ગુજરાત માં ઘણી જગ્યા પર વરસાદી ઝાપટા પડ્યા…, આ જગ્યા પર આવતા 2 દિવસ માં અતિભારે વરસાદ ની આગાહી….

ગુજરાત માં ઘણી જગ્યા પર વરસાદી ઝાપટા પડ્યા…, આ જગ્યા પર આવતા 2 દિવસ માં અતિભારે વરસાદ ની આગાહી….

આજે સમગ્ર રાજ્યમાં વરસાદી ઝાપટા પડયા ની માહિતી સામે આવી છે. હવામાન વિભાગ દ્વારા કરેલી આગાહી પ્રમાણે રાજ્યમાં ઘણી જગ્યાએ વરસાદ નોંધાયો છે. જેની અંદર અમદાવાદ ગાંધીનગર સુરત વલસાડ સહિત ઘણી જગ્યાએ કમોસમી વરસાદના ઝાંપટા ઓ નોંધાયા છે. એવામાં અમરેલીના રાજુલા જાફરાબાદ અને પીપાવાવ નજીક મોડી રાત્રે વરસાદ નોંધાયો છે.

તમે જણાવી દઈએ કે ગુજરાત રાજ્યના અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સવારે વહેલા છ વાગ્યાની આસપાસથી વરસાદી ઝાપટાએ પોતાનો રંગ બતાવ્યો છે. તમે જણાવી દઈએ કે નર્મદા ની અંદર પણ કમોસમી વરસાદ થતા ખેડૂતો ખૂબ જ ચિંતામાં મુકાયા છે. આ સિવાય વિરપુર લુણાવાડા બાલાસિનોરમાં પણ વરસાદી માહોલ નોંધાયો છે.

રાજ્યની અંદર હવામાન વિભાગ દ્વારા ઠેરઠેર આવતીકાલે અને આજે એમ બે દિવસ લો પ્રેશરની સ્થિતિ સર્જાતા, રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. આ વરસાદને લીધે રાજ્યના કલેક્ટરોને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ હવામાન વિભાગ દ્વારા ખેડૂતોને સાવચેત રહેવા માટે સુચના આપવામાં આવી છે. ખેડૂતોને પાક નુકસાન ન થાય તે માટે શું તકેદારી રાખવી, એ પણ માહિતી આપવામાં આવી છે

જણાવી દઈએ કે દરેક પાક ને સુરક્ષિત સ્થળ ઉપર રાખવા માટે અને તેની દવા નો છટકાવ ન કરવા અથવા કચરામાં પાણી ભરાઈ ન રહે તે માટે પણ પગલાં ભરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે લો પ્રેશરને કારણે માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. સૌરાષ્ટ્રના દરેક વિસ્તારોની અંદર દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર ભારે કમોસમી વરસાદ પડી શકે છે.

આ મુજબ હવામાન વિભાગ દ્વારા અમદાવાદ અને આસ પાસ ના વિસ્તારો માં મધ્યમથી હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમાં એ જણાવ્યું છે કે ખેડૂતોને જાગૃત રહેવા માટે સૂચના આપવામાં આવી છે. પાકને ભારે નુકસાન ન થાય. ખેડૂતોના પાક ખુલ્લી વિસ્તારમાં પડ્યો હોય પોતાને સુરક્ષિત સ્થળ ઉપર લઈ જવાની સૂચના પણ આપવામાં આવી છે.

જણાવીએ કે રાજ્યના સુરત નવસારી તાપી ડાંગ વડોદરા અમરેલી ભાવનગર અને સાબર કાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જેને કારણે ૨, ડિસેમ્બરના રોજ સાબરકાંઠા અરવલ્લી દાહોદ અને છોટાઉદેપુર માં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

Deshimoj TEAM