હવામાન વિભાગ આગાહી,બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા 24 કલાકમાં ગુજરાત માં ધોધમાર વરસાદ પડશે..

0
74

રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આવનાર 24 કલાક માં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે, તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પર નજર કરીએ તો સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબીમાં અતિભારે વરસાદ વરસી શકે છે.જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદમાં પણ અતિભારે વરસાદની આગાહી છે.

ભારે વરસાદની આગાહી પર નજર કરીએ તો, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા અને મહિસાગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાતના શહેરો જેવા કે સુરત, નવસારી, વલસાડ, દમણમાં ભારે વરસાદ વરસી શકે છે. સાથે જ સૌરાષ્ટ્ર પંથકમાં જૂનાગઢ, ગીરસોમનાથ, કચ્છ, દીવમાં ભારે વરસાદ વરસી શકે છે.કયાં અને કેટલો પડ્યો વરસાદ.જ્યારે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, પોરબંદર, ગીર-સોમનાથ અને રાજકોટમાં પણ એક-એક ટીમ મોકલવામાં આવી છે.

આ બાજુ 6 ટીમ વડોદરા તથા 1 ટીમ ગાંધીનગર ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે જેથી જ્યાં જરૂર પડે ત્યારે મોકલી શકાય.લાંબા સમય બાદ ફરી એક વખત મેઘરાજા સમગ્ર ગુજરાતમાં પધરામણી કરીને ખૂટતો વરસાદ પૂરો કરી રહ્યાં છે. રાજ્યમાં અવિરત વરસાદ છેલ્લાં કેટલાંક દિવસથી વરસી રહ્યો છે. ત્યારે 188 તાલુકાઓમાં ગઈ કાલે વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુત્રાપાડામાં 9 ઈંચ વરસાદ થયો છે.

સૌરાષ્ટ્રમાં જુઓ ક્યાં કેટલો વરસાદવેરાવળમાં 6 ઇંચ, ગોંડલમાં 6 ઇંચ, માણાવદરમાં 5 ઇંચ, બાબરામાં 5 ઇંચ, માળિયા, વિસાવદર અને ખાંભામાં 5-5 ઇંચ, વંથલી, કેશોદમાં, તલાલા, વલ્લભીપુર, લધિકામાં 4-4 ઇંચ, ભેસાણ, ધારી, કોડિનારમાં 3.5 ઇંચ, ઉમરાળા, બોટાદ, માંગરોળમાં 3-3 ઇંચ જ્યારે મેદંરડા, સિહોર, કોટડાસાંગાણીમાં 2-2 ઇંચ વરસાદ નોંધાયો છે.

ગીર સોમનાથમાં સરસ્વતી નદીમાં ઘોડાપૂરઆ બાજુ ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ ખાબકી રહ્યો છે. જેના પગલે પ્રાચીતીર્થ મંદિરમાં પાણી ઘૂસ્યુ છે. માધવરાય મંદિરની પ્રતિમાં પાણીમાં ગરકાવ થઈ ગઈ ત્યાં સુધી પાણી ભરાઈ ગયું હતું.ગત રાત્રિના પાછલા 14 કલાકમાં રાજ્યના 150 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં 100 કરતા વધુ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. રાજ્યના 10 તાલુકાઓમાં 4 ઇંચથી 9 ઇંચ વરસાદ વરસ્યો છે. સૌથી વધુ ગીરસોમનાથના સુત્રાપાડામાં 9 ઇંચ વરસાદ ખાબક્યો છે. ગીરસોમનાથના વેરાવળ અને રાજકોટના ગોંડલમાં 6-6 ઇંચ વરસાદ નોંધાયો છે. તો માણાવદર, માળીયા અને બાબરામાં 5-5 ઇંચ વરસાદ વરસ્યો છે. સાથે જ વિસાવદર, ખાંભા, કેશોદ અને વંથલીમાં 4-4 ઇંચ વરસાદ નોંધાયો છે.

તો બીજી તરફ દાહોદ, વલસાડ , ખેડા, સુરત અને વડોદરા જિલ્લામાં પણ મેઘરાજા મહેરબાન બન્યા હતા. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. જેમાં દાહોદ અને વલસાડમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. તો બીજી તરફ ખેડા જિલ્લામાં વરસાદ વરસતા રસ્તા નદી બન્યા હતા. ભારે વરસાદને પગલે અહીં રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા હતા. તો બીજી તરફ સુરત અને વડોદરાના સાવલીમાં પણ મેઘરાજા પ્રસન્ન થઈ વરસ્યા હતા.

નોંધનીય છેકે છેલ્લા બે દિવસથી હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા અવિરત વરસી રહ્યાં છે. હજું પણ હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આજે ભારે વરસાદ પડવાની સંભાવના છે. છેલ્લા બે દિવસમાં સૌરાષ્ટ્રના અનેક પંથકમાં જળબંબાકારની સ્થિતિનું સર્જન થયું છે. તો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદને કારણે પાણી જ પાણી થઇ ગયું છે.આ સાથે રાજ્યના અનેક ડેમોમાં નવા નીર આવ્યા છે. જેથી કેટલાક વિસ્તારોની પાણીની સમસ્યા પણ હળવી થઇ છે.

સચિવાલયના સૂત્રોના જણાવ્યા મુજબ બુધવાર સાંજના 06 વાગ્યા સુધીમાં રાજ્યમાં સરેરાશ 54 ટકા વરસાદ વરસી ચૂક્યો છે અને રાજ્યના કુલ 251 તાલુકા પૈકી હવે 10 ઇંચ એટલે કે 250 મિલીમીટરથી ઓછા વરસાદવાળા ૫૨ તાલુકા જ રહ્યા છે અને આ ઘટ પણ આવતા ચાર દિવસમાં પૂરી થવાની આશા છે.

હાલ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થઈ રહ્યાના અહેવાલ છે. અમરેલી અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે અને હજી અતિભારે વરસાદ વરસવાની આગાહી ધ્યાને લઈને મંગળવારે સાંજે જૂનાગઢથી NDRFની એક ટુકડી તથા વડોદરામાં રિઝર્વ રખાયેલી ટુકડીઓ પૈકીની NDRFની એક ટુકડી-એમ કુલ બે ટીમ અમરેલી મોકલવામાં આવી છે. રાજકોટ, ગીર સોમનાથ, ગોંડલ, પોરબંદરમાં ભારે વરસાદને પગલે ત્યાં અગાઉથી જ NDRFની ટીમો મુકાયેલી છે.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ