે વિસ્તારની અંદર વરસાદ પડ્યો છે. તે વિસ્તારોને ખૂબ મોટી અસર કરી ચૂક્યો છે. અને જે જગ્યા પર સાવ ઓછો વરસાદ પડયો છે. તેને લીધે ઘણી જગ્યાએ ખેતરમાં પાક પણ બની ચૂક્યા છે

જ્યારે જ્યારે વાવાઝૉડુ આવે છે ત્યારે ગુજરાતમાં ઘણી જગ્યાએ ખૂબ જ અસર કરે છે. લોકો પણ અસર ગ્રસ્ત થઈને બેહાલ બની જાય છે. ગુજરાતની અંદર આ પહેલા તાઉતે અને ગુલાબ વાવાઝોડું પોતાનો રંગ બતાવી ચૂક્યા છે. જેને લીધે અમરેલી સુરેન્દ્રનગર જામનગરના વિસ્તારોમાં ઘણા લોકોના ઘર પડી ગાય હતા. અને ઘણા લોકોને ખૂબ જ તારાજી સર્જી હતી

હવામાન વિભાગ નિષ્ણાત અશોકભાઈ પટેલની આગાહી કરતા જણાવ્યું હતું કે આવનારી તારીખ ૨ અને ૩ના રોજ સૌરાષ્ટ્ર જામનગર પોરબંદર અમરેલી અને સુરેન્દ્રનગર માં હળવાથી ભારે વરસાદની આગાહી સર્જાઇ શકે છે. જેને લીધે હવામાન વિભાગ પણ સતર્ક થઈ ચૂક્યું છે.

Deshimoj TEAM