7 રાજ્યોમાં તબાહી મચાવે એટલું મોટું છે જવાદ નામ નું વાવાઝોડું…, જાણો અત્યારે ક્યાં પહોચ્યું…, અને ક્યારે આવશે…!

7 રાજ્યોમાં તબાહી મચાવે એટલું મોટું છે જવાદ નામ નું વાવાઝોડું…, જાણો અત્યારે ક્યાં પહોચ્યું…, અને ક્યારે આવશે…!

તાઉતે, ગુલાબ , શાહીન વાવાઝોડા પછી એક નવું એક વાવાઝોડું ત્રાટકવા જઈ રહ્યું છે. ગુજરાત સહિતના સાત રાજ્યની અંદર આગામી ત્રણથી ચાર દિવસ સુધી ભારે વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા પણ જવાદ નામના વાવાઝોડાને લઈને એલર્ટ પણ જાહેર કર્યું છે

આવનારા બાર કલાકની અંદર ચક્રવાતી તોફાનની સાથે સાથે જવાદ વાવાઝોડું પોતાનું મોટુ સ્વરૂપ ધારણ કરી શકે છે એવા એંધાણ મળી રહ્યા છે. ૪ ડિસેમ્બરના રોજ આંધ્ર પ્રદેશ તેમજ ઓડિશાના દરિયાકાંઠા ની અંદર જવાદ વાવાઝોડું આવીને ભારે તબાહી મચાવી શકે છે. આ વાવાઝોડું ખુબ જ મોટું અને ખૂબ જ તબાહી મચાવે તેવું છે.

તમે જણાવી દઈએ કે ભારતના આંધ્ર પ્રદેશ ઓરિસ્સા પશ્ચિમ બંગાળ તેમજ છત્તીસગઢમાં આ વાવાઝોડું તબાહી મચાવ્યા બાદ, મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના પૂર્વ વિસ્તારોમાં ગુજરાત અને રાજસ્થાનમાં પણ મોટી તારાજી સર્જે તેવી આશંકા વર્તાઈ રહી છે. વાવાઝોડું સાત રાજ્યની અંદર તબાહી મચાવશે આ મોટા અહેવાલો સામે આવી રહ્યા છે.

ગુજરાતમાં વાવાઝોડાની અસર :- તમને જણાવી દઈએ કે જૂનાગઢ જિલ્લાના ભેસાણ અને વિસાવદર પંથકમાં અંદર વરસાદી ઝાપટા વરસતા વાતાવરણ ખૂબ ખૂબ જ ઠંડુ બની ગયું હતું. ગુજરાતના ગીર સોમનાથ વિસ્તારમાં ઉના અને ગીર ગઢડા તાલુકામાં બે બીજો વરસાદ ખાબક્યો હતો.

અને તેને લીધે ખેડૂતોના પાકને પણ ખૂબ જ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પશુઓના ઘાસચારા ઓ પણ પલળી ગયા છે. તમને જણાવી દઈએ કે અમરેલી જિલ્લાની વાત કરવામાં આવે તો ખાંભામાં તેમજ વાક્યા નાનુડી ઇંગોરાળા પીપળા અને ડેડાણ જેવા ગામની અંદર સ્વા ઇંચ થી અડધા ઇંચ વરસાદ પડ્યો હતો.

જૂનાગઢ શહેરની અંદર અચાનક વાતાવરણમાં પલટો આવતા ગિરનાર પર્વત પરથી 80 90 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતા રોપવે બંધ કરવાની ફરજ પડી હતી. આ શહેરની અંદર પણ વાતાવરણ ખૂબ જ ઠંડી મારી અને નયનરમ્ય બન્યુ હતુ

Deshimoj TEAM